ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ઝારખંડથી સામે આવ્યા મોટા સમાચાર, હેમંત સોરેન ભાજપ સાથે ગઠબંધન કરશે? શું કહ્યું JMMએ ?

રાજનીતિ / ઝારખંડથી સામે આવ્યા મોટા સમાચાર, હેમંત સોરેન ભાજપ સાથે ગઠબંધન કરશે? શું કહ્યું JMMએ ?

Published By: Priykant Shrimali

Last Updated: 09:04 AM, 3 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jharkhand Politics : ઝારખંડની રાજનીતિમાં અચાનક હલચલ મચાવી દેતાં એક પ્રશ્ન સૌના મનમાં ઉઠ્યો-શું હેમંત સોરેન ભાજપ સાથે હાથ મિલાવશે? દિલ્હી મુલાકાતની વચ્ચે ફેલાયેલી આ ચર્ચાથી રાજકીય ગરમાવો

ADVERTISEMENT

Jharkhand Politics : ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન 28 નવેમ્બરની મોડી રાત્રે દિલ્હી માટે રવાના થયા. તેમની આ અચાનક મુલાકાતને લઈને સોશિયલ મીડિયા પર અનેક અટકળો ફેલાઈ. ખાસ કરીને ત્યારે જ્યારે બિહાર વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન દ્વારા JMM ને એક પણ બેઠક આપવામાં આવી ન હતી અને તેમાં રહેલી નારાજગી ખુલ્લી પડી હતી. આ પૃષ્ઠભૂમિ ઉપર હેમંત સોરેન અને ધારાસભ્ય કલ્પના સોરેનની દિલ્હી મુલાકાતે ચર્ચાઓને વધુ જોર આપ્યું. કેટલાકે તો એટલું સુધી કહી દીધું કે BJP હાઇકમાન્ડ સાથે તેમની મુલાકાત ઝારખંડની રાજનીતિને બદલાવી દેશે. પરંતુ આ બધું માત્ર રાજકીય અફવા જ નીકળી.

JMM નું સ્પષ્ટીકરણ: “ઝારખંડ ઝુકશે નહીં”

JMMના મહામંત્રી વિનોદ પાંડેએ તમામ અટકળોનો અંત લાવતા કહ્યું કે, મુખ્યમંત્રીની દિલ્હી યાત્રા " વ્યક્તિગત" હતી અને તેમાં કોઈ રાજકીય એંગલ નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, BJP માત્ર કાવતરું ઘડી રહી છે અને ભ્રમ ફેલાવી રહી છે. JMM એ ત્રણ શબ્દો સાથે પોતાનું વલણ જાહેર કર્યું કે, “ઝારખંડ ઝુકશે નથી.” આ શબ્દોએ માત્ર અફવાઓ પર પાણી ફેરવી દીધું નહીં પરંતુ ભાજપને સ્પષ્ટ સંદેશ પણ આપ્યો કે, ઝારખંડમાં લોકશાહીનો અપમાન ચાલશે નહીં.

JMM યુવા વિંગે પણ સોશિયલ મીડિયા પર લખ્યું કે, હેમંત સોરેન નામ પૂરતું છે. તેમણે સંઘર્ષથી શીખ્યું છે, સેવાથી જીત્યા છે અને ન્યાય માટે કેવી રીતે લડવું તે જાણે છે.

બિહાર ચૂંટણીનો ગુસ્સો

જો કે આ અટકળોના સાચા બીજ બિહાર વિધાનસભા ચૂંટણીમાં છે. ઝારખંડમાં JMM એ RJD ને બેઠકો આપી, પરંતુ જ્યારે બિહારની વાત આવી ત્યારે JMM ને એકપણ બેઠક આપવામાં આવી ન હતી. આથી JMM નેતાઓમાં રોષ હતો અને તે જ કારણે હેમંત સોરેનની દિલ્હી યાત્રા પર સવાલો વધુ ઊભા થયા.

આ પણ વાંચો : BHUમાં મોડી રાત્રે સુરક્ષા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે પથ્થરમારો, અનેક લોકો ઇજાગ્રસ્ત

ભાજપનું નિવેદન: અલગ વિચારધારાઓ, એકતા શક્ય નહીં

ભાજપના રાજ્ય પ્રવક્તા પ્રતુલ શાહદેવે કડક શબ્દોમાં કહ્યું કે, ભાજપ અને JMM બે અલગ કિનારા છે, ક્યારેય મળીને કામ કરી શકે નહીં. તેમણે આરોપ મુક્યો કે, JMM તુષ્ટિકરણની રાજનીતિ કરે છે અને બંને પક્ષોની વિચારધારા એક થઈ જ જ શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jharkhand Hemant Soren BJP

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ