બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Mumbai | A school guard was arrested for stalking & sexually assaulting a 15-year-old girl

ક્રાઈમ / વાલીઓએ ચેતવા જેવો કિસ્સો, પુત્રીના વર્તનમાં ફર્ક દેખાતા માતાપિતા સ્કૂલે પહોંચ્યાં, પ્યૂને કર્યો મોટો કાંડ

Hiralal

Last Updated: 05:56 PM, 11 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈના ગામદેવી વિસ્તારની એક સ્કૂલમાં કામ કરતા પટાવાળો 15 વર્ષની છોકરીનું યૌન શૌષણ કરતા ઝડપાયો હતો.

  • મુંબઈની ગામદેવી વિસ્તારની સ્કૂલનો બનાવ
  • પટાવાળાએ 15 વર્ષની છોકરીનું કર્યું યૌન શોષણ
  • પીછો કરતો અને વીડિયો કોલ પણ કરતો
  • સગીરાના અંગોને ખોટી રીતે સ્પર્શ કરતો
  • પોલીસે ઝડપી પાડ્યો

સ્કૂલે જતી છોકરીઓના વાલીઓએ ચેતવા જેવી એક ઘટના મુંબઈમાં સામે આવી છે જેમાં એક પટાવાળાએ 15 વર્ષની વિદ્યાર્થીનીનું યૌન શોષણ કર્યું હતું અને તેનું જીવવું હરામ કરી મૂક્યું હતું. પુત્રીના વર્તનમાં ફેરફાર જણાતા માતાપિતાને શંકા પડી હતી અને તેમણે સ્કૂલમાં જઈને તપાસ કરતા આખી વાતનો ઘટસ્ફોટ થયો હતો. સ્કૂલમાં ભણતી પુત્રીઓના વર્તનમાં આવતા ફેરફારની પણ માતાપિતાએ નોંધ લેવી જોઈએ તે આ ઘટનાએ સાબિત કર્યું છે. 

મુંબઈના ગામદેવીની સ્કૂલમાં પટાવાળાએ સગીરાનું કર્યું યૌન શોષણ 

સાઉથ મુંબઈના ગામદેવી વિસ્તારની એક સ્કૂલમાં પટાવાળાએ હેરાનીભર્યો કાંડ કર્યો છે. પટાવાળો 15 વર્ષની સ્કૂલગર્લના અંગોનો ખોટી રીતે સ્પર્શ કરતો, ત્યાર બાદ તેનો પીછો કરતો અને તેને વીડિયો કોલ કરીને અશ્લીલ વાતો કરતો હતો. છેલ્લા ઘણા સમયથી સ્કૂલેથી આવ્યાં બાદ પુત્રી ગુમસુમ રહેવા લાગી હતી અને તેના વર્તનમાં અજીબ પ્રકારનો ફેરફાર આવતા માતાપિતાને શંકા પડી હતી અને તેમણે આ બાબતે સ્કૂલમાં જઈને તપાસ કરી ત્યારે પટાવાળાનો કાંડ સામે આવ્યો હતો. આખરે પીડિતાએ માતાપિતાને પટાવાળાની કરતૂત જણાવી દીધો હતો. મુંબઇ પોલીસે દક્ષિણ મુંબઇમાં એક સગીર વિદ્યાર્થીનીની જાતીય સતામણી અને પીછો કરવાના આરોપસર 28 વર્ષીય શાળાના પટાવાળાની ધરપકડ કરી છે. 

પુત્રીના વર્તનમાં ફેર લાગતા માતાપિતાને શંકા પડતા તપાસ કરી ત્યારે ફૂટ્યો ભાંડો 
પોલીસે કહ્યું હતું કે 15 વર્ષીય સગીરાના માતા-પિતાએ તેના વર્તનમાં ફેરફાર જોયા બાદ અને જ્યાં તે અભ્યાસ કરતી હતી તે કોન્વેન્ટનો સંપર્ક કર્યા બાદ તેમને પટાવાળાના આ કાંડની ખબર પડી હતી. 5 સપ્ટેમ્બરના રોજ પટાવાળાએ સગીરાની એકલતાનો લાભ લઈને તેના અંગોનો ખોટી રીતે સ્પર્શ કર્યો હતો. પટાવાળાએ કથિત રૂપે શાળાના પરિસરમાં પીડિતાની ઘણી વખત પજવણી કરી હતી. આરોપીએ સગીરાના મોબાઇલ નંબર પર વીડિયો કોલ પણ કર્યો હતો. 

પોલીસે આરોપી પટાવાળાની ધરપકડ કરી 
તેમણે જણાવ્યું હતું કે, આરોપી વિરુદ્ધ શુક્રવારે ભારતીય દંડ સંહિતાની કલમ 354-એ (જાતીય સતામણી) અને 354-ડી (પીછો કરવો), અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ (પોક્સો) એક્ટ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટની સંબંધિત જોગવાઈઓ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે એક છટકું ગોઠવીને પાલઘર જિલ્લાના વિરારથી આરોપી પટાવાળાની ધરપકડ કરી હતી. બાદમાં આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ