બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:35 PM, 2 March 2026
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી લડાઈને લઈને પીએમ નરેન્દ્ર મોદીએ શાંતિ અને વાતચીતનો રસ્તો અપનાવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે હાલની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને આ મુશ્કેલીનો ઉકેલ માત્ર સંવાદ અને કૂટનીતિક પ્રયત્નોથી જ શક્ય છે બીજો કોઇ રસ્તો નથી.
ADVERTISEMENT
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિશ્વમાં તણાવ ચાલી રહ્યો છે. ભારત હંમેશા શાંતિ અને સ્થિરતાના પક્ષમાં છે અને પોતાના નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. ભારત બધા દેશો સાથે મળીને કામ કરશે અને તમામ વિવાદોને વાતચીત અને કૂટનીતિથી ઉકેલવાની સમર્થન કરે છે. તેમણે ઉમેર્યું કે જ્યારે બે લોકશાહી દેશો સાથે ઊભા રહે છે, ત્યારે શાંતિનો અવાજ વધુ મજબૂત બને છે અને વેસ્ટ એશિયામાં હાલની પરિસ્થિતિ ભારત માટે ગંભીર ચિંતાનો વિષય છે.
#WATCH | Delhi: PM Narendra Modi says, "India's position on the many ongoing tensions in the world is clear. We have always called for maintaining peace and stability, and when two democracies stand together, the voice for peace becomes even stronger. The current situation in… pic.twitter.com/lG7FDgPYWe
— ANI (@ANI) March 2, 2026
ADVERTISEMENT
પીએમ મોદીએ કનેડિયન પ્રધાનમંત્રી કાર્ની સાથે દ્વિપક્ષીય બેઠક પછી જણાવ્યું કે ભારત અને કેનેડાએ યુરેનિયમ પર એક ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. સાથે જ, નાગરિક પરમાણુ સહકારને આગળ વધારવા માટે બંને દેશો નાના મોડીયુલર રિએક્ટરો પર મળીને કામ કરશે.
ADVERTISEMENT
પીએમ મોદીએ જણાવ્યું કે સોમવારે અડધી રાતે પીએમ મોદીએ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે, તેમણે તેમના ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂથી હાલની સ્થિતિ પર વાત કરવા માટે ફોન પર વાત કરી અને તેમણે દુશ્મનીને ખતમ કરવા પર ભાર આપવા કહ્યું. સાથે જ કેન્દ્રિય મંત્રી પ્રલ્હાદ જોશીએ કહ્યું કે કેન્દ્ર સરકાર ખાડી દેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત લાવવાની સંપૂર્ણ તૈયારીમાં છે અને આ માટે વિદેશોમાં ભારતીય મિશનો સાથે સંપર્કમાં છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે ભારતમાં પણ એલર્ટ! કહ્યું, ''અધિકારીઓ ચિંતિત છે કે...''
કેન્દ્રિય મંત્રી પ્રલ્હાદ જોશીએ કહ્યું કે દુનિયામાં ક્યાંય પણ જો કન્નડિગા કે અન્ય ભારતીય કોઈ સમસ્યામાં ફસાય છે, તો કેન્દ્ર સરકાર તેમને સુરક્ષિત પરત લાવશે. અગાઉ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પણ લાવવામાં આવ્યા હતા. તેમણે ચિંતિત પરિવારોને જણાવ્યું કે ગભરાવવાની જરૂર નથી સરકાર તમામ ભારતીયોને સુરક્ષિત રીતે પરત લાવવા માટે પ્રતિબદ્ધ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.