ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Mukesh Ambani did not take salary last year

બિઝનેસ / રિલાયન્સના માલિક મુકેશ અંબાણીએ ગયા વર્ષે ન લીધી સેલેરી, જાણો કેટલું છે તેમનું પેકેજ

Published By: ParthB

Last Updated: 11:14 AM, 4 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ વર્ષ 2020-21 દરમિયાન પોતાનો પગાર જ નથી લીધો. પણ બીજી બાજુ કોરોનાકાળમાં તેમની કુલ નેટવર્થમાં પાછળના વર્ષ કરતાં વધારો થયો છે.

ADVERTISEMENT

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ વર્ષ 2020-21 દરમિયાન પોતાનો પગાર જ નથી લીધો
કંપનીના અન્ય ડાયરેક્ટરોએ લીધો આટલો પગાર 
અન્ય બે ડાયરેક્ટરોને પગાર સાથે મળ્યું કરોડોનું કમિશન 

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ વર્ષ 2020-21 દરમિયાન પોતાનો પગાર જ નથી લીધો
દેશમાં કોરોના મહામારીના કારણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ વર્ષ 2020-21 દરમિયાન પોતાનો પગાર જ નથી લીધો. પણ બીજી બાજુ કોરોનાકાળમાં તેમની કુલ નેટવર્થમાં પાછળના વર્ષ કરતાં વધારો થયો છે. રિલાયન્સના શેરના ભાવ વધતાં ગયા અઠવાડિયે જ મુકેશ અંબાણીણી નેટવર્થમાં કુલ 8.2 અરબ ડોલર એટલે કે 52,621 કરોડ રૂપિયાનો વધારો થયો છે. છેલ્લા ઘણા વર્ષોથી તેમની સેલેરીમાં કોઈ પણ વધારો થયો નથી. આ માહિતી તેમની કંપનીમાંથી આવી છે. 

કંપનીના અન્ય ડાયરેક્ટરોએ લીધો આટલો પગાર 
તેમની કંપનીએ બુધવારે આખા વર્ષનો રિપોર્ટ રજૂ કર્યો હતો. તેમાં આ વાતની ઉલ્લેખ કરવામાં આવયાઓ હતો કે મુકેશ અંબાણીએ ગત વર્ષે તેમનો પગાર જ નથી લીધો. સાથે જ શેરધારકોને મુકેશઅંબાણીને પત્ર પણ મોકલ્યો હતો, આ પત્રમાં તેમણે લખ્યું હતું કે કોરોના મહામારીને કારણે ઘણા લોકોની જિંદગી બરબાદ થઈ ગઈ છે અને દેશની આર્થિક વયવસ્થાને પણ ઘણું નુકશાન પહોંચ્યું છે.


 
અન્ય બે ડાયરેક્ટરોને પગાર સાથે મળ્યું કરોડોનું કમિશન 
જો મુકેશ અંબાણીના પગારની વાત કરીએ તો તેમનો વાર્ષિક પગાર 15 કરોડ રૂપિયા છે. કંપનીના જો બીજા અધિકારીઓની વાત કરીએ તો કંપનીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નિખિલ આર મેસવાનીએ વાર્ષિક 24 કરોડ રૂપિયા પગાર લીધો છે. બીજા ડાયરેક્ટર હિતલ આર મેસવાનીએ વાર્ષિક 24 કરોડ રૂપિયા પગાર લીધો છે. બોર્ડમાં બીજા પણ ડાયરેકટર સામેલ છે જેમાં PMS પ્રસાદને વાર્ષિક 12 કરોડ રૂપિયા, પવન કુમાર કપિલને 4.24 કરોડ રૂપિયા મળ્યા છે. સાથે જ આ બંને ડાયરેકટરોને કમિશન રૂપે 17.28 કરોડ રૂપિયા મળ્યા છે. સાથે તમને એ વાત પણ જણાવી દઈએ કે મુકેશ અંબાણી દુનિયાના ધનિક લોકોની યાદીમાં 12માં સ્થાન પર છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Mukesh Ambani Reliance Industries Reliance Jio મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી Mukesh Ambani

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ