બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / Cricket / Mumbai Indians star cricketer met with parents after 9 years, you will also get emotional knowing the reason

પ્રતિજ્ઞા પૂર્ણ / 9 વર્ષ બાદ માતા-પિતાને મળ્યો મુંબઈ ઈન્ડિયન્સનો સ્ટાર ક્રિકેટર, કારણ જાણીને તમે પણ થઈ જશો ઈમોશનલ

Megha

Last Updated: 05:14 PM, 4 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હું 9 વર્ષથી ઘરે નથી ગયો.મેં ઘરે પરત ફરવાનો નિર્ણય ત્યારે જ કર્યો જ્યારે હું જીવનમાં કઇંક બની ગયો - ક્રિકેટર

  • ક્રિકેટર કુમાર કાર્તિકેય  9 વર્ષ સુધી પરિવારને નહતા મળ્યા
  • કાર્તિકેયે પહેલા જ કહ્યું હતું કે એ કઇંક બનીને જ ઘરે પરત ફરશે

મધ્ય પ્રદેશ અને મુંબઈ ઈંડિયંસના ક્રિકેટર કુમાર કાર્તિકેય હાલમાં જ 9 વર્ષ સુધી પરિવારને નહતા મળ્યા એ વિશે ચર્ચામાં રહ્યા હતા. જો કે કાર્તિકેયએ હાલ જ આ વિશે ખુલાસો કર્યો હતો કે એ 9 વર્ષ અને ત્રણ મહિના પછી તેના પરિવારની મુલાકાતે પંહોચ્યાં હતા. એમને કહ્યું હતું કે લાંબા સમય પછી પરિવારને મળીને એમને જે અનુભવ થયો છે એ શબ્દમાં વ્યક્ત નથી કરી શકતા. 24 વર્ષના કાર્તિકેયે તેની ખુશી વ્યક્ત કરતાં ટ્વિટર પર તેની મા સાથેની એક તસવીર શેર કરી હતી. 

જો કે તમને જણાવી દઇએ કે કાર્તિકેયે પહેલા જ કહ્યું હતું કે એ કઇંક બનીને જ ઘરે પરત ફરશે. એમને કહ્યું હતું કે 2022માં ઇંડિયન પ્રીમિયર લીગ પૂર્ણ થયા પછી તેઓ ઘર પરત ફરશે જ્યાં એમને શરૂઆત કરી હતી. 

કાર્તિકેયે કહ્યું હતું કે, ' હું 9 વર્ષથી ઘરે નથી ગયો.મેં ઘરે પરત ફરવાનો નિર્ણય ત્યારે જ કર્યો જ્યારે હું જીવનમાં કઇંક બની ગયો હતો. એ સમયગાળા દરમિયાન મારા માતાપિતાએ ઘણી વખત મને ફોન કરીને કહ્યું હતું પણ હું મારી વાત પર ટકી રહ્યો હતો. અંતે આઈપીએલ પૂરો થયા પછી હું ઘરે પરત ફર્યો હતો. મારા કોચ સંજય સરે મધ્ય પ્રદેશ માટે મારુ નામ સજેસ્ટ કર્યું હતું. 

કાર્તિકેયે વર્ષ 2018માં ડાબાહાથના સ્પિનર તરીકે પ્રથમ શ્રેણીમાં ડેબ્યૂ કર્યું હતું પણ ત્યારે એમને એ નહતી ખબર કે વર્ષ 2022માં તેઓ મુંબઈ ઈન્ડિયન્સ સાથે આઈપીએલ રમશે. એમને 30 એપ્રિલના રોજ ડિવાઇ પાટિલ સ્પોર્ટ્સ એકેડેમીમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામેના મેચમાં ડેબ્યૂ કર્યું હતું. ચાર મેચમાં કાર્તિકેએ 7.85 ની ઈકોનોમી રેટથી પાંચ વિકેટ લીધી હતી. આઈપીએલથી ભલે કાર્તિકેયને ઓળખ મળી હતી પણ એમને મધ્ય પ્રદેશને તેના પહેલા રણજી ટ્રોફી ખિતાબ અપાવવામાં બોલિંગ કરીને એક મહત્વનો ફાળો આપ્યો હતો. બેંગલોરના ચીન્ના સ્વામી સ્ટેડિયમમાં મુંબઈ સામે ફાઇનલમાં કાર્તિકેયે પહેલી પારીમાં ચાર અને બીજી પારીમાં 5 વિકેટ લીધી હતી. એમને સ્તરની 32 વિકેટ લીધી હતી અને બીજા સ્થાન પર આવ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ