બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Nardama SOU has seen record-breaking tourist arrivals in 2023. For the first time in 5 years, the number of tourists crossed 50 lakh this year

લોકપ્રિય / પ્રવાસીઓની પહેલી પસંદ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી: 5 વર્ષમાં મુલાકાતીઓનો રેકોર્ડબ્રેક ધસારો, જાણો આકર્ષણ પાછળના કારણો

Dinesh

Last Updated: 01:22 PM, 30 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Statue of Unity News: નર્મદામા SOU ખાતે 2023માં રેકોર્ડબ્રેક પ્રવાસીઓ ઉમટ્યા છે. 5 વર્ષમાં પ્રથમવાર પ્રવાસીનો આંકડો આ વર્ષે 50 લાખને પાર પહોંચ્યો છે

  • SOU ખાતે 2023માં રેકોર્ડબ્રેક પ્રવાસીઓ ઉમટ્યા
  • 5 વર્ષમાં પ્રથમવાર પ્રવાસીનો આંકડો 50 લાખને પાર
  • 29 ડિસેમ્બર 2023 સુધીમાં 50,29,147 પ્રવાસીઓએ મુલાકાત લીધી

 

Statue of Unity News: ગુજરાતીઓ એટલે હરવા ફરવાના અને સ્વાદ શોખીન પ્રજા અને તેમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતમાં હોય એટલે કોણ જોવા ન જાય કે ન આવે !. ત્યારે કેવડિયાએ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રમાં સૌથી ચમકતા તારા સમાન છે અને દર વર્ષે કોઈપણ તહેવાર હોય સૌથી વધુ લોકો કેવડિયામાં જ ફરવા જતા હોય છે. આમ ગુજરાતની ચમકમાં વધારો કરતા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓની મુલાકાતનો આંકડો SOUના સીઈઓ ઉદિત અગ્રવાલે રજૂ કર્યો છે.

On Diwali Gujaratis visited the Statue of Unity

SOU ખાતે 2023માં રેકોર્ડબ્રેક પ્રવાસીઓ ઉમટ્યા
નર્મદામા SOU ખાતે 2023માં રેકોર્ડબ્રેક પ્રવાસીઓ ઉમટ્યા છે. 5 વર્ષમાં પ્રથમવાર પ્રવાસીનો આંકડો આ વર્ષે 50 લાખને પાર પહોંચ્યો છે. હજુ પણ આ વર્ષનો આજનો અને આવતીકાલનો દિવસ બાકી છે ત્યારે 29 ડિસેમ્બર 2023 સુધીમાં 50,29,147 પ્રવાસીઓએ મુલાકાત લીધી હોવાની માહિતી સામે આવી છે.  આપને જણાવી દઈએ કે, 5 વર્ષમાં 1 કરોડ 75 લાખથી વધુ પ્રવાસીઓ નોંધાયા છે

સ્ટેચ્યુ ઓફ યુનિટી જતાં હોવ તો હવેથી એની આજુબાજુની પણ જગ્યા ચોક્કસથી ફરજો |  tourist attraction spots near sardar patel memorial statue of unity

ક્યાં વર્ષમાં કેટલા પ્રવાસીઓ મુલાકાત લીધી
વર્ષ 2018 - 4,53,020
વર્ષ 2019 - 27,45,474
વર્ષ 2020 - 12,81,582
વર્ષ 2021 - 34,32,034 
વર્ષ 2022 - 45,84,789
વર્ષ 2023 - 50,29,147* ( 29/12/2023 સુધી*) 

વાંચવા જેવું: આજથી અમદાવાદનો ફ્લાવર શો શરૂ: ટિકિટ બુક કરાવતા પહેલાં આટલું જાણી લેજો, 150થી વધુ પ્રજાતિના રોપા બનશે આકર્ષણનું કેન્દ્ર

પ્રવાસી વધવાના મુખ્ય કારણો શું હોઈ શકે ?
આપને વધુ વિગતો આપી તો 23 ડિસેમ્બર 2023થી અત્યારસુધી 4 લાખ કરતા વધારે પ્રવાસીઓ નોંધાયા છે. પ્રવાસી વધવાના મુખ્ય કારણો પણ કેટલાક સામે આવ્યા છે. પ્રત્યેક વયજુથના પ્રવાસીઓ માટે અનેક પ્રવાસીય આકર્ષણો છે. ટ્રાન્સપોર્ટની સુવિધાઓમાં વધારો થયો છે. રાત્રિરોકાણ માટે પરંપરાગત આદિવાસી હોમ સ્ટેની સુવિધાઓમાં વધારો થયેલો છે. સાથો સાથ રજાઓના દિવસોમાં 98 બસની સુવિધાઓ ઉપલબ્ધ થયેલી છે. સ્વચ્છ અને સુઘડ કેમ્પસ છે અને સ્થાનિકોને રોજગારીમાં પ્રાધાન્ય આપવા થકી આર્થિક અને સામાજિક વિકાસ થઈ રહ્યો છે

સંકળાયેલા મુદ્દાઓ

Nardama NEWS Statue of Unity News record-break tourist statue of unity રેકોર્ડબ્રેક પ્રવાસી Statue of Unity News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ