બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / Multani Mitti For Hair Fall And Other Hair Related Problems

હેર કૅર / ખરતા કે રફ થઈ ગયેલા વાળને નવું શાઈનિંગ આપે છે આ 1 માટી, આજે જ અજમાવી લો ઉપાય

Bhushita

Last Updated: 10:40 AM, 27 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાળને લાંબા અને શાઈની બનાવવાની સાથે તેનો ગ્રોથ વધારવા માટે તમારે અનેક મોંઘી પ્રોડક્ટ્સ ખરીદવાની જરૂર રહેતી નથી. જો તમે કંઈ ખાસ રીતે તમારા વાળની કૅર કરવા ઈચ્છો છો તમે વાળમાં આ મુલતાની માટી લગાવી શકો છો. તે તમારા વાળની અનેક સમસ્યાઓ દૂર કરશે અને સસ્તી મળતી હોવાથી તમારે વધારે ખર્ચ પણ થશે નહીં.

  • વાળની સમસ્યાઓમાં રાહત આપશે આ માટી
  • મુલતાની માટીથી વાળને મળે છે અનેક ફાયદા
  • વાળનો ગ્રોથ વધારી તેને લાંબા અને શાઈની બનાવે છે

મહિલાઓને વાળ ગૂંચાઈ જવા, રફ થઈ જવા અને ખાસ કરીને તે ઓઈલી રહેવા જેવી અનેક સમસ્યાઓનો સામનો રૂટિન લાઈફમાં કરવો પડે છે. જેના કારણે તેઓ ચિંતા અનુભવે છે. પણ શું તમે જાણો છો કે ચહેરાની સાથે સાથે વાળની અનેક સમસ્યાઓમાં પણ મુલતાની માટી તમને રાહત આપે છે. તેનો હેર પેક બનાવીને તમે તેને ઉપયોગમાં લઈ શકો છો. 

 

હેર ફોલની સમસ્યા માટે

એક બાઉલમાં 2 ટેબલ સ્પૂન મુલતાની માટી લો. તેમાં એક ટેબલ સ્પૂન દહીં મિક્સ કરો અને એક ટી સ્પૂન કાળા મરીનો પાવડર મિક્સ કરો. આ પછી પાણીની સાથે મિક્સ કરીને લગાવી શકાય તેવી જાડી પેસ્ટ બનાવો. બ્રશ કે હાથથી વાળના મૂળમાં આ પેસ્ટને લગાવી લો. અડધા કલાક પછી સાદા પાણીથી વાળ ધોઈ લો. અઠવાડિયામાં 2 વાર આ પેકનો ઉપયોગ કરો. વાળ ખરતા બંધ થશે. 

રફ થઈ ગયેલા વાળને માટે

2 ચમચી મુલતાની માટીમાં એક ઈંડું અને 1 ટેબલસ્પૂન દહીં મિક્સ કરો. તેમાં 1 ચમચી નારિયેળ તેલ મિક્સ કરીને તેને ફેંટી લો. પેસ્ટને સ્કલ્પ પર લગાવી લો. અડધા કલાક બાદ સામાન્ય પાણીથી ધોઈ લો. ઈંડાની સ્મેલ ન રહે માટે એક ટમ્બલર પાણીમાં 1 લીંબુ નીચોવો અને સાથે તેને માથા પર નાંખીને 5 મિનિટ રહેવા દો. ફરીથી વાળને સારી રીતે ધોઈ લો. 

ગૂંચવાયેલા અને બેજાન વાળ માટે

રફ વાળને માટે કોઈ પણ રીતે સ્ટાઈલ કરવામાં આવે તો તેનો લૂક સારો લાગતો નથી. 1 ટેબલસ્પૂન મુલતાની માટીમાં 1 ચમચી તલનું તેલ અને 1 ચમચી દહીં મિક્સ કરો. સ્કલ્પ પર તેને લગાવીને 20 મિનિટ સુધી રહેવા દો. હવે વાળ ધોઈ લો. અઠવાડિયામાં 2 વાર આ પ્રયોગ કરવાથી વાળને નવું શાઈનિંગ મળશે અને તે રફ નહીં દેખાય.

ઓઈલી સ્કેલ્પને માટે

ઓઈલી સ્કેલ્પને કારણે તમારા વાળ સારી રીતે ઓળી શકાતા નથી. તેનાથી તમારો લૂક બગડે છે. આ માટે તમે 4 ચમચી મુલતાની માટીમાં 1 લીંબુનો રસ મિક્સ કરો અને 20 મિનિટ સુધી તેને વાળના મૂળમાં લગાવી રાખો, હવે સાદા પાણીથી વાળ ધોઈને તેને નેચરલ રીતે સૂકાઈ જવા દો. 

વાળ વધારવા માટે

વાળને લાંબા, મજબૂત બનાવવા માટે તમે મુલતાની માટીની સાથે અરીઠાનો પાવડર મિક્સ કરો. અડધો કલાક સુધી વાળમાં આ પેસ્ટ રહેવા દો. પછી વાળને સારી રીતે ધોઈ લો. આ પેક અઠવાડિયામાં 3 વાર લગાવો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ