બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Suryakumar Yadav Suffering From Sports Hernia: What Is This Disease, He Has To Go To Germany For Operation

ક્રિકેટ / સ્પોર્ટ્સ હર્નિયાથી પીડાઈ રહ્યો છે સૂર્યકુમાર યાદવ: શું છે આ બીમારી, જેનું ઓપરેશન કરાવવા જવું પડશે જર્મની

Megha

Last Updated: 01:05 PM, 9 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂર્યકુમાર યાદવને સ્પોર્ટ્સ હર્નિયા હોવાનું નિદાન થયું છે, કહેવાય રહ્યું છે કે સૂર્યા ટૂંક સમયમાં સર્જરી માટે જર્મની જશે, જેથી IPL 2024 ની પ્રથમ કેટલીક મેચો રમી શકશે નહીં.

  • સ્પોર્ટ્સ હર્નિયાથી પીડાઈ રહ્યો છે સૂર્યકુમાર યાદવ. 
  • ચાલો જાણીએ કે આ સ્પોર્ટ્સ હર્નીયા છે શું?
  • સૂર્યા IPL 2024 ની પ્રથમ કેટલીક મેચો રમી શકશે નહીં. 

7 જાન્યુઆરીના રોજ અફઘાનિસ્તાન સામેની T-20 સિરઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ઇજાગ્રસ્ત સૂર્યકુમાર યાદવની પસંદગી કરવામાં આવી ન હતી. સાથે જ એવા અહેવાલો છે કે સૂર્યકુમાર રણજી ટ્રોફીમાં પણ ભાગ લઈ શકશે નહીં. એવું પણ માનવામાં આવે છે કે તે ઇન્ડિયન પ્રીમિયર લીગ એટકે કે IPL 2024 ની પ્રથમ કેટલીક મેચો રમી શકશે નહીં.  હવે તેની પાછળનું કારણ શું છે? ચાલો જાણીએ.. 

એક અહેવાલમાં એવું જાણવા મળ્યું છે કે BCCIના એક સૂત્ર મુજબ સૂર્યકુમારને સ્પોર્ટ્સ હર્નિયા હોવાનું નિદાન થયું છે અને હાલ તે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે. સાથે જ એમ પણ જણાવ મળ્યું છે કે સૂર્યા ટૂંક સમયમાં સ્પોર્ટ્સ હર્નીયાની સર્જરી માટે જર્મની જશે. આનો અર્થ એ છે કે તે ચોક્કસપણે રણજી ટ્રોફીની આ સિઝનમાં મુંબઈ માટે રમી શકશે નહીં અને તે IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સ માટે પ્રથમ કેટલીક મેચો પણ ચૂકી શકે છે.

હવે એ જાણીએ કે આ સ્પોર્ટ્સ હર્નીયા છે શું? તો અહેવાલ અનુસાર 'સ્પોર્ટ્સ હર્નીયા એ કોઈ પણ વ્યક્તિની કમર કે નીચલા પેટના વિસ્તારમાં સ્નાયુ, લીગામેન્ટ અથવા તમારા ટેંડન ટીયર કે અથવા મચકોડ છે. સ્પોર્ટ્સ હર્નીયા એ લોકોમાં વધુ જોવા મળે છે જે ખેલાડીઓ છે કે જે લોકો અલગ અલગ સ્પોર્ટ્સ રમે છે. 

'સ્પોર્ટ્સ હર્નિયા ફૂટબોલ, ક્રિકેટ, કુસ્તી અને આઈસ હોકી જેવી વધુ જોરશોરથી થતી રમતો રમતા ખેલાડીઓમાં વધુ જોવા મળે છે. આ રમતોમાં ખેલાડીઓએ સ્થિર પગ હોય ત્યારે શરીરને ફેરવવાનું હોય છે. આના કારણે, તમારી કમર અથવા નીચલા પેટની નરમ પેશીઓ ફાટી શકે છે.' જાણીતું છે કે જોહાનિસબર્ગમાં છેલ્લી T20 મેચ દરમિયાન સૂર્યકુમારને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી.

વધુ વાંચો: મોહમ્મદ શમી સહિત 26 ખેલાડીઓ અર્જુન એવોર્ડથી સન્માનિત, કહ્યું 'જાણે કોઇ સપનું હોય', થયો ભાવુક

સૂર્યકુમાર યાદવે તેની છેલ્લી સીરિઝ સાઉથ આફ્રિકાના પ્રવાસ પર રમી હતી, જ્યાં T20 સીરિઝ 1-1થી બરાબર થઈ હતી. આ પછી તેને હર્નિયાનું ઓપરેશન કરાવવું પડ્યું. ઓપરેશન બાદ સૂર્યકુમાર યાદવને ફરીથી ફિટનેસ મેળવવામાં લગભગ 8 થી 9 અઠવાડિયાનો સમય લાગશે. 

વર્ષ 2022માં ભારતના સ્ટાર વિકેટકીપર કેએલ રાહુલને પણ સ્પોર્ટ્સ હર્નિયા થયો હતો, આ માટે એમને એ વર્ષે જુલાઈ મહિનામાં જર્મનીમાં જ સર્જરી કરાવી હતી. એ સમયે રાહુલ પણ ઇજાને કારણે આઈપીએલ પછી કેટલાક મહિના ક્રિકેટથી દૂર રહ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ