બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Membership of NCP MP restored before hearing in Supreme Court

જાહેરનામું / સુપ્રીમમાં સુનાવણી પહેલા જ NCP સાંસદનું સભ્યપદ પુનઃસ્થાપિત, ‘અટેમ્પટ ટુ મર્ડર’ કેસમાં થઈ હતી 10 વર્ષની સજા

Priyakant

Last Updated: 12:25 PM, 29 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લક્ષદ્વીપના સાંસદ મોહમ્મદ ફૈઝલની પુનઃસ્થાપના માટેની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. જોકે એની પહેલા જ લોકસભાએ મોહમ્મદ ફૈઝલની સદસ્યતા પુનઃસ્થાપિત કરી

  • લક્ષદ્વીપના સાંસદ મોહમ્મદ ફૈઝલનું સંસદ સભ્યપદ પુનઃસ્થાપિત
  • સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા જ ફૈઝલનું સંસદ સભ્યપદ પુનઃસ્થાપિત
  • લક્ષદ્વીપની કોર્ટે હત્યાના પ્રયાસના કેસમાં સાંસદ મોહમ્મદ ફૈઝલને સંભળાવી હતી સજા 

લક્ષદ્વીપના સાંસદ મોહમ્મદ ફૈઝલનું સંસદ સભ્યપદ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. લક્ષદ્વીપના સાંસદ મોહમ્મદ ફૈઝલની પુનઃસ્થાપના માટેની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. જોકે એની પહેલા જ લોકસભાએ મોહમ્મદ ફૈઝલની સદસ્યતા પુનઃસ્થાપિત કરી છે. નોંધનીય છે કે, હાઈકોર્ટે ફોજદારી કેસમાં તેમની સજા પર રોક લગાવ્યા બાદ લોકસભા સચિવાલય દ્વારા લક્ષદીપના સાંસદ મોહમ્મદ ફૈઝલની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.

જાણો શું હતો સમગ્ર મામલો ?
વાત જાણે એમ છે કે, કેરળ હાઈકોર્ટે ક્રિમિનલ કેસમાં મોહમ્મદ ફૈઝલની સજા પર રોક લગાવી દીધી હતી. આ પછી લોકસભા સચિવાલયે આજે લક્ષદ્વીપના સાંસદ મોહમ્મદ ફૈઝલની સંસદની સદસ્યતા પુનઃસ્થાપિત કરી છે. નોંધનીય છે કે, 11 જાન્યુઆરીએ લક્ષદ્વીપની એક કોર્ટે હત્યાના પ્રયાસના કેસમાં લક્ષદ્વીપના સાંસદ મોહમ્મદ ફૈઝલ સહિત ચાર લોકોને સજા સંભળાવી હતી. કોર્ટે તેને 10 વર્ષની જેલની સજા ફટકારી છે. આ ઉપરાંત દોષિતો પર એક-એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

મોહમ્મદ ફૈઝલનું સંસદ સભ્યપદ થયું હતું રદ 
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના લોકસભા સાંસદ મોહમ્મદ ફૈઝલને લક્ષદ્વીપની એક અદાલતે સજા ફટકાર્યા બાદ તેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. 13 જાન્યુઆરીના રોજ લોકસભા સચિવાલયે તેમને લોકસભાના સભ્ય તરીકે અયોગ્ય ઠેરવતા નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જે બાદ તેમણે તેને કેરળ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જોકે કેરળ હાઈકોર્ટ દ્વારા તેની સજા અને દોષિત ઠરાવવામાં રોક લગાવવામાં આવી હતી.

ચૂંટણી પંચે પોતાનો નિર્ણય પાછો ખેંચ્યો
જણાવી દઈએ કે, 18 જાન્યુઆરીએ ચૂંટણી પંચે લક્ષદ્વીપ સંસદીય સીટ માટે પેટાચૂંટણીની જાહેરાત કરી હતી. જોકે ચૂંટણી પંચે 30 જાન્યુઆરીએ જાહેરાત કરી હતી કે, કેરળ હાઈકોર્ટે મોહમ્મદ ફૈઝલ પર લાદવામાં આવેલી સજા પર રોક લગાવ્યા બાદ તે લક્ષદ્વીપ સંસદીય મતવિસ્તારની પેટાચૂંટણી પર રોક લગાવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ