બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / MP's Driver Openly Harassed: Youth Pushed On Bonnet Of Car

દિલ્હી / સાંસદના ડ્રાઇવરની ખુલ્લેઆમ દબંગાઇ: છેક 3 કિમી સુધી યુવકને કારના બોનેટ પર બેસાડી ઘસડ્યો, જુઓ ચોંકાવનારો VIDEO

Priyakant

Last Updated: 10:29 AM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi News: આશ્રમ ચોકથી નિઝામુદ્દીન દરગાહ તરફ આવી રહેલી એક કાર બોનેટ પર લટકેલી વ્યક્તિ સાથે લગભગ 2-3 કિલોમીટર સુધી આગળ વધી રહી હોવાનો વિડીયો વાયરલ

  • રાજધાની દિલ્હીમાં ગઈકાલે રાત્રે એક ચોંકાવનારી ઘટના
  • કાર બોનેટ પર એક વ્યક્તિ લટકેલી હાલતમાં જોવા મળ્યો 
  • કાર બિહારના લોકસભા સાંસદ ચંદન સિંહની હોવાનું ખૂલ્યું 
  • ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ

રાજધાની દિલ્હીમાં ગઈકાલે રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, રવિવારે રાત્રે લગભગ 11 વાગ્યાના અરસામાં આશ્રમ ચોકથી નિઝામુદ્દીન દરગાહ તરફ આવી રહેલી એક કાર બોનેટ પર લટકેલી વ્યક્તિ સાથે લગભગ 2-3 કિલોમીટર સુધી આગળ વધી રહી હતી. જોકે આ પછી દિલ્હી પોલીસે આરોપીની કારનો પીછો કર્યો અને બોનેટ પર લટકેલા વ્યક્તિનો જીવ બચાવ્યો હતો. આ તરફ હવે આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આ કાર બિહારના લોકસભા સાંસદ ચંદન સિંહની હોવાનું કહેવાય છે. અકસ્માત સમયે સાંસદ વાહનમાં હાજર ન હતા, ડ્રાઈવર વાહન ચલાવી રહ્યો હતો. આ તરફ સ્થાનિક પોલીસે બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનો ગુનો નોંધ્યો છે.  

કોણ છે પીડિત યુવક ? 
આ સમગ્ર ઘટનામાં પીડિતની ઓળખ ચેતન તરીકે થઈ છે, જે કેબ ડ્રાઈવર છે. ચેતને કહ્યું, હું ડ્રાઈવર તરીકે કામ કરું છું, એક પેસેન્જરને છોડીને પાછો ફરી રહ્યો હતો. જ્યારે હું આશ્રમ પાસે પહોંચ્યો ત્યારે એક કારે મારી કારને ત્રણ વાર  ટક્કર મારી. પછી હું મારી કારમાંથી બહાર આવ્યો અને તેની કારની સામે ઉભો રહ્યો. તે પછી તેણે (આરોપી) કાર સ્ટાર્ટ કરી અને હું કારના બોનેટ પર લટકતો હતો.

આશ્રમ ચોકથી નિઝામુદ્દીન સુધી કારના બોનેટ પર જ..... 
પીડિતેએ કહ્યું, 'હું આશ્રમ ચોકથી નિઝામુદ્દીન સુધી કારના બોનેટ પર લટકતો રહ્યો. હું તેને રોકાવાનું કહેતો રહ્યો, પણ તે અટક્યો નહીં. તે વ્યક્તિ નશામાં હતો. રસ્તામાં મેં જોયું કે, એક પીસીઆર પાર્ક કરેલું હતું અને તેમાં બેઠેલા પોલીસકર્મીઓએ કારમાં અમારો પીછો કર્યો અને થોડી વારમાં આરોપીઓને રોક્યા.

શું કહ્યું કાર ડ્રાઇવરે ? 
આરોપી ડ્રાઈવર રામચંદ કુમારે કહ્યું કે, 'તેઓએ અમારી સાથે બળજબરી કરી છે. મારી કારને તેની કારને હાથ પણ ન લાગ્યો, તમે બંને વાહનો જુઓ, જો થોડી પણ ગાડી પર કોઈ નિશાન હશે તો  હું મારી જાતને દોષિત ગણીશ. તેઓએ બળજબરીથી અમારી કાર રોકી. હું કાર ચલાવી રહ્યો હતો અને તેણે બળપૂર્વક મારી કારના બોનેટ પર કૂદકો માર્યો. મેં અટકીને કહ્યું ભાઈ, તમે શું કરો છો, પરંતુ તેણે વાતને અવગણી હતી. 

શું હતો કંઝાવલા કેસ ? 
31 ડિસેમ્બરની રાત્રે એક યુવતી તેની મિત્ર  સાથે સ્કૂટી પર ઘરે જવા નીકળી હતી, ત્યારે કંઝાવાલા રોડ પર સામેથી આવી રહેલા એક ઝડપી વાહને તેમને ટક્કર મારી હતી. એક યુવતી ટક્કરથી બચી ગઈ, પરંતુ અન્ય એક યુવતી કારની નીચે ફસાઈ ગઈ. ત્યારબાદ કારમાં બેઠેલા યુવકે યુવતિને લગભગ 12 કિલોમીટર સુધી ઘસેડી હતી. આ કેસમાં પોલીસે સાતેય આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે. તમામ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને તેમની પૂછપરછ ચાલુ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ