બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / Names of more agents in sending illegals from Gujarat to America have been revealed

તપાસ / કબુતરબાજી કેસમાં નવો વળાંક: ખૂલ્યા વધુ બે એજન્ટોના નામ, ભાર્ગવ દરજીની માતાએ કહ્યું 'તે કોઇકને મદદ કરવા...'

Vishal Khamar

Last Updated: 12:45 PM, 13 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાંથી ગેરકાયદેસર રીતે લોકોને અમેરિકા મોકલનાર એજન્ટો સામે ફરિયાદ નોંધાવા પામી છે. ત્યારે આ બાબતે એજન્ટ ભાર્ગવ દરજીની માતાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કોઈને મદદ કરવા માટે ભાર્ગવ ગયો હોવાનો તેની માતાએ દાવો કર્યો હતો.

  • ગુજરાતમાંથી ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવાનો મામલો
  • મહેસાણા જીલ્લાનાં બે કબૂતરબાજોનાં નામ આવ્યા સામે
  • કડીના ચંદ્રેશ પટેલ અને સાલડીના કિરણ પટેલનું નામ ખુલ્યું

ગુજરાતથી લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલનાર એજન્ટો સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરી છે. ત્યારે આ બાબતે એજન્ટ ભાર્ગવ દરજીની માતાએ તેઓની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભાર્ગવ દિલ્લી ગયાનો દાવો કર્યો હતો. તેમજ કોઈને મદદ કરવા માટે ભાર્ગવ ગયો હોવાનું તેની માતાએ જણાવ્યું તેમજ અમે જ્વેલર્સનો ધંધો કરી રહ્યા છીએ. બીજા મિત્રોની મદદ કરવા માટે ભાર્ગવે કહ્યું હતું. ફ્રાન્સથી પરત મોકલાયેલા વિમાનની તપાસમાં એજન્ટ ભાર્ગવ દરજીનું નામ ખુલ્યું હતું. હજારો લોકોને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલવાનાં કેસની તપાસમાં 7 ગુજરાતી એજન્ટનાં નામ ખુલ્યા હતા. 

મહેસાણા જિલ્લાના બે કબૂતરબાજોના નામ સામે આવ્યા
કબૂતરબાજી મામલે મહેસાણા જીલ્લાનાં વધુ બે એજન્ટોનાં નામ સામે આવ્યા છે. જેમાં કડીનાં ચંદ્રેશ પટેલ અને સાલડીનાં કિરણ પટેલનું નામ ખુલ્યું છે. કિરણ પટેલ અને ચંદ્રેશ પટેલનાં ઘર બંધ છે. કિરણ પટેલ વર્ષોથી ગામ બહાર રહે છે. જ્યારે મૂળ આખજનો વતની ચંદ્રેશ પટેલ કડી ખાતે રહેતો હતો. ત્યારે ચંદ્રેશ પટેલનાં પરિવારનાં લોકો પણ ઘર બંધ કરી ગાયબ થયા હતા. ત્યારે આ સમગ્ર મામલે પાડોશીઓ પણ ચૂપકીદી સેવી રહ્યા છે. ચંદ્રેશ પટેલનાં ઘરમાં ત્રણ જેટલા વાહનો પણ જોવા મળ્યા હતા.

વધુ વાંચોઃ અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીના કેસમાં મોટો ખુલાસો, દોઢ વર્ષમાં જ 14 એજન્ટોએ જુઓ કેવો ખેલ પાડી દીધો?

ગુજરાત બહારના 700 લોકોને પણ ગેરકાયદે અમેરિકા ઘુસાડ્યા 
અમદાવાદથી ગેરકાયદે લોકોને વિદેશ મોકલવાનાં કેસમાં વધુ એક ખુલાસો થવા પામ્યો છે. જેમાં 14 એજન્ટોએ દોઢ વર્ષમાં 800 ગુજરાતીઓને અમેરિકા મોકલ્યાનો ખુલાસો થવા પામ્યો છે. ગુજરાત બહારનાં 700 લોકોને પણ ગેરકાયદે અમેરિકા ઘુસાડ્યા છે. ફ્લાઈટમાં જગ્યા પડતાં ગુજરાતનાં એજન્ટ મારફતે ગ્રાહક શોધવામાં આવતા હતા. દુબઈ લઈ જવાયેલા લોકોને 1 થી 3 મહિનાના ટુરિસ્ટ વિઝા પણ અપાવી દેવાયા હતા. ફ્રાન્સથી પરત મોકલાયેલા  વિમાનમાં સવાર લોકોની તપાસમાં ખુલાસો થવા પામ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ