મૂવી રિવ્યૂ /
15 ઓગસ્ટ પર બેસ્ટ ગિફ્ટ છે 'મિશન મંગલ', અક્ષય પર ભારી પડી રહી છે વિદ્યા બાલન
Team VTV03:26 PM, 15 Aug 19
| Updated: 04:17 PM, 15 Aug 19
આઝાદીના દિવસની સાથે રક્ષાબંધન જેવો તહેવાર અને સાથે જ લોંગ વિકેન્ડ, તો આ સમયે તમામ લોકોને ફિલ્મ જોવાની ચોક્કસથી ઇચ્છા થશે. તો બોલિવુડનો ખિલાડી કુમાર અક્ષય મંગળયાન જેવા વિષયની સાથે ફિલ્મ લઇને આવી ગયો છે, જેને જોઇને તમને ચોક્કસથી જલસો પડી જશે...
સ્ટોરી:
ફિલ્મની વાર્તા ISROના માર્સ પ્રોજેક્ટ પર આધારિત છે, જે 24 સપ્ટેમ્બર 2014 ISRO (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન)ની ઘણી મહિલા વૈજ્ઞાનિકોએ મંગળ ગૃહની કક્ષામાં સેટેલાઇટ લોન્ચ કર્યુ હતુ. આ પછી ભારત વિશ્વભરમાં પહેલો એવો દેશ બન્યો, જેનુ ઓછા બજેટમાં પહેલા જ પ્રયત્નમાં આ મિશન સફળ થયુ.
ફિલ્મ 2010થી શરૂ થાય છે, જ્યાં ISRO જાણીતા વૈજ્ઞાનિક તથા મિશન ડિરેક્ટર રાકેશ ધવન (અક્ષય કુમાર) તથા પ્રોજેક્ટ ડિરેક્ટર તારા શિંદે (વિદ્યા બાલન) સાથે મળીને જીએસએલવી સી 39 નામના મિશનથી રોકેટ લોન્ચ કરવાનો પ્રયાસ કરે છે. જોકે, આ પ્રયાસ નિષ્ફળ જાય છે. જેને કારણે રાકેશની ટ્રાન્સફર ISROના અશક્ય લાગતા માર્સ પ્રોજેક્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. રાકેશે નાસાથી આવેલા રુપર્ટ દેસાઈના સુપરવિઝનમાં કામ કરવાનું છે. રુપર્ટ દરેક બાબતમાં નાસાનું ઉદાહરણ આપે છે. પરિસ્થિતિઓ એવી હોય છે કે રાકેશ ધવન પર વિશ્વાસ હોવા છતાંય ISRO ડિરેક્ટરે આમ કરવું પડે છે. રાકેશ તથા તારા શિંદેને માર્સ પ્રોજેક્ટ માટે રુપર્ટ જાણી જોઈને બિન-અનુભવી એકા ગાંધી (સોનાક્ષી સિન્હા), નેહા સિદ્દીકી, કૃતિકા અગ્રવાલ (તાપસી પન્નુ), વર્ષા પિલ્લાઈ (નિત્યા મેનન) , પરમેશ્વર નાયડુ (શરમન જોશી) તથા નિવૃત્તિની નજીક પહોંચેલા એચજી દત્તાત્રેય (અનંત અય્યર) ની ટીમ આપે છે. શરૂઆતમાં બજેટ 800 કરોડનું હોય છે. જોકે, પછી અચાનક જ અડધું બજેટ કરી દેવામાં આવે છે. એકા, કૃતિકા, વર્ષા તથા પરમેશ્વર અંગત જીવનમાં ફસાયેલી છે. આ તમામ પડકારો હોવા છતાંય રાકેશ તથા તારા કેવી રીતે મિશનને પૂરું કરું છે, તેના પર આખી ફિલ્મ છે.
ડિરેક્શન:
ડિરેક્ટર જગન શક્તિએ આ ફિલ્મનું ડેબ્યૂ બોલિવુડમાં કર્યો. કોઇ શંકા નથી કે વિજ્ઞાન તથા સાચ્ચી ઐતિહાસિક ઘટના પર આઘારિત ફિલ્મ પોતાનો પ્રભાવ છોડવા માટે સફળ થઇ છે. જોકે કેરેક્ટર્સ વધારે હોવાથી ઘણી જગ્યા પર ફિલ્મે સિનેમિેટિક લિબર્ટી લીધી છે. આ સાથે જ હોમ સાયન્સના આધાર પર મિશન મંગળના સફરને બતવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, પરંતુ સ્પેશિયલ ઇફેક્ટ્સના મામલામાં આ ફિલ્મ ક્યાંક નબળી પડે છે. VFX સારા હોત તો સ્પેસના સીન્સ વધારે સારા લાગી શકતા. જોકે ક્રિસ્પ સ્ટોરી, પ્રભાવશાળી બેકગ્રાઉન્ડ સ્કોર તથા જોરદાર ક્લાઇમેક્સ ફિલ્મનો પ્લસ પોઇન્ટ છે.
એક્ટિંગ:
મિશન મંગળની સ્ટાર કાસ્ટ ઘણી સ્ટ્રોંગ છે. જ્યાં અક્ષય કુમાર ખૂબ જ જનૂની ટીમ લીડર છે, અક્ષયે રાકેશ ધવનનું કેરેક્ટર સારી રીતે પ્લે કર્યુ છે. તેના વન લાઇનર્સ ઓડિયન્સને માત્ર હસાવતા નથી સાથે જ તાળીઓ પાડવા પણ મજબૂર કરી દે છે. એક્ટ્રેસ તરીકે વિદ્યા બાલન હંમેશાની જેમ પોતાનું મેજિક બતાવી દે છે. એક વૈજ્ઞાનિક અને માતા-પત્નીનું કેરેક્ટર જે રીતે તેણે પ્લે કર્યુ છે તે ખરેખરમાં વખાણવાલાયક છે. એકા ગાંધીના રોલમાં સોનાક્ષી હોટ લાગવાની સાથે કન્વિસિંગ લાગી રહી છે. તાપસીએ પોતાના કેરેક્ટરને સહજતાથી પ્લે કર્યા છે. શરમન જોશી, સંજય કપૂર, નિત્યા મેનન, કીર્તિ કુલ્હારી, અનંત અય્યરે પણ શાનદાર રીતે પોતાના રોલને જસ્ટિસ આપ્યો છે.
મ્યૂઝિક:
અમિત ત્રિવેદીએ ફિલ્મ મિશન મંગળ બેકગ્રાઉન્ડ સ્કોર શાનદાર આપ્યો છે, તો બાકીના સોંગ ઠીક-ઠાક છે.
ફિલ્મ જોવી કે નહી:
જો તમે પણ આઝાદીના દિવસે અને રક્ષાબંધનમાં પોતાની બહેનને ખુશ કરવા માંગો છો તો ચોક્કસથી તમે આ ફિલ્મ જોઇ શકો છો. તમારી અંદરની દેશભક્તિ ચોક્કસથી આ ફિલ્મ જોઇને વધી જશે...