બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / Meteorological department and Ambalal made similar predictions, Gujarat government's new plan for farmers, PM Trudeau's heart broken

2 મિનિટ 12 ખબર / હવામાન વિભાગ અને અંબાલાલે કરી એક જેવી આગાહી, ગુજરાત સરકારની ખેડૂતો માટે નવી યોજના, PM ટ્રુડોનું દિલ તૂટયું

Vishal Khamar

Last Updated: 07:22 AM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં સતત મોંઘવારી વધી રહી છે. ત્યારે ગત રોજ અદાણીએ સીએનજીનાં ભાવમાં વધારો કર્યો હતો. તો સુરતમાં બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની કરપીણ હત્યા કરનાર આરોપીને કોર્ટે ફાંસીની સજા સંભળાવતા હર્ષ સંઘવીએ પોલીસ તેમજ સરકારી વકીલનો આભાર માન્ય હતો. કૂનો નેશનલ પાર્કમાં વધુ એક માદા ચિત્તાનું નિધન થયું છે. 26 માર્ચથી અત્યાર સુધીમાં 3 બચ્ચાંઓ સહિત 9 ચિત્તાઓનાં મોત થયા છે.

સ્થાનિક હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં આગામી 3 દિવસ  વરસાદી માહોલ યથાવત્ રહેશે. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદની આગાહી છે. આ સાથે જ આજે સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા અને પંચમહાલમાં વરસાદની સંભાવના છે. આજે દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને આગાહી કરી છે કે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં  વરસાદ રહેશે જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 2થી 5 ઓગસ્ટ સુધી વરસાદ રહેશે.ત્યારે તાજેતરમાં પડેલ વરસાદે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રનાં અમુક વિસ્તારોમાં મનમુકીને વરસતા જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી.

ગુજરાતના ખેડૂતો પણ સમૃદ્ધ બની દેશના આર્થિક વિકાસના ભાગીદાર બને તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર ખેડૂતહિતલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. તેવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ તેમજ કૃષિ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શનથી રાજ્યમાં બાગાયત ખેતી કરતા ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે બાગાયત ખેતી કરતા ખેડૂતોના હિતાર્થે વર્ષ ૨૦૨૩-૨૪ના અંદાજપત્રમાં રૂ. ૪૦ કરોડની જોગવાઈ સાથે જાહેર કરાયેલી યોજના અમલમાં મૂકાઇ છે.

 રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ વધુ પારદર્શક વહીવટ માટે ટેકનોલોજીની મદદથી ડીજીટાઈઝેશન પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે ત્યારે ટ્રસ્ટની સ્થાવર મિલકત તબદિલ કરવા અંગેની કાર્યવાહી જે મેન્યુઅલ કરવામાં આવતી હતી તેને હવે ફરજિયાત ઓનલાઇન e-Auction Portal Application મારફતે હાથ ધરવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું છે.

દેશમાં સતત વધતી મોંઘવારીથી જનતા ત્રસ્ત છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. આ વચ્ચે હવે અદાણીના CNGના ભાવમાં ફરી વધારો કરાયો છે. અદાણી CNGના ભાવમાં 15 પૈસાનો વધારો થયો છે. મહત્વનું છે કે, 2 મહિનામાં CNGના ભાવમાં આ છઠ્ઠી વખત વધારો ઝીંકવામાં આવ્યો છે. 

સુરતમાં ગેસ ગળતરની મોટી દુર્ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. સુરતના માંગરોળમા આવેલ નીલમ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારની આ શ્વાસ અધ્ધર કરી દે તેવી ઘટના છે. જ્યા મોટા બોરસરા ગામે ફેકટરીમાં કામદારો કામ કરી રહ્યા હતા. આ વેળાએ ગેસ ગળતર થતા ચાર કામદારોને ઝેરી અસર થવા પામી હતી. જેને લઈને ઉહાપોહ મચી ગયો હતો.

ગાંધીનગર ખાતે સચિવાલયમાં ફરજ બજાવતા ઉપસચિવ સંવર્ગનાં 4 અધિકારીઓની અરસપરસ બદલી કરવામાં આવેલ છે.  તેમજ  સામાન્ય સંવર્ગની વિવિધ જગ્યાઓ પર ફરજ બજાવતા વર્ગ-3 ના કુલ 11 નાયબ સેક્શન અધિકારીઓની તાત્કાલિક અસરથી અરસપરસ બદલીઓ કરવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં હજુ ઘણા વિભાગનાં કર્મચારીઓની અરસપરસ બદલીઓ થવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. 

સુરતમાં બાળકી સાથે દુષ્કર્મ બાદ તેની નિર્મમ હત્યા કરનાર આરોપી ઈસ્માઈલ હજાતને કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. ત્યારે કોર્ટનાં નિર્ણય બાદ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસ તેમજ સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી કામગીરી પર અભિનંદન પાઠવ્યા હતા. તેમજ હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે, ન્યાયતંત્રની મદદથી બાળકીનાં પરિવારને ન્યાય મળ્યો છે. તેમજ આરોપી યુસુફને ફાંસીની સજા સંભળાવી છે. પોલીસ દ્વારા માત્ર 11 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. ત્યારે 4 મહિના અને 4 દિવસમાં જ પરિવારને ન્યાય મળ્યો છે. 

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામણની અધ્યક્ષતામાં મળેલી જીએસટી કાઉન્સિલની 51મી બેઠકમાં કેસિનો, ઓનલાઈન ગેમ પરનો 28 ટકા જીએસટી યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે. જોકે ચર્ચા હતી કે બેઠકમાં આ બે સર્વિસ પરનો જીએસટી ઘટાડવામાં આવી શકે છે પરંતુ કાઉન્સિલે કોઈ રાહત નથી આપી, રાહતની વાત ગણો તો સમય છે કારણ કે કાઉન્સિલે કેસિનો, ઘોડદોડ અને ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા જીએસટી લાગુ પાડવાની તારીખ 1 ઓક્ટોબર ગણાવી છે એટલે કે હજુ જીએસટી લાગુ પડવામાં 2 મહિના જેટલો સમય છે. 

કેન્દ્ર સરકારનાં પ્રોજેક્ટ ચિત્તાને વધુ એક ઝટકો લાગ્યો છે. કૂનો નેશનલ પાર્ખમાં વધુ એક માદા ચિત્તાનું નિધન થયું છે. આ માદા ચિત્તાનું નામ 'ધાતરી' હતું.  26 માર્ચથી અત્યાર સુધીમાં 3 બચ્ચાંઓ સહિત 9 ચિત્તાઓનું મોત થયું છે. આ ચિત્તાઓને દક્ષિણ આફ્રીકા અને નામીબિયાથી કૂનો નેશનલ પાર્કમાં લઈ આવવામાં આવ્યાં હતાં.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો લગ્નના 18 વર્ષ બાદ પત્ની સોફીથી અલગ થઈ રહ્યા છે. બુધવારે પીએમ ટ્રુડો અને તેમની પત્ની સોફીએ સોશિયલ મીડિયા પર આની જાહેરાત કરી છે. સોફી ગ્રેગોઇર ટ્રુડો હાલમાં તેના હોમ ટાઉન ક્વિબેકમાં છે. તે ટીવી રિપોર્ટર રહી ચૂકી છે. સોફીએ સતત ત્રણ ચૂંટણી દરમિયાન પ્રચારમાં પતિ ટ્રુડોને ટેકો આપ્યો હતો. તે ઘણીવાર મહિલાઓના અધિકારો અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે વકીલ રહી છે. પીએમ જસ્ટિન અને સોફી ત્રણ બાળકોના માતા-પિતા છે. ટ્રુડો પરિવાર વર્ષ 2018માં પ્રથમ વખત સત્તાવાર પ્રવાસ પર ભારત આવ્યો હતો.

ભારત અને પાકિસ્તાનની વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપ 2023ના હાઈપ્રોફાઈલ મેચની સાથે કુલ 6 મેચોની તારીખોમાં ફેરફાર થવાનો છે. એક રિપોર્ટ અનુસાર પાકિસ્તાન અને શ્રીલંકાની વચ્ચે વર્લ્ડ કપ મેચને 12 ઓક્ટોબરની જગ્યા પર 10 ઓક્ટોબરે આયોજીત કરવામાં આવી શકે છે. ન્યૂઝીલેન્ડ અને નેધરલેન્ડની વચ્ચે વર્લ્ડ કપ મેચને 9 ઓક્ટોબરની જગ્યા પર 12 ઓક્ટોબરે આયોજીત કરવામાં આવી શકે છે. ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશની વચ્ચે વર્લ્ડ કપ મેચને 14 ઓક્ટોબરની જગ્યા પર 15 ઓક્ટોબરે આયોજીત કરવામાં આવી શકે છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ