બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / Most of the reservoirs in the state are on alert mode, continuous rise in water level.

સાવચેતી / ઉકાઈ ડેમ ભયજનક સપાટીએ, કડાણાના 14 ગેટ તો સરદાર સરોવર ડેમના 23 ગેટ ખોલાયા, જાણો ગુજરાતના ડેમની સ્થિતિ

Dinesh

Last Updated: 11:57 PM, 17 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નર્મદા નદીમાં 19 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા નર્મદા નદી ગાંડીતૂર બની છે. નાંદોદ, તિલકવાડા અને ગરુડેશ્વર તાલુકાના નીચાણવાળા ગામોના લોકોને સુરક્ષિતસ્થળે ખસેડાયા છે.

  • ગુજરાતમાં ભાદરવો ભરપૂર, નદી નાળા ગાડાતૂર 
  • સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલયા
  • દાંતીવાડા ડેમના 4 દરવાજા ખોલાયા

ગુજરાતમાં ભાદરવો ભરપૂર વરસી રહ્યો છે. દેશમાં પણ મધ્યપ્રદેશ સહિતના રાજ્યમાં ભારે વરસાદ ખાબક્યો છે, જેના કારણે સરદાર સરોવર ડેમમાં 20 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. પાણીની આવક વધતા ડેમના 23 ગેટ ખોલયા છે, જેને લઈ નર્મદા નદીમાં 19 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા નર્મદા નદી ગાંડીતૂર બની છે. પાણીનો પ્રવાહ એટલો છે કે, હાઈવે પણ બંધ કરવાની નોબત આવી છે. બીજી તરફ તિલકવાડા, નાંદોદ, રાજપીપળા તેમજ ભરૂચમાંથી લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી પડી છે. જ્યારે તાપી નદી પરના ઉકાઈ ડેમની જળસપાટીમાં પણ વધારો થયો છે, તો  દાંતીવાડા ડેમના 4 દરવાજા ખોલાયા છે. સુરત જિલ્લાની તાપી નદી પરના ઉકાઈ ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.

નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા
નર્મદા નદીમાં 19 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા નર્મદા નદી ગાંડીતૂર બની છે. નાંદોદ, તિલકવાડા અને ગરુડેશ્વર તાલુકાના નીચાણવાળા ગામોના 800 લોકોને સુરક્ષિતસ્થળે ખસેડાયા છે. SOUની બસો આખી રાત દોડી બોરિયા સ્કૂલમાં લોકોનું  સ્થળાંતર કરાયું છે. નર્મદા જિલ્લાના નર્મદા નદી પાસે આવેલા 10થી વધુ ગામોના લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા છે. વડોદરા ભરૂચ અને નર્મદાનાં કાંઠાના ગામોને ભારે અસરથી અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. 

ઉકાઈ ડેમની જળસપાટીમાં સતત વધારો
તાપી નદી પરના ઉકાઈ ડેમની જળસપાટીમાં સતત વધારો નોંધાયો છે. ભારે વરસાદને લઈ ઉકાઈ ડેમની જળસપાટી 342.40 ફૂટ નોંધાઈ છે જ્યારે ભયજનક સપાટી 345 ફૂટ  છે. ડેમમાં પાણીની આવકને લઈ 15 દરવાજા ખોલાયા છે. વરસાદને લઈ 4 લાખ 93 હજાર ક્યૂસેક પાણીની આવક નોંધાઈ છે. પાણીની આવક સામે ઉકાઈ ડેમમાંથી 2 લાખ 88 હજાર 548 ક્યૂસેક પાણીની જાવક છે.

દાંતીવાડા ડેમના 4 દરવાજા ખોલાયા
બનાસકાંઠા જિલ્લામાં અને દક્ષિણ રાજસ્થાનમાં સારા વરસાદને લીધે બનાસકાઠાં જિલ્લામાં આવેલ દાંતીવાડા બંધમાં સારા પ્રમાણમાં પાણીની આવક થતાં દાંતીવાડા ડેમના 4 દરવાજા ખોલીને ડેમમાંથી 10,659 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. હજુ પણ વધુ પાણી છોડવામાં આવવાની સંભાવના છે. નદીના વહેણ વિસ્તાર અને નીચાણવાળા વિસ્તારના ગામલોકોને ખાસ કાળજી લેવા વહીવટી તંત્ર સૂચનો આપ્યા છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ