બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Mayawati a Sinking Ship But Why is Secular Brigade Silent, Asks PM Modi

સેક્યુલરિઝમ / માયાવતી મામલે 24 કલાક સેક્યુલર ઝંડો લઇને ફરતી જમાત કેમ ચૂપ: મોદી

vtvAdmin

Last Updated: 03:25 PM, 9 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવી દિલ્હીઃ બહુજન સમાજ પાર્ટીનાં સુપ્રીમો માયાવતી પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સીધો હુમલો કરતાં જણાવ્યું હતું કે સતત હારથી હતાશ માયાવતી તેમની ડૂબતી નૈયાને બચાવવા મુસલમાનોમાં સહારો શોધે છે. મોદીએ એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં દેશના કહેવાતા સેક્યુલર લોકો પર આક્રોશ વ્યકત કરતાં જણાવ્યું હતું કે માયાવતી મુસ્લિમોને વોટ આપવાની અપીલ કરે છે ત્યારે ર૪ કલાક સેક્યુલરનો ઝંડાને લઇને ફરનારા ચૂપ કેમ છે. જો કોઇએ આવી અપીલ હિંદુ સમાજને કરી હોત તો દેશમાં કાગારોળ મચી ગઇ હોત અને એવોર્ડ વાપસીવાળા બહાર આવી ગયા હોત અને હસ્તાક્ષર અભિયાન પણ શરૂ થઇ ગયું હોત. મોદીએ કહ્યું કે આ જમાત કેમ ચૂપ છે? તેમણે કહ્યું કે આ સેક્યુલર જમાત દેશ માટે ચિંતાનો વિષય છે.

 


અન્ય એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે આ જમાતનું સેક્યુલરિઝમ સિલેક્ટિવ છે. કેરળમાં જાણીતા એક્ટર સુરેશ ગોપી અમારા ઉમેદવાર છે. તેમણે સબરીમાલા પર કંઇ કહ્યું તો તેમની ટીકા કરવા આ જમાત ભેગી થઇ ગઇ. જ્યારે માયાવતીના મામલે તમામે મોઢા પર તાળાં મારી દીધાં છે. જમ્મુ-કાશ્મીરની કલમ-૩૭૦ અને ૩પ-એ અંગે તેમણે જણાવ્યું કે આ કલમ હટાવવી ભાજપના એજન્ડામાં છે. તેને દૂર કરવાનાં બંધારણમાં સૂચવાયેલા અનેક રસ્તા છે.

જે લોકો કહે છે કે પાંચ વર્ષમાં અમે રામમંદિર કેમ ન બનાવ્યું અને કલમ-૩૭૦ કેમ દૂર ન કરી? તેમણે તેનાં ટેકનિકલ કારણો જાણવાં અને સમજવાં જોઇએ. ૭પ વર્ષથી વધુ વયના લોકોને ટિકિટ નહીં આપવા અંગે મોદીએ જણાવ્યું કે જ્યારે નાનાજી દેશમુખ જનસંઘમાં સક્રિય હતા ત્યારે ૬૦ વર્ષ સુધી સક્રિય રાજનીતિમાં રહેવાની ઉંમર નક્કી કરાઇ હતી. ખુદ નાનાજી દેશમુખે ૬૦મા વર્ષે રાજનીતિ છોડી દીધી હતી. અત્યારે સ્થિતિ બદલાઇ છે. તેથી રાજનીતિમાં સક્રિય રહેવાની ઉંમર ૭પ વર્ષ કરવાનો પાર્ટીનો વિચાર બન્યો છે. તેનો અમલ નેતાઓ અને કાર્યકરો કરી રહ્યા છે.

 


ગુજરાતનાં તત્કાલીન મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે ૭પ વર્ષ થતાં પદ છોડી દીધું હતું. કલરાજ મિશ્રા, બી.સી.ખંડુરી, શાંતાકુમાર જેવા નેતાઓએ તેનું અનુસરણ કર્યું છે, જોકે તેનો અર્થ એવો નથી કે તેમનું યોગદાન ઓછું થઇ જાય છે. પાર્ટીમાં હવે તેઓ એવા સ્થાને છે કે તેમને કોઇ પદની જરૂર નથી, જેમ કે અટલબિહારી વાજપેયી. તેમની પાસે પણ છેલ્લે કોઇ પદ ન હતું, છતાં તેઓ અમારા સર્વેસર્વા હતાં. રાષ્ટ્રવાદ અંગે મોદીએ કહ્યું કે તેને ઘણા લોકો માત્ર પાકિસ્તાન સાથે જોડીને જુએ છે. આ મોટી ભ્રમણા છે. જ્યારે હું ભારત માતા કી જય બોલું તો તે રાષ્ટ્રવાદ છે પણ હું ગરીબ દેશવાસીઓ માટે ઘર બનાવું, ખેડૂતોના હિતની યોજના બનાવું તે પણ રાષ્ટ્રવાદ જ છે. આયુષ્માન યોજના પણ મારા અને ભાજપ માટે રાષ્ટ્રવાદ જ છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ