બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / MS dhoni planned to do prank with csk fans with the help of ravindra jadeja
Hiralal
Last Updated: 04:55 PM, 9 April 2024
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં ગઈકાલે ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સના અજેય રથને અટકાવ્યો હતો અને જીતના માર્ગે પાછી ફરી હતી. આઇપીએલ 2024ની પ્રથમ બે મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સે જીત મેળવી હતી, પરંતુ ત્યાર બાદ તેને બે મેચમાં હારનો સામનો પણ કરવો પડ્યો હતો. સીએસકેએ ચેન્નઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં આ સિઝનમાં જીતની હેટ્રિક પૂરી કરી હતી, જ્યારે કેકેઆર આ સિઝનમાં તેની પ્રથમ મેચ હારી ગઈ હતી. સીએસકે સાત વિકેટથી મેચ જીતી ગયું હતું, એમએસ ધોની આ મેચમાં પાંચમા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો, પરંતુ જ્યારે તે બેટિંગ કરવા આવવાનો હતો, ત્યારે રવિન્દ્ર જાડેજાએ તેની સામે બતાવી દીધું કે તે બેટિંગ કરવા જઇ રહ્યો છે. તેનો વીડિયો શેર કરવામાં આવ્યો હતો અને એવું કહેવામાં આવ્યું હતું કે રવિન્દ્ર જાડેજાએ સીએસકેના ચાહકો સાથે એક નાનકડી ટીખળ કરી હતી, પરંતુ હકીકતમાં, ધોની આ ટીખળ પાછળનો માસ્ટર માઇન્ડ હતો.
ADVERTISEMENT
વધુ વાંચો : 'માહી ભાઇ મેરે સાથ...', CSK વિરૂદ્ધ KKRની જીત બાદ ઋતુરાજ થયો ભાવુક, કરી ધોનીની પ્રશંસા
That entry tease 😉
— IndianPremierLeague (@IPL) April 9, 2024
Brilliant bowling display 🙌
A comprehensive win at Chepauk 👏
In conversation with @ChennaiIPL's bowling heroes - @imjadeja & @TusharD_96 👍 👍 - By @RajalArora
Watch The Full Interview 🎥 🔽 #TATAIPL | #CSKvKKR https://t.co/8t2FWsOWiT
ADVERTISEMENT
આઇપીએલે એક વીડિયો શેર કર્યો
આઇપીએલે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તુષાર દેશપાંડેએ ધોનીનો પર્દાફાશ કર્યો છે. તુષારે કહ્યું કે તેણે સાંભળ્યું છે કે જાડેજાને ધોનીએ કહ્યું હતું કે હું બેટિંગ કરવા જઇશ, પરંતુ તમે બતાવો કે તમે જઇ રહ્યા છો. આ પછી જાડેજાએ કહ્યું હતુ કે, ધોનીને જોઈને ચાહકો ખુશ થાય છે અને જો તેમને બેટીંગ કરતી વખતે એક ઝલક મળે તો ચાહકોને પૂરા પૈસા મળી જાય છે.
Jaddu's cute tease and Thala's fan-service entry! What an explosive experience 😭💛 This is what we're here for 💥💛#Thala #Dhoni #MSDhoni #CSK #CSKvKKR pic.twitter.com/lUiOMyMJfV
— Anirudh (@anirudhsriraman) April 8, 2024
કેકેઆર સામે ચેન્નઈની સુપરકિંગ્સની જીત
કેકેઆરની મજબૂત બેટિંગ લાઇન અપ સીએસકેના બોલરોથી આગળ ચાલી શકી ન હતી. કેકેઆરે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટે 137 રન બનાવ્યા હતા. તુષાર અને જાડેજાએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. મુસ્તફિઝુર રહેમાને બે વિકેટ ઝડપી હતી. કેકેઆર માટે કેપ્ટન શ્રેયસ અય્યરે 34 રન બનાવ્યા હતા. સુનીલ નારાયણે 27 રન બનાવ્યા હતા. જવાબમાં સીએસકેએ 17.4 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 141 રન બનાવીને મેચ જીતી લીધી હતી. કેપ્ટન રુતુરાજ ગાયકવાડ 67 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યો હતો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ઈન્ડિયા ઈંગ્લેન્ડ વનડે / VIDEO : 6,4,6,4,0,6, ફિલ સોલ્ટે હર્ષિત રાણાને બરાબરનો ધોયો, ડેબ્યૂમાં શર્મનાક રેકોર્ડ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.