બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / ભારત / Met department predicts cold weather, ED sends notice to Arvind Kejriwal, rising covid cases raise concern, watch news super fast

2 મિનિટ 12 ખબર / ઠંડીને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરી, EDએ અરવિંદ કેજરીવાલને નોટિસ મોકલી, કોવિડનાં વધતા જતા કેસોએ ચિંતા વધારી, જુઓ સમાચાર સુપર ફાસ્ટ

Vishal Khamar

Last Updated: 11:08 PM, 19 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં કોવિડ-19 નાં વધતા જતા કેસોએ ફરી ચિંતા વધારી છે.જેને લઈ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ આ અંગે ચેતવણી જાહેર કરી છે. બનાસકાંઠા જીલ્લા કલેક્ટર દ્વારા ઘરે બેઠા ભક્તો આરાસુરી અંબાજી માતાનાં દર્શન કરી શકે તે માટે નવીન વેબસાઈટ લોન્ચ કરી છે.

Weather department's forecast has come out regarding cold weather in the state. The weather will remain dry for the next 5...

રાજ્યમાં ઠંડીને લઇ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આગામી 4 દિવસ વાતાવરણ સુક્કું રહશે તેમજ આગામી 4 દિવસ તાપમાન યથાવત રહેશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 22 તારીખ બાદ તાપમાન 2થી 3 ડિગ્રી વધશે. વર્તમાનમાં વધેલી ઠંડીને લઈ કહ્યું કે, પશ્ચિમી પવનોના કારણે તાપમાનનો પારો ગગડયો છે.  અમદાવાદમાં તાપમાન 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે ગાંધીનગરમાં તાપમાન 13.0 ડિગ્રી નોંધાયુ છે.  નલિયામાં સૌથી ઓછું 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું.

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતનાં આ વિસ્તારમાં પડશે અતિભારે વરસાદ,  સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર-દક્ષિણમાં ઘમરોળશે મેઘરાજા | Ambalal Patel's  forecast: Heavy rain ...

અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, 11 જાન્યુઆરીના રોજ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે જે 24 જાન્યુઆરી સુધી રહેશે. આ વખતે જાન્યુઆરી માસમા હવામાનમાં ઘણા પલટા આવવાની શક્યતા રહેશે. વધુમાં તેમણે ઉમેર્યું કે, નાતાલની આસપાસ ઠંડી વધશે. 29થી 31 ડીસેમ્બરના દેશના ઉત્તરિય પ્રદેશમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે. દેશ સહિત રાજ્યનું હવામાન પલટાયુ છે. પાંચ અને છ જાન્યુઆરીમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. 10 જાન્યુઆરીના દક્ષિણ ભારતમા વરસાદના કારણે મુંબઈનુ હવામાન પલટાશે. જે બાદ 10થી13 જાન્યુઆરી સુધીમાં રાજ્યના હવામાનમાં પલટો આવેશે.

Cold flashes have started in Gujarat, mercury below 20 degrees in these cities including Ahmedabad

શિયાળાની સિઝન શરૂ બાદ જ હવે ધીમે ધીમે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ગુલાબી ઠંડીનું જોર વધતા લોકો તાપણાનો સહારો પણ લેતા જોવા મળી રહ્યા છે. જ્યારે બીજી તરફ કેટલાક લોકો ઠંડીમાં પર્યટક સ્થળો ફરવા જવાનું વધુ પસંદ કરી રહ્યાં છે. જો કે, વહેલી સવારે ગુલાબી ઠંડીમાં મોનિંગ વોક માટે જતા લોકોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તો વળી કેટલાક લોકો ઠંડીનું પ્રમાણ વધતા લોકો ઘરમાં જ પૂરાઈ રહેવાનું વધારે પસંદ કરી રહ્યા છે. રાજ્યમાં ગુલાબી ઠંડી દસ્તક દેતા ખેડૂતોમાં આનંદ છવાયો છે.  સોમવારે અમદાવાદ શહેરમાં 24 કલાકમાં જ લઘુતમ તાપમાન 6 ડિગ્રી ગગડતા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. રાજ્યના કુલ 9 શહેરોમાં લઘુત્તમ તાપમાન પારો ઘટીને 15 ડિગ્રીથી નીચે નોંધાયો છે. જેમાં સૌથી ઓછું 11 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયો છે. અત્રે જણાવીએ અમદાવાદમાં પહેલા 19 ડિગ્રી તાપમાન નોંધાયો હતો. જે ઘટીને 13.3 નોંધાયો છે. પાટનગર ગાંધીનગરની વાત કરીએ જ્યાં 16.6 ડિગ્રીથી ગગડીને 11.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Former Deputy Chief Minister Nitin Patel's statement about Amit Shah has come to light in Mehsana's link.

નીતિન પટેલે કહ્યું કે, હિંદુ ધર્મ આપણો દરેક જ્ઞાતિઓથી બનેલો છે, કમનસીબે આપણે હિન્દુ એકતા ઓછી છે. જ્ઞાતિ એકતા બહુ છે. જ્ઞાતિ પર કોઇ તકલીફ પડે તો બધા ઊભા થઇ જાય, દોડતા થઇ જાય, જે કરવાનું હોય એ કરવાની તૈયારી કરે. પણ આપણા ધર્મ પર, આપણી સંસ્કૃતિ પર, આપણા દેશ પર કોઇ આપત્તિ આવે, કોઇ જરૂરિયાત ઊભી થાય તો આપણે બધા એવું વિચારીએ કે એ તો કરનારા કરશે, એમાં મારે ક્યાં વિચારવાનું છે.'

The beta version of Yatradham Ambaji new website WWW.AMBAJITEMPLE.IN was launched

બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષશ્રીના હસ્તે યાત્રાધામ અંબાજીની નવીન વેબસાઈટ  WWW.AMBAJITEMPLE.INનું  બીટા વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું હતું.  આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષના સંપૂર્ણ માર્ગદર્શન અને ભવિષ્યલક્ષી વિઝન મુજબ http://WWW.AMBAJITEMPLE.INયાર કરવામાં આવેલી યાત્રાધામ અંબાજીની નવીન વેબસાઈટ  WWW.AMBAJITEMPLE.IN થકી વિશ્વભરમાં વસતા માઇભક્તો ઘરે બેઠા માતાજીના દર્શન, આરતી, પૂનમ અને ભાદરવી પૂનમના મેળા સહિતના પ્રસંગો નિહાળી શકશે.

In Rajkot, female teacher broke the deadlock, gave full marks to 13 students

રાજકોટની VVP એન્જિનિયરિંગ કોલેજનાં મહિલા અધ્યાપકે ઉત્તરવહી મૂલ્યાંકનમાં ડિગ્રી ઈજનેરીની પરીક્ષામાં 13 વિદ્યાર્થીઓને પૂરેપૂરા માર્કસ આપી દેતા મહિલા અધ્યાપકની બેદરકારી સામે આવી હતી. જે બાદ GTU ની કમિટી દ્વારા મહિલા અધ્યાપકને 3 વર્ષ માટે પરીક્ષાની કામગીરીમાંથી બાકાત કરીને રૂપિયા 25 હજારનો દંડ ફટકારતી કાર્યવાહી કરવામાં આવી છે. 

Fire safety certificate, renewal process to go online, CM Bhupendra Patel launches Fire Safety Cop e-portal

મુખ્યમંત્રીએ પ્રિ-વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત શહેરી વિકાસ વિભાગ આયોજીત ‘લિવેબલ સિટીઝ ઑફ ટુમોરો’ કોન્ફરન્સમાં તાજેતરમાં આ પોર્ટલ લોન્ચ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઇ-પોર્ટલ બનાવવા માટે જનભાગીદારી વ્યૂહ અપનાવીને ફાયર રેગુલેશનના મુસદ્દા અંગે જાહેર વાંધા-સૂચનો મંગાવી તેનો હાઇ લેવલ ટેકનિકલ કમિટી દ્વારા અભ્યાસ કરીને જરૂરી સુધારા વધારા સાથે ફાયર નિયમો બનાવીને સરકારની મંજૂરી આપી છે. એટલું જ નહીં, આગ સામે પ્રમાણ વધારે જોખમી એવી ઈમારતોની ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને તેની રિન્યુઅલ પ્રક્રિયા પારદર્શી બનાવવા સમગ્ર રાજ્ય માટે એક સર્વગ્રાહી અને યુઝર ફ્રેન્ડલી સોફ્ટવેર બનાવીને મોબાઇલ એપની સુવિધા પણ આપવામાં આવી છે. 

Dawood Ibrahim Is Still Important Man For Pakistan, Kept In Safe House

1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડ અને ભારતના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમનું જીવન છેલ્લા ઘણા વર્ષોથી રહસ્યમાં ઘેરાયેલું છે. જો કે, તેના પાકિસ્તાનમાં હોવાની હકીકતને ઘણી વખત પુષ્ટિ મળી છે. ભારતે કહ્યું છે કે તેની પાસે દાઉદ કરાચીમાં હોવાના અકાટ્ય પુરાવા છે. તાજેતરના દિવસોમાં દાઉદના મોતના ઘણા સમાચાર સામે આવી રહ્યા છે, ક્યારેક દાઉદનું મોત કોરોનાના કારણે તો ક્યારેક હાર્ટ એટેકના કારણે તો ક્યારેક કેન્સરને કારણે થયું હોવાનું કહેવાય છે. હવે ફરી એકવાર તેમના મૃત્યુની અફવા સામે આવી છે. આ વખતે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાન દાઉદના મોતના સમાચારને દબાવી રહ્યું છે, જેના કારણે ત્યાં સવારથી ઇન્ટરનેટ ડાઉન છે.

બાપ રે! ભારતમાં ગુજરાત સહિત 13 રાજ્યોમાં નવા વેરિઅન્ટના 234 કેસ, જાણો શું  છે XBB.1.16.1 / Corona New sub <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/variant' title='variant'>variant</a> XBB.1.16.1 corona virus corona  updates corona india corona cases

સોમવારના રોજ અપડેટ કરાયેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ભારતમાં કોરોના વાયરસના ચેપના 260 નવા કેસ નોંધાયા છે, જ્યારે એક્ટિવ કેસ વધીને 1,828 થઈ ગયા છે. સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા ડેટા અનુસાર, કોરોનાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 5,33,317 નોંધાઈ છે.

સમગ્ર વિશ્વમાં તેમજ ભારતમાં કોવિડ-19ના વધતા જતા કેસોએ ફરી એકવાર ચિંતા વધારી છે. સિંગાપોરમાં બે અઠવાડિયામાં નોંધાયેલા 56 હજાર કેસોએ ફરી એકવાર લોકોમાં માસ્કની જરૂરિયાત વધારી દીધી છે. સિંગાપોરમાં બે અઠવાડિયામાં 56,043 કોવિડ-19 કેસ નોંધાયા છે, જ્યારે ગયા સપ્તાહે 32,035 કેસ નોંધાયા હતા. વિવિધ દેશોમાં કોરોનાએ ફરી માથું ઉંચકવાનું શરૂ કર્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ આ અંગે ચેતવણી જાહેર કરી છે. WHO પહેલાથી જ વિવિધ દેશોને આ બાબતે વધુ સાવચેત રહેવાની સલાહ આપી ચૂક્યું છે. આ દિવસોમાં કોરોનાનું નવું સબ-વેરિઅન્ટ JN.1 લોકોમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે, અમેરિકા અને ચીનમાં લોકો આ નવા વેરિઅન્ટથી વધુ પ્રભાવિત છે. ભારતમાં આ પ્રકારનો પ્રથમ કેસ કેરળમાં જોવા મળ્યો હતો.

ED summons Delhi CM Arvind Kejriwal once again for questioning in connection with Delhi Excise Policy matter

દિલ્હી દારુ કૌભાંડ મામલામાં EDએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એકવાર નોટિસ મોકલી છે. ઈડીએ તેમને નોટિસ મોકલીને 21 ડિસેમ્બરનાં હાજર થવાનાં આદેશ આપ્યાં છે. દારુનીતિ કૌભાંડનાં મામલામાં કેજરીવાલને ઈડીએ આ બીજી વખત સમન મોકલ્યું છે. EDએ આ પહેલા પણ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે 2 ડિસેમ્બરનાં નોટિસ મોકલી હતી. પણ એ સમયે કેજરીવાલે નોટિસને ગેરકાયદેસર જણાવીને નોટિસ પાછી ખેંચવાની માંગ કરી હતી. તેઓ ઈડી સમક્ષ હાજર થયાં નહોતાં.

After the Lok Sabha, now 34 Rajya Sabha MPs are also suspended, action has been taken against 81 opposition MPs in this...

સંસદના શિયાળુ સત્રમાં સોમવારે પણ બંને ગૃહોમાં વિપક્ષી સાંસદોએ ભારે હંગામો કર્યો હતો. સંસદની સુરક્ષામાં ભંગના મુદ્દે હંગામો મચાવવા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પાસેથી જવાબ માંગવા બદલ અત્યાર સુધીમાં કુલ 81 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શુક્રવારે બંને ગૃહોમાંથી કુલ 14 સાંસદોને સસ્પેન્ડ કર્યા બાદ આજે એટલે કે સોમવારે સ્પીકરે લોકસભામાંથી વધુ 33 સાંસદોને સસ્પેન્ડ કર્યા છે. બીજી તરફ રાજ્યસભામાં હંગામો મચાવતા અધ્યક્ષે 34 સાંસદોને સસ્પેન્ડ કરી દીધા છે. જો આ રીતે જોઈએ તો અત્યાર સુધીમાં 81 સાંસદો સામે કાર્યવાહી કરવામાં આવી છે. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીનું નામ પણ લોકસભામાં સ્પીકરે સસ્પેન્ડ કરેલા સાંસદોમાં સામેલ છે. આ સાથે કોંગ્રેસ અને ટીએમસી સહિત અનેક વિપક્ષી પાર્ટીઓના સાંસદો સામેલ છે. દયાનિધિ મારન અને સૌગતા રોયને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઘણા સસ્પેન્ડેડ સાંસદોના નામ પણ આજે સામે આવ્યા છે.

Sukhdev Singh gogamedi muder 7 accused sent to jail till 2 january by NIA Court

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાનાં અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી હત્યાકાંડ મામલામાં NIAએ 7 આરોપીઓને NIA કોર્ટમાં રજૂ કર્યાં. આ બાદ રાજસ્થાનના જયપુરમાં ચકચારી સુખદેવસિંહ ગોગામેડી મર્ડરકાંડના 7 આરોપીઓને એનઆઈએ કોર્ટે જેલ ભેગા કરી દીધા છે. આરોપીઓના હવે દુખના દિવસો શરુ થયાં છે. કોર્ટે આરોપીઓને જરા પણ રાહત આપવાના મૂડમાં નથી. આ કેસની તપાસ કરી રહેલી એનઆઈએ દ્વારા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા અને કોર્ટે સીધા જ જેલમાં મોકલી દેવાનો ઓર્ડર આપ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ