બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / PF વ્યાજ દરનું સરકારે કર્યું એલાન, જાણો કેટલા ટકા મળશે? કરોડો કર્મચારીઓ માટે જરુરી ખબર

મોટી અપડેટ / PF વ્યાજ દરનું સરકારે કર્યું એલાન, જાણો કેટલા ટકા મળશે? કરોડો કર્મચારીઓ માટે જરુરી ખબર

Priykant Shrimali

Last Updated: 04:23 PM, 2 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

EPF Interest Rate : આ નિર્ણયને સરળ શબ્દોમાં સમજીએ તો, EPFમાં બચત કરતા લાખો-કરોડો કર્મચારીઓ માટે આ સારા સમાચાર, સરકારની અંતિમ મંજૂરી મળ્યા બાદ દેશભરના 7 કરોડથી વધુ સભ્યોના ખાતામાં...

EPF Interest Rate : EPFO વ્યાજ દરને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં Employees' Provident Fund Organisation દ્વારા નાણાકીય વર્ષ 2025-26 માટે ભવિષ્ય નિધિ (EPF) પર 8.25% વ્યાજ દર જાળવી રાખવાની ભલામણ કરવામાં આવી છે. એટલે કે સરળ શબ્દોમાં સમજીએ તો સતત ત્રીજા વર્ષે ખાતાધારકોને આ જ દરે વ્યાજ મળશે. નવી દિલ્હીમાં યોજાયેલી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

શું છે આ નિર્ણયનો અર્થ?

હવે જો આપણે આ નિર્ણયને સરળ શબ્દોમાં સમજીએ તો, EPFમાં બચત કરતા લાખો-કરોડો કર્મચારીઓ માટે આ સારા સમાચાર છે. વ્યાજ દરમાં કોઈ ઘટાડો કરાયો નથી. સરકારની અંતિમ મંજૂરી મળ્યા બાદ દેશભરના 7 કરોડથી વધુ સભ્યોના ખાતામાં 8.25% ના દરે વ્યાજ જમા થશે. આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયાએ એ કરી હતી. હવે બોર્ડની ભલામણ નાણા મંત્રાલયને મોકલાશે અને મંજૂરી બાદ દર અમલમાં આવશે.

શું તમે જાણો છો EPF વ્યાજ કેવી રીતે મળે છે?

ઘણા લોકોમાં પ્રશ્ન હોય છે કે EPFનું વ્યાજ ગણતરી કેવી રીતે થાય છે? EPFO દર મહિને તમારા ખાતામાં જમા થતી રકમ પર વ્યાજની ગણતરી કરે છે. પરંતુ આખા વર્ષનું વ્યાજ નાણાકીય વર્ષ પૂર્ણ થયા બાદ એકસાથે જમા થાય છે. એટલે કે, તમે નિયમિત યોગદાન આપતા રહેશો તો વર્ષના અંતે તમને વ્યાજની સંપૂર્ણ રકમ મળશે. જો ખાતું 36 મહિના સુધી નિષ્ક્રિય રહે, તો તે પર વ્યાજ મળતું બંધ થઈ શકે છે. તેથી ખાતું સક્રિય રાખવું ખૂબ જ જરૂરી છે.

વધુ વાંચો : ''વેસ્ટ એશિયામાં વર્તમાન હાલત...'', મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે PM મોદીનું મોટું નિવેદન

છેલ્લા વર્ષોમાં વ્યાજ દરનો ટ્રેન્ડ

જો આપણે છેલ્લા કેટલાક વર્ષો પર નજર કરીએ તો વ્યાજ દરમાં થોડી વધઘટ જોવા મળી છે. 2021-22માં વ્યાજ દર ઘટીને 8.10% થયો હતો. 2023-24માં તેને વધારીને 8.25% કરવામાં આવ્યો. હવે 2025-26 માટે પણ 8.25% જાળવવામાં આવ્યો છે. નિષ્ણાતો માને છે કે, હાલની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ સંતુલિત નિર્ણય છે. આ દર બેંકની સામાન્ય ફિક્સ્ડ ડિપોઝિટ કરતાં વધુ આકર્ષક માનવામાં આવે છે અને સુરક્ષિત પણ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

EPFO Latest News EPF Interest Rate 2025-26 Provident Fund Interest 8.25%
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ