બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / murder of mafia gangsters Atiq Ahmed and Ashraf letter written by Atiq's wife Shaista Parveen Chief Minister Yogi Adityanath uttarpradesh

નવો વળાંક / અતીકની પત્નીએ યોગીને લખ્યો પત્ર, જાણો કોના પર સંપૂર્ણ ષડયંત્ર રચવાનો લગાવ્યો આરોપ

Pravin Joshi

Last Updated: 08:13 PM, 18 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માફિયા ગેંગસ્ટર અતીક અહેમદ અને અશરફની હત્યાના ત્રણ દિવસ બાદ અતીકની પત્ની શાઈસ્તા પરવીન દ્વારા મુખ્યમંત્રી યોગી આદિતનાથને લખેલો પત્ર હવે સામે આવ્યો છે.

  • માફિયા ગેંગસ્ટર અતીક અહેમદ અને અશરફની હત્યા
  • અતીકની પત્ની શાઈસ્તાએ  મુખ્યમંત્રી યોગીને લખ્યો પત્ર
  • અતિકની પત્ની શાઈસ્તાએ ઘણા ગંભીર આરોપ લગાવ્યા 

માફિયા ગેંગસ્ટર અતીક અહેમદ અને અશરફની હત્યાના ત્રણ દિવસ બાદ અતીકની પત્ની શાઈસ્તા પરવીન દ્વારા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લખેલો પત્ર હવે સામે આવ્યો છે. સીએમ યોગી આદિત્યનાથને લખેલા આ પત્રમાં માફિયા ગેંગસ્ટર અતિક અહેમદની પત્ની શાઈસ્તા પરવીને ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. શાઇસ્તા પરવીને આ પત્ર ઉમેશ પાલ મર્ડર કેસ બાદ મુખ્યમંત્રી યોગી આદિતનાથને લખ્યો છે. શાઇસ્તા પરવીને યોગી સરકારના કેબિનેટ મંત્રી પર ઉમેશ પાલ હત્યા કેસમાં કાવતરું ઘડવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. જોકે શાઇસ્તાના આ પત્રમાં મંત્રીના નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી.

અતીક અહેમદની પત્ની શાઇસ્તા પરવીન અંડરગ્રાઉન્ડ

પ્રયાગરાજમાં ઉમેશપાલ હત્યા કેસ બાદ અતીક અહેમદની પત્ની શાઇસ્તા પરવીન અંડરગ્રાઉન્ડ છે. પુત્ર અસદ અહેમદના મૃત્યુ અને પતિ અતીક અહેમદ, સાળા અશરફની હત્યા બાદ પણ શાઇસ્તા પરવીન હજુ સુધી સામે આવી નથી. હવે ઉમેશ પાલ મર્ડર કેસને લઈને શાઈસ્તા પરવીન દ્વારા મુખ્યમંત્રી યોગી આદિતનાથને લખેલો પત્ર સામે આવ્યો છે. સીએમ યોગીને લખેલા આ પત્રમાં શાઈસ્તાએ યુપીના કેબિનેટ મંત્રી પર ઉમેશ પાલ હત્યા કેસમાં કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. શાઈસ્તાએ આ પત્રમાં રાજકીય ષડયંત્ર રચવાનો ઉલ્લેખ કર્યો છે.

પતિ અતીક અને સાળા અશરફની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ

આ સિવાય આ પત્રમાં શાઈસ્તા પરવીને અતીક અહેમદ અને અશરફની હત્યાનું કાવતરું ઘડવાનો પણ આરોપ લગાવ્યો છે. શાઈસ્તાએ આ સમગ્ર ઘટનાને લઈને મુખ્યમંત્રી યોગી પાસે હસ્તક્ષેપની પણ માંગ કરી છે. પત્રમાં શાઈસ્તા પરવીને તમામ કાર્યવાહી જેલની અંદર વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કરવાની અને જેલની બહાર ન લઈ જવાની માંગ કરવામાં આવી હતી. શાઈસ્તાએ એવી પણ માંગ કરી હતી કે સમગ્ર પ્રકરણ અંગેની કોઈપણ તપાસ જેલ પરિસરમાં જ થવી જોઈએ. તમને જણાવી દઈએ કે 15 એપ્રિલના રોજ પ્રયાગરાજમાં પોલીસ કસ્ટડીમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન ત્રણ હુમલાખોરોએ માફિયા ગેંગસ્ટર અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ બંનેને ગોળી મારી દીધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ