બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ

logo

રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ

logo

અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ

logo

નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

logo

અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત

logo

અંબાજીમાં વરસાદની રિ-એન્ટ્રી, યાત્રિકો ભીંજાયા

logo

PoK ભારતનો હિસ્સો અને તેને અમે લઇને જ રહીશું: ગૃહમંત્રી અમિત શાહ

logo

'આશા છે કે પાકિસ્તાનને પણ નરેન્દ્ર મોદી જેવા PM મળે': પાકિસ્તાની મૂળના અમેરિકન બિઝનેસમેન

logo

ગાંધીનગરમાં લગ્નની લાંલચે લૂંટાયા 3 યુવકો

logo

મુંબઇમાં આજે PM મોદીનો મેગા રોડ શો

VTV / સ્પોર્ટસ / Cricket / I said them when i come on the field play the bhajan in the stadium: The star player keshav maharaj revealed

VIDEO / મેં જ કહ્યું છે કે હું મેદાન પર આવું એટલે સ્ટેડિયમમાં ભજન વગાડો: આ સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો

Megha

Last Updated: 09:18 AM, 10 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથ આફ્રિકાના સ્પિનર કેશવ મહારાજ બેટિંગ કરવા મેદાનમાં આવે છે, ત્યારે મોટાભાગે સ્ટેડિયમમાં 'રામ સિયા રામ' ગીત વગાડવામાં આવે છે. આવું શા માટે? કેશવે પોતે કર્યો મોટો ખુલાસો..

  • કેશવ મહારાજ બેટિંગ કરવા આવે ત્યારે ડીજે  'રામ સિયા રામ' ગીત વગાડે 
  • કેશવ મહારાજે પોતે જ ખુલાસો કર્યો કે આ ગીત માટે વગાડવામાં આવ્યું હતું?
  • ગીત દ્વારા કેશવ તેની અદ્ભુત કારકિર્દી માટે ભગવાનનો આભાર માને છે. 

ક્રિકેટના મેદાનમાં જ્યારે મેચ ચાલી રહી હોય, ત્યારે ડીજેનું ગીત વાગે તે સ્વાભાવિક છે. આનાથી દર્શકોને મેચનો ભરપૂર આનંદ માણવાની તક મળે છે. પરંતુ એવું ભાગ્યે જ બને છે કે મેચમાં કોઈ ક્રિકેટર દ્વારા વિનંતી કરાયેલ ગીત ડીજે પર વગાડવામાં આવે. જો કે સાઉથ  આફ્રિકાના સ્પિનર ​​કેશવ મહારાજ સાથે આવું જ કઇંક થાય છે. જ્યારે પણ મહારાજ બેટિંગ કરવા મેદાનમાં આવે છે, ત્યારે મોટાભાગે સ્ટેડિયમમાં 'રામ સિયા રામ' ગીત વગાડવામાં આવે છે. 

એવામાં હવે સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમના સ્પિનર ​​કેશવ મહારાજે ખુલાસો કર્યો છે કે જ્યારે તેઓ ભારત સામેની ટેસ્ટ સીરિઝ દરમિયાન બેટિંગ કરવા આવ્યા ત્યારે 'રામ સિયારામ' ગીત શા માટે વગાડવા કહ્યું હતું. કેશવ મહારાજના કહેવા પ્રમાણે, તેણે પોતે ડીજેને કહ્યું હતું કે જ્યારે તે બેટિંગ કરવા આવે ત્યારે આ ગીત વગાડે અને કેશવ મહારાજે તેની પાછળ મોટું કારણ જણાવ્યું છે. તેણે કહ્યું કે આ તેને તેના ઝોનમાં આવવા અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે તાજેતરમાં રમાયેલી સીમિત ઓવરોની સીરિઝ દરમિયાન અને ત્યારબાદ ટેસ્ટ સીરિઝ દરમિયાન પણ આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું. નોંધનીય છે કે કેએલ રાહુલે ટેસ્ટ સિરીઝ દરમિયાન કેશવ મહારાજને પણ પૂછ્યું હતું, પરંતુ તેણે તે સમયે તેનો જવાબ આપ્યો ન હતો. 

હવે આ વિશે ખુલાસો કરતાં 33 વર્ષીય મહારાજે કહ્યું કે તેમણે જ વિનંતી કરી હતી કે તેઓ જ્યારે પણ મેદાનમાં આવે ત્યારે આ ભક્તિ ગીત વગાડવામાં આવે. મહારાજ કહે છે કે તેઓ આ ગીત દ્વારા તેમની અદ્ભુત કારકિર્દી માટે ભગવાનનો આભાર માને છે. નોંધનીય છે કે ભારત સામે તમામ ફોર્મેટમાં પાંચ વિકેટ લીધી હતી. ડાબા હાથના સ્પિનરે તાજેતરમાં 2023 ODI વર્લ્ડ કપમાં 10 મેચમાં 4.15ના ઇકોનોમી રેટથી 15 વિકેટ લીધી હતી.

કેશવ મહારાજે કહ્યું કે, 'મેચ દરમિયાન મેં પોતે આ ગીત વગાડવા માટે કહ્યું હતું. ભગવાનનો મારા પર ખૂબ આશીર્વાદ રહ્યો છે અને એમને હંમેશા મને રસ્તો બતાવ્યો છે, તેથી ઓછામાં ઓછું હું આં તો કરી શકું છું. આ મને મારા ઝોનમાં આવવા મદદ કરે છે. જ્યારે તમે મેદાનમાં પ્રવેશો છો, ત્યારે બેકગ્રાઉન્ડમાં 'રામ સિયારામ' ની ધૂન સાંભળીને આનંદ થાય છે.

વધુ વાંચો: સ્પોર્ટ્સ હર્નિયાથી પીડાઈ રહ્યો છે સૂર્યકુમાર યાદવ: શું છે આ બીમારી, જેનું ઓપરેશન કરાવવા જવું પડશે જર્મની

કોણ છે કેશવ મહારાજ? 
જણાવી દઈએ કે કેશવ મહારાજનો ભારત સાથે ખાસ સંબંધ છે. તેમના પૂર્વજો મૂળ યુપીના સુલતાનપુરના રહેવાસી હતા. જો કે, વર્ષ 1874 માં, તેઓ આફ્રિકાના ડરબનમાં સ્થાયી થયા. દક્ષિણ આફ્રિકાના ખેલાડીનું પૂરું નામ કેશવ આત્માનંદ મહારાજ છે. આ સિવાય જ્યારે તે ભારતની મુલાકાતે આવે છે ત્યારે મંદિરની મુલાકાત લેવાનું ભૂલતા નથી. જેની તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ