બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ભારત / વિશ્વ / Most wanted terrorist and Jaish-e-Mohammed chief Maulana Masood Azhar killed

BIG NEWS / પાકિસ્તાનમાં માર્યો ગયો ભારતનો મોટો દુશ્મન? મસૂદ અઝહર બોમ્બ બ્લાસ્ટમાં માર્યો ગયો હોવાના દાવા, અગાઉ દાઉદ વિશે પણ ફેલાઈ હતી વાતો

Priyakant

Last Updated: 08:06 AM, 2 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Masood Azhar Killed Latest News: બહાવલપુર મસ્જિદમાંથી પરત ફરતી વખતે 'અજ્ઞાત વ્યક્તિઓ' દ્વારા કરવામાં આવેલા બોમ્બ વિસ્ફોટમાં માર્યો ગયો મસૂદ અઝહર ?

  • પાકિસ્તાનમાં એક બાદ એક ભારતના દુશ્મનોની અજ્ઞાત લોકો કરી રહ્યા છે હત્યા
  • મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહર માર્યો ગયો  
  • મસ્જિદમાંથી પરત ફરતી વખતે 'અજ્ઞાત વ્યક્તિઓ' દ્વારા કરવામાં આવેલા બોમ્બ વિસ્ફોટમાં માર્યો ગયો મસૂદ અઝહર

Masood Azhar Killed : પાડોશી દેશ પાકિસ્તાનમાં એક બાદ એક ભારતના દુશ્મનોની અજ્ઞાત લોકો હત્યા કરી રહ્યા છે. આ દરમિયાન વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહર સોમવારે બોમ્બ વિસ્ફોટમાં માર્યો ગયો છે. અપ્રમાણિત મીડિયા અહેવાલો અનુસાર, જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર સવારે 5 વાગ્યે બહાવલપુર મસ્જિદમાંથી પરત ફરતી વખતે 'અજ્ઞાત વ્યક્તિઓ' દ્વારા કરવામાં આવેલા બોમ્બ વિસ્ફોટમાં માર્યો ગયો હતો. જોકે, હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી.

મૌલાના મસૂદ અઝહર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો વડા હતો. પાકિસ્તાનમાં અપ્રમાણિત અહેવાલો દાવો કરે છે કે, મોસ્ટ વોન્ટેડ આતંકવાદી, કંદહારના અપહરણકર્તા, આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરને ભાવલપુર મસ્જિદમાંથી પરત ફરતી વખતે 'અજ્ઞાત લોકો' દ્વારા સવારે 5 વાગ્યે કરવામાં આવેલા બોમ્બ વિસ્ફોટમાં માર્યો ગયો હતો. 

અઝહરનો જન્મ 10 જુલાઈ 1968ના રોજ બહાવલપુર, પંજાબ, પાકિસ્તાનમાં થયો હતો. ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયન એરલાઈન્સ ફ્લાઈટ 814 (IC814)ના હાઈજેક બાદ જે આતંકવાદીઓને છોડાવવાની માંગ કરવામાં આવી હતી તેમાંથી એક મસૂદ અઝહર હતો. મસૂદ અઝહરે 13 ડિસેમ્બર 2001ના રોજ સંસદ પર આતંકવાદી હુમલાનું ષડયંત્ર પણ રચ્યું હતું. અહેવાલો સૂચવે છે કે, તે ઇસ્લામાબાદમાં પાકિસ્તાની ડીપ સ્ટેટની રક્ષણાત્મક કસ્ટડીમાં રહેતો હતો. 55 વર્ષીય આતંકવાદી ભાગ્યે જ પાકિસ્તાનના બહાવલપુરમાં રેલવે લિંક રોડ પર સ્થિત મરકઝ-એ-ઉસ્માન-ઓ-અલી સેમિનારીમાં જતો હતો.

ભારતમાં કયા કેસોમાં હતો મોસ્ટ વોન્ટેડ ? 

  • દિલ્હી પોલીસ દ્વારા 2001માં સંસદ પર થયેલા હુમલા અને પંજાબ પોલીસ દ્વારા 2016માં પઠાણકોટ એરબેઝ હુમલામાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
  • અઝહરે જૈશ-એ-મોહમ્મદ કેડરનો ઉપયોગ 5 જુલાઈ, 2005ના રોજ અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર પરના હુમલા સહિત ભારત પર ઘાતકી આતંકવાદી હુમલાઓ કરવા માટે કર્યો હતો.
  • 14 ફેબ્રુઆરી, 2019ના રોજ પુલવામામાં CRPF જવાનો પર હુમલો.
  • તેણે 3 જાન્યુઆરી, 2016 ના રોજ અફઘાનિસ્તાનના બલ્ખમાં મઝાર-એ-શરીફમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર હુમલાનું નિર્દેશન પણ કર્યું હતું.
  • તે અલ-કાયદાના વડા ઓસામા બિન લાદેન અને તાલિબાનના સ્થાપક મુલ્લા ઉમરનો નજીકનો સહયોગી હતો.

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ વિશે એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેને પાકિસ્તાનમાં ઝેર આપવામાં આવ્યું હતું. આ પછી દાઉદને ગંભીર હાલતમાં કરાચીની હોસ્પિટલમાં દાખલ કરવાના સમાચાર પણ સામે આવ્યા હતા. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે આ તમામ સમાચાર ફરી એકવાર અફવાઓ સિવાય બીજું કંઈ નથી. એક અહેવાલમાં દાઉદને ઝેર આપવામાં આવ્યું હોવાના સમાચારને નકારવામાં આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ