Team VTV01:04 PM, 03 Jan 22
| Updated: 01:17 PM, 03 Jan 22
મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં સ્થિત એક ગોડાઉનમાં આગ લાગી છે.
ઘાટકોપર વિસ્તારમાં સ્થિત એક ગોડાઉનમાં આગ લાગી
કોઈ પ્રકારની જાનહાની થયાના સમાચાર નથી
ફાયર વિભાગની 8 ગાડીઓ સ્થળ પર પહોંચી
મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં સ્થિત એક ગોડાઉનમાં આગ લાગી છે. હાલમાં કોઈ પ્રકારની જાનહાની થયાના સમાચાર નથી. ફાયર વિભાગની 8 ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ છે. ગત 7 નવેમ્બરે માનખુર્દ વિસ્તારના મંડલા કબાડ બજારમાં ભીષણ આગ લાગી હતી. આ દરમિયાન 10 ટેંકર અને 150 કર્મીઓએ આગ પર કાબૂ મેળવ્યો હતો.
એવું મનાઈ રહ્યું છે કે આજે સવારે 10.30 વાગે ઘાટકોપરના સ્લમ વિસ્તારમાં એક ફર્નિચરના ભંગારની દુકાનમાં આ આગ લાગી હતી. જે ઘાટકોપરના અસલ્ફા વિસ્તારમાં સ્થિત છે. ઘટનાની જાણ થતા પોલીસ, વોર્ડ સ્ટાફ અને એમ્બ્યૂલન્સ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. આગ ધીરે ધીરે આસ પાસના મકાનોમાં ફેલાઈ હતી. જોકે તકેદારીના ભાગ રુપે આ આસપાસના રહીશોને સલામત સ્થળે ખસેડાયા હતા. જો કે હજું સુધી આગનું કારણ જાણી શકાયું નથી. પોલીસે ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરુ કરી દીધી છે.