બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Mohammed Shami got but these 4 star cricketers from Dhoni to Nehra could not win Arjuna Award

ક્રિકેટ / મહોમ્મદ શમીને મળ્યો પણ ધોનીથી લઈને નેહરા સુધી આ 4 સ્ટાર ક્રિકેટર્સ ન જીતી શક્યા અર્જુન ઍવોર્ડ

Megha

Last Updated: 01:35 PM, 10 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઇકાલે મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, પણ ધોની સહિત ભારતના કેટલાક એવા સ્ટાર ક્રિકેટરો પર નજર કરીએ જેમણે ક્યારેય અર્જુન એવોર્ડ જીત્યો નથી.

  • મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. 
  • ભારતના આ સ્ટાર ક્રિકેટરો ક્યારેય અર્જુન એવોર્ડ જીત્યો નથી. 
  • મહેન્દ્ર સિંહ ધોની પણ ક્યારેય અર્જુન એવોર્ડ જીતી શક્યા નથી. 

ભારતના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને તાજેતરમાં અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંગળવારે રાષ્ટ્રપતિ ભવનમાં એક સમારોહમાં મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કર્યા હતા. એ વાત તો જાણીતી જ છે કે ગયા વર્ષે ODI વર્લ્ડ કપમાં 7 મેચમાં 24 વિકેટ ઝડપી હતી અને ભારતને ફાઇનલમાં લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. એવામાં ચાલો આપણે ભારતના કેટલાક એવા સ્ટાર ક્રિકેટરો પર નજર કરીએ જેમણે ક્યારેય અર્જુન એવોર્ડ જીત્યો નથી.

Mohammad Shami says i will join the team in england test series

1. મહેન્દ્ર સિંહ ધોની
મહેન્દ્ર સિંહ ધોની વિશ્વનો એકમાત્ર એવો કેપ્ટન છે જેણે ત્રણ મોટી ICC ટ્રોફી જીતી છે. મહેન્દ્ર સિંહ ધોનીને પદ્મ ભૂષણ અને રાજીવ ગાંધી ખેલ રત્ન સહિત ઘણા મોટા પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે મહેન્દ્ર સિંહ ધોની ક્યારેય અર્જુન એવોર્ડ જીતી શક્યા નથી. ધોનીની કપ્તાની હેઠળ, ભારતે ICC T20 વર્લ્ડ કપ (2007), ODI વર્લ્ડ કપ (2011) અને ICC ચેમ્પિયન્સ ટ્રોફી (2013)નો ખિતાબ જીત્યો છે. આ સિવાય ભારત 2009માં પ્રથમ વખત ટેસ્ટમાં નંબર વન બન્યું હતું.

2. સુરેશ રૈના
ભૂતપૂર્વ ડાબોડી બેટ્સમેન સુરેશ રૈના ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ભારત માટે સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન હતા. સુરેશ રૈનાના નામે IPL અને T20 ઈન્ટરનેશનલમાં સંયુક્ત રીતે 6,000થી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. જો કે આટલું છતા સુરેશ રૈનાએ ક્યારેય અર્જુન એવોર્ડ જીત્યો નથી. 

3. કૃષ્ણમાચારી શ્રીકાંત
1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય કૃષ્ણમાચારી શ્રીકાંતે ક્યારેય અર્જુન એવોર્ડ જીત્યો નથી. શ્રીકાંતના નામે 2,062 ટેસ્ટ રન અને 4,091 ODI રનનો રેકોર્ડ છે.

વધુ વાંચો: મેં જ કહ્યું છે કે હું મેદાન પર આવું એટલે સ્ટેડિયમમાં ભજન વગાડો: આ સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો

4. આશિષ નેહરા
ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર આશિષ નેહરાને પણ ક્યારેય અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો ન હતો. વર્લ્ડ કપ 2003 (6/23)માં આશિષ નેહરાના યાદગાર બોલિંગ સ્પેલને બધાને યાદ છે. આશિષ નેહરાએ ભારત માટે વનડેમાં 157, ટેસ્ટમાં 44 અને T20 આંતરરાષ્ટ્રીયમાં 34 વિકેટ લીધી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ