બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / સ્પોર્ટસ / Cricket / Mitchell Marsh bowls Maxwell-like storming innings, Australia beat Bangladesh, who will they play against in the semi-final

world cup / મિચેલ માર્શે ખેલી મેક્સવેલ જેવી તોફાની ઈનિંગ, ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને હરાવ્યું, કોની સામે રમશે સેમી ફાઈનલ

Vishal Khamar

Last Updated: 07:45 PM, 11 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મિશેલ માર્શની તોફાની સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ 2023ની મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું છે. ઓલરાઉન્ડર મિચેલ માર્શે ટીમ માટે મેક્સવેલની જેમ તોફાની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ વખત 300થી વધુના લક્ષ્યનો પીછો કર્યો છે.

  • ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને 8 વિકેટે હરાવ્યું
  • મિચેલ માર્શેએ 87 બોલમાં સદી ફટકારી
  • વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની સતત 7મી જીત 

ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ 2023ની તેની છેલ્લી ગ્રુપ મેચમાં બાંગ્લાદેશને 8 વિકેટે હરાવ્યું હતું. પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે તૌહિદ હૃદય (74 રન)ની અડધી સદીની મદદથી બાંગ્લાદેશે આઠ વિકેટે 306 રન બનાવ્યા હતા. મિચેલ માર્શની તોફાની સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ આસાનીથી મેચ જીતી લીધી હતી. ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયાની આ સતત 7મી જીત છે. ટૂર્નામેન્ટમાં બાંગ્લાદેશની આ 7મી હાર છે. 

માર્શની તોફાની બેટીંગ
આ મેચમાં ઓસ્ટ્રેલિયા માટે મિચેલ માર્શે તોફાની સદી ફટકારી હતી. ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવેલા માર્શે 87 બોલમાં સદી ફટકારી હતી. આ પછી તેણે વધુ ઝડપથી રન બનાવવાનું શરૂ કર્યું. તેણે 132 બોલમાં 177 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં 17 ચોગ્ગા અને 9 છગ્ગાનો સમાવેશ થાય છે. મેક્સવેલે ઓસ્ટ્રેલિયા માટે છેલ્લી મેચમાં પણ આવી જ ઈનિંગ રમી હતી. જોકે માર્શ ન તો મેક્સવેલની જેમ દબાણમાં હતો કે ન તો તે ઈજાગ્રસ્ત થયો હતો.

ઓપનર ડેવિડ વોર્નરે ઓસ્ટ્રેલિયાને સારી શરૂઆત અપાવી હતી. પરંતુ હેયસ માત્ર 10 રન બનાવીને આઉટ થયો હતો. વોર્નરે 53 રનની ઇનિંગ રમી હતી. વોર્નર 132ના સ્કોર પર આઉટ થયા બાદ માર્શે સ્મિથ સાથે મળીને ટીમને જીત તરફ દોરી હતી. સ્મિથ 67 રન બનાવીને અણનમ રહ્યો હતો.

તૌહીદ હૃદયે પાંચ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા
તૌહીદ હૃદય તેની 79 બોલની ઇનિંગ દરમિયાન પાંચ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. બેટિંગ માટે આમંત્રિત કર્યા પછી, 22 વર્ષીય તૌહીદ હૃદય સિવાય કોઈ બાંગ્લાદેશી બેટ્સમેન તેની શરૂઆતને મોટી ઇનિંગ્સમાં બદલી શક્યો નહીં. એડમ ઝમ્પાએ (32 રનમાં 2 વિકેટ) બે વિકેટ ઝડપી હતી અને તેને આ વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં ટોચ પર લઈ ગયો હતો. પોતાની પ્રથમ મેચ રમી રહેલા સીન એબોટે (61 રનમાં 2 વિકેટ) પણ બે વિકેટ ઝડપી હતી.

બાંગ્લાદેશની શરૂઆત સારી રહી હતી
બાંગ્લાદેશના ઓપનર લિટન દાસ (36 રન) અને તંજીદ હસને (36 રન) સારી શરૂઆત આપી હતી કારણ કે ટીમે વિકેટ ગુમાવ્યા વિના 76 રન બનાવી લીધા હતા. લિટન દાસે પણ આઠમી ઓવરમાં એબોટ પર ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા અને ત્યારબાદ તંજીદે મિચેલ માર્શ પર ચોગ્ગા ફટકારીને ટીમના 50 રન 49 બોલમાં પૂરા કર્યા હતા. તંજીદ એબોટના શોર્ટ બોલ પર આ જ બોલર દ્વારા કેચ આઉટ થયો હતો. નઝમુલ હુસૈન શાંતો (45 રન) પણ સારા ફોર્મમાં જોવા મળ્યો હતો, તેણે માર્શ પર બે ચોગ્ગા પણ ફટકાર્યા હતા કારણ કે બાંગ્લાદેશે 15.1 ઓવરમાં એક વિકેટે 100 રન પૂરા કર્યા હતા. ત્યાર બાદ ઝામ્પાએ લિટનની વિકેટ લીધી જે લોંગ ઓન પર માર્નસ લાબુશેનને કેચ આપીને પેવેલિયન પહોંચ્યો હતો.

પાકિસ્તાન સેમી ફાઈનલની રેસમાંથી આઉટ 
પાકિસ્તાન પાસે કીવી ટીમને પાછળ છોડવાની તક હતી પરંતુ પાકિસ્તાને તે તક ગુમાવી દીધી હતી. ઈંગ્લેન્ડ તરફથી બાકી રહેલા 284 બોલના ટાર્ગેટને હાંસલ કરવાનો હોવાથી પાકિસ્તાનની ટીમની સેમિ ફાઈનલમાં પ્રવેશવાની આશા લગભગ પુરી થઈ ગઈ છે. ન્યૂઝીલેન્ડની ટીમે મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની સતત ચોથી આવૃત્તિની સેમિ ફાઈનલમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ન્યૂઝીલેન્ડની ટીમ 2007, 2011, 2015, 2019 અને 2023માં ટોપ-4માં જગ્યા બનાવવામાં સફળ રહી છે. ન્યુઝીલેન્ડની ટીમે મેન્સ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો નથી પરંતુ બે વાર ફાઈનલમાં આવી છે. 

ટોપ-4માં કઈ કઈ ટીમ 
શ્રીલંકા જીતની સાથે ન્યુઝીલેન્ડ પોઈન્ટ ટેબલમાં ચોથા નંબરે આવ્યું છે. 5 જીત સાથે ન્યૂઝીલેન્ડના 10 પોઈન્ટ છે. પહેલા નંબરે ભારત (16), બીજા નંબરે સાઉથ આફ્રિકા (12) ત્રીજા નંબરે ઓસ્ટ્રેલિયા (10) અને ચોથા નંબરે ન્યુઝીલેન્ડ (10) પોઈન્ટ છે. 

કોની કોની વચ્ચે સેમી ફાઈનલ
પહેલી સેમી ફાઈનલ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે- 15 નવેમ્બરે થશે
બીજી સેમી ફાઈનલ સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થશે 

કોણ આવશે ફાઈનલમાં
ફાઈનલને લઈને પણ અટકળોનું બજાર ગરમ છે. વર્લ્ડ કપમાં કુલ બે સેમી ફાઈનલ છે. પહેલી સેમી ફાઈનલ ભારત અને ન્યુઝીલેન્ડ તો બીજી સેમી ફાઈનલ સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. ચારે ટીમો મજબૂત છે પરંતુ વર્લ્ડ કપની ફાઈનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયાનો મજબૂત દાવો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ