બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / બિઝનેસ / ministry of health is involved in the supply of medicines used in black fungus licenses given to five more producers ann

Mucormycosis / બ્લેક ફંગસની દવાના સપ્લાયને પહોંચી વળવામાં લાગ્યુ સ્વાસ્થ્ય મંત્રાલય, વધુ 5 ઉત્પાદકોને આપવામાં આવ્યા લાયસન્સ

Dharmishtha

Last Updated: 07:43 AM, 22 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એમ્ફોટેરિસિન- બીના ઉત્પાદનને વધારવા માટે દેશમાં 5 વધારે ઉત્પાદકોનો લાયસન્સ આપવામાં આવ્યુ છે.

  •  દવા એમ્ફોટેરિસિન- બીના સપ્લાય અને ઉપલબ્ધતાને વધારવા માટે તમામ શક્ય પ્રયાસો 
  •  5 વધારે ઉત્પાદકોનો આ માટે લાયસન્સ આપવામાં આવ્યુ 
  • ફંગલ રોધી દવા એમ્ફોટેરિસિન બીની પણ અછત આવી

 5 વધારે ઉત્પાદકોનો આ માટે લાયસન્સ આપવામાં આવ્યુ 

ભારતમાં વધી રહેલા મ્યૂકોરમાયકોસિસ મામલા બાદ સ્વાસ્થ્ય મંત્રાલયે ઉપયોગમાં લેવાતી દવાના સપ્લાયમાં જોડાઈ ગયુ છે. મ્યુકોરમાયકોસિસ અથવા બ્લેક ફંગસની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવનારી દવા એમ્ફોટેરિસિન- બીના સપ્લાય અને ઉપલબ્ધતાને વધારવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.  જેના ઉત્પાદનને વધારવા માટે દેશમાં 5 વધારે ઉત્પાદકોનો આ માટે લાયસન્સ આપવામાં આવ્યુ છે.  જ્યારે હાલમાં 5 ઉત્પાદક સતત ઉત્પાદન વધારવામાં લાગ્યા છે.

ફંગલ રોધી દવા એમ્ફોટેરિસિન બીની પણ અછત આવી

અનેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોનાની સાથે અથવા પછીથી મ્યુકોરમાયકોસિસના કેસ આવી  રહ્યા છે. મ્યુકોરમાયકોસિસ અથવા બ્લેક ફંગસ એક રીતે ફંગલ ઈન્ફેક્શન છે જે કોરોનાના દર્દીને ખાસ કરીને ડાયબિટીસ છે તેમની સારવાર દરમિયાન સ્ટેરોઈડના ઉપયોગથી થયો છે તેમને થઈ રહ્યુ છે. આની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવેલી ફંગલ રોધી દવા એમ્ફોટેરિસિન બીની પણ અછત આવી છે.  જે બાદ ફાર્મા વિભાગ અને વિદેશ મંત્રાલયની સાથે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય એમ્ફોટેરિસિન બી દવાના ઘરેલુ ઉત્પાદનમાં વધારો કરવા માટે સક્રિય પ્રયાસ કરી રહ્યા છે.

દેશોમાં એમ્ફોટેરિસિન બી કે હાજર 5 ઉત્પાદક અને એક આયાતકાર છે

ભારત સીરમ અને વેક્સિન લીમિટેડ
બીડીઆર ફાર્માસ્યૂટિકલ્સ લિમિટેડ
સનફાર્મા લિમિટેડ
સિપલા લિમિટેડ
લાઈફ કેર ઈનોવેશન
માઈલેન લેબ્સ (આયાતકાર)

કેટલુ છે દવાનું ઉત્પાદન અને ઉપલબ્ધતા

એપ્રિલમાં આ કંપનીઓની ઉત્પાદન ક્ષમતા ઘણી મર્યાદિત હતી. આ ઘરેલુ ઉત્પાદકો મેમાં કુલ મળીને 1, 63, 752 વાયલનું ઉત્પાદન કરે છે. તેના ઉત્પાદનને જૂન મહિનામાં 2, 55 114 વાયલ સુધી વધારવામાં આવ્યુ છે.   આ ઉપરાંત દવાની ઘરેલુ ઉપલૂબ્ધતાના માધ્યમથી પુરી કરવા માટે મેમાં એમ્ફોટેરિસિન બીની 3, 63, 000 વાયલની આયાત કરવામાં આવશે.  જેનાથી દેશમાં અનેક કુલ ઉપબલ્ધતા 5, 26, 752 વાયલ રહેશે. જેમાં ઘરેલુ ઉત્પાદન સામેલ છે.   ત્યારે જૂન 2021માં 3, 15, 000 વાયલની આયાત કરવામાં આવશે. જેનાથી જૂનમાં ઘરેલુ ઉપલબ્ધતા વધીને 5, 70, 114 વાયલ સુધી કરવામાં આવશે. ત્યારે દેશમાં 5 વધારે ઉત્પાદકોને આ દવાના ઉત્પાદન માટે લાયસન્સ આપવામાં આવશે.

નૈટકો ફાર્માસ્યૂટિકલ્સ, હૈદરાબાદ
એલેમ્બિક ફાર્માસ્યૂટિકલ્સ, વડોદરા
ગાફિક બાયોસાઈન્સ લિમિટેડ, ગુજરાત
એમક્યોર ફાર્માસ્યૂટિકલ્સ, પૂણે
લાઈકા, ગુજરાત

કુલ મળીને આ કંપનીઓ જુલાઈ 2021થી દર મહિને એમ્ફોટેરિસિન- બીની 1, 11,000  વાયલનું ઉત્પાદન કરશે. આ ઉપરાંત સ્વાસ્થ્ય મંત્રાલય વિદેશ મંત્રાલયની સાથે બાકી દુનિયાના દેશોમાંથી એમ્ફોટેરિસિન બી દવાની આયાત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ