બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / Nagpur man Pictures With Arms Viral On Social Media, deported In June From Nagpur Joined Taliban

ખળભળાટ / ભારતમાં તાલિબાની 10 વર્ષ સુધી નામ બદલીને રહ્યો હોવાની આશંકા, તસવીરો વાયરલ થતાં એજન્સીઓ અલર્ટ

Parth

Last Updated: 08:37 PM, 21 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નૂર આતંકવાદી હોવાની જાણકારી મળ્યા પછી નાગપુર પોલીસ સક્રિય થઈ ગઈ છે અને લોકોની પૂછપરછ કરી રહી છે.

  • મહારાષ્ટ્રના નાગપુરનુ તાલિબાની કનેક્શન?
  • રૂપ બદલીને નાગપુરમાં રહેતો હતો તાલિબાની?
  • નૂર મોહમ્મ્દ નામના તાલિબાનીની તસવીર ચર્ચામાં
  • શંકાસ્પદ તાલિબાનીને લઈ નાગપુર પોલીસ થઈ દોડતી

તાલિબાની આતંકવાદીઓના અફઘાનિસ્તાન પર કબજા પછી એક તસવીર સોશિયલ મીડિયામાં ઘણી વાઈરલ થઈ રહી છે. આ તસવીર નૂર મોહમ્મદ ઉર્ફે અબ્દુલ હકની હોવાનું મનાઈ રહ્યું છે.નૂર આશરે 10 વર્ષ સુધી નાગપુરમાં સ્વરૂપ બદલીને રહેતો હતો. નૂર આતંકવાદી હોવાની જાણકારી મળ્યા પછી નાગપુર પોલીસ સક્રિય થઈ ગઈ છે અને લોકોની પૂછપરછ કરી રહી છે. 

તાલિબાનીની તસવીરો થઈ વાયરલ, નાગપુરમાં રહ્યો હોવાનો સોશ્યલ મીડિયામાં દાવો 
તાલિબાનને લઈને દુનિયા દહેશતમાં છે. તાલિબાન અફઘાનિસ્તાન પર સત્તા છિનવીને કાબૂલમાં કહેર વર્તાવી રહ્યા છે. આવામાં એક તાલિબાનની વીડિયો અને તસવીર વાયરલ થઈ રહી છે અને દાવો કરવામાં આવે છે કે આ તાલિબાની નાગપુરમાં રહેતો હતો અને તેનું નામ નૂર છે. નૂર લાઈટ મશીનગન સાથે જોવા મળી રહ્યો છે તેમજ તેના ગળા અને શરીરમાં બુલેટ બાંધેલા છે. નૂરની આ તસવીર સામે આવ્યા પછી નાગપુરમાં હલચલ મચી ગઈ છે. 

વીડિયો અને તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ
તો નૂર નામના આ તાલિબાનીનો વીડિયો પણ વાયરલ થયો છે. દાવો કરવામાં આવે છે કે ધારદાર હથિયાર સાથે નૂરે આ વીડિયો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ કર્યો હતો. તાલિબાની આતંકવાદીઓના અફઘાનિસ્તાન પર કબજા પછી એક વીડિયો અને તસવીર સોશિયલ મીડિયામાં ઘણી વાઈરલ થઈ રહી છે. 

નાગપુર પોલીસ હવે ફરી સક્રિય થઈ
સોશ્યલ મીડિયામાં વાયરલ તસવીર નૂર મોહમ્મદ ઉર્ફે અબ્દુલ હકની હોવાનું મનાઈ રહ્યું છે. નૂરને લઈને ખુલાસો થયો છે કે આ તે જ વ્યક્તિ છે, જેણે 23 જૂન 2021એ નાગપુરથી ડિપોર્ટ કરી અફઘાનિસ્તાન મોકલવામાં આવ્યો હતો. નૂર મોહમ્મદની ઉંમર 30 વર્ષની છે. નૂર આશરે 10 વર્ષ સુધી નાગપુરમાં સ્વરૂપ બદલીને રહેતો હતો. નૂર આતંકવાદી હોવાની જાણકારી મળ્યા પછી નાગપુર પોલીસ હવે ફરી સક્રિય થઈ ગઈ છે અને તેના અહીં રહેવા દરમિયાન તેને મળેલા લોકોની પૂછપરછ કરી રહી છે. 

નાગપુરના દિધોરી વિસ્તારમાં ઘણાં વર્ષો સુધી છુપાઈને રહેલા નૂર મોહમ્મદની 16 જૂન 2021એ ધરપકડ કરવામાં આવેલી. ધરપકડ પછી મેડિકલમાં તેની બોડી પરથી ગોળીનાં નિશાન મળ્યાં હતાં. તેના મોબાઈલ ફોનથી કેટલાક વીડિયો કોલ પણ મળ્યા હતા. અફઘાનિસ્તાન દૂતાવાસ તરફથી તેના તાલિબાની હોવાની પુષ્ટિ થયા પછી તેને અહીંથી ડિપોર્ટ કરી તેના દેશ મોકલી દેવામાં આવ્યો હતો. 

 6 મહિનાના ટૂરિસ્ટ વિઝા પર નાગપુર આવ્યો હતો
નાગપુર પોલીસ પ્રમાણે, નૂર વર્ષ 2010માં 6 મહિનાના ટૂરિસ્ટ વિઝા પર નાગપુર આવ્યો હતો. પછી તેણે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ(UNHRC)માં પોતાના માટે શરણાર્થીનો દરજ્જો માગવાની અરજી કરી હતી, પરંતુ તેની આ અરજી નામંજૂર કરવામાં આવેલી. ત્યારથી તે નાગપુરમાં ગેરકાયદે રહેતો હતો. નૂર અપરિણીત હતો અને ત્યાં કેબલ વેચવાનું કામ કરતો હતો. તેની ધરપકડ પછી તેના ભાડાના ઘરની તપાસમાં પોલીસને વધુ કાંઈ મળ્યું નથી. 

શું કહે છે અધિકારીઓ?
એક અન્ય પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે નૂર મોહમ્મદનું અસલી નામ અબ્દુલ હક છે અને તેનો ભાઈ તાલિબાન સાથે કામ કરતો હતો. ગયા વર્ષે નૂરે ધારદાર હથિયાર સાથે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની તપાસ કરવામાં આવી, તો માલૂમ પડ્યું કે તે કેટલાક આતંકવાદીઓને ફોલો કરી રહ્યો હતો. 

પોલીસે નિવેદન ન આપ્યું 
માનવામાં આવી રહ્યુ છે નૂર એક સ્લીપર સેલના સ્વરૂપે નાગપુરમાં કામ કરી રહ્યો હતો. નાગપુર પોલીસ સૂત્રો પ્રમાણે, NIA અને ATSએ નૂરની જાણકારી નાગપુર પોલીસ પાસેથી લીધી છે. નાગપુર પોલીસ પ્રમાણે સ્પેશિયલ બ્રાંચના DCP બસવરાજ તેલીએ કહ્યું હતું કે તેમના વિભાગ પાસે એવી કોઈ ટેકનિક નથી, જેનાથી એ નક્કી કહેવામાં આવે કે આ તસવીર નૂર મોહમ્મદની જ છે. તેમણે કહ્યું, હાલ આ બાબતે કંઈ નિવેદન આપવું ઠીક નથી. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ