બ્રેકિંગ ન્યુઝ
ParthB
Last Updated: 12:13 PM, 4 June 2021
ADVERTISEMENT
જો પૈસા ભૂલથી બીજા કોઈ અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જાય તો ત્રણ જ દિવસમાં કરો આ કામ
ઘણી વખત તમે એવું સાંભળ્યું હશે અથવા અનુભવ્યું હશે કે પૈસા ભૂલમાંથી બીજા કોઈ અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયા હોય. ત્યારે લોકો એવું માની લે છે કે હવે એ પૈસા પાછા નહીં આવે. પરંતુ એવું નથી, જો તમારાથી કે પછી તમારા કોઈ ઓળખીતા દ્વારા આવી ભૂલ થઈ ગઈ હોય તો તમે એ પૈસા પાછા મેળવી શકો છો. આ માટે માત્ર તમારે બેંકની આ પ્રોસેસ કરી લેવાની છે, જેથી સરળતાથી પૈસા પાછા આવી જાય. તો જાણી લો કે તમારે શું પ્રોસેસ કરવાની છે.
ADVERTISEMENT
આ રીતે મેળવો પૈસા પાછા
જો તમે ભૂલથી કોઈ બીજા વ્યક્તિને પૈસા ટ્રાન્સફર કરી દો છો તો સૌથી પહેલા તમારી બેંકમાં જઈ એ જાણો કે પૈસા કયા અકાઉન્ટમાં ગયા છે. કારણકે તમે થર્ડ પાર્ટી એપ દ્વારા માત્ર ફોન નંબરથી પૈસા ટ્રાન્સફર કર્યા હશે તો તમને એ જાણ નહીં હોય કે એ ધારકનો અકાઉન્ટ નંબર શું છે. હવે આ અકાઉન્ટ નંબર જાણીને તમે એ ધારકની બેંકનો સંપર્ક કરો. આ પહેલા તમારી બેંક પાસેથી એ વાતનું પ્રમાણપત્ર લઈ લો કે એ પૈસા ભૂલથી ટ્રાન્સફર થયા છે જેથી તમને પૈસા પાછા મળી જાય. રિઝર્વ બેંકના નિયમ અનુસાર જો તે વ્યક્તિ તમારી પરવાનગી વિના પૈસા લઈ લે છે તો તમારે ત્રણ દિવસમાં જ તમારી શાખાનો સંપર્ક કરવાનો રહેશે. આ પ્રોસેસ દ્વારા તમે તમારા પૈસા પાછા મેળવી શકો છો.
ઓનલાઇન ફ્રોડ છેલ્લા ઘણા સમયથી વધી ગયા
છેલ્લા કેટલાક સમયથી આવા કિસ્સાઓ ઘણા વધી ગયા છે, જેમાં મોબાઈલ નંબર દ્વારા પૈસા ટ્રાન્સફર કરતાં સમયે એકાદ નંબર ખોટો લખતાપૈસા કોઈ બીજાના અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જતાં હોય છે. આ ઉપરાંત ફોનમાં આવતા ફ્રોડ કોલ્સને કારણે પણ ક્યારેક ગ્રાહક લાલચમાં આવી બેંકની પર્સનલ માહિતી ફ્રોડ કરવા વાળા લોકોને આપી દેતાં હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.