બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / Many death in ST bus truck and jeep Accident near Sonagadh tapi Surat
ADVERTISEMENT
તાપી જિલ્લામાં પોખરણ નેશનલ હાઈવે પર આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ST બસ, ટ્રક અને ક્રુઝર વચ્ચે સર્જાયો છે. આ દુર્ઘટનામાં 8 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 10થી વધુ ઈજાગ્રસ્ત થઈ હતી. ત્યારે આ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

ADVERTISEMENT
ST બસ કુસલગઢથી ઉકાઈ તરફ જઈ રહી હતી
રાજ્યમાં દરરોજ અકસ્માતની ઘટનાઓ સામે આવે છે. જેમાં કેટલાક ગંભીર અકસ્માતો હોય છે. ત્યારે સોમવારે દક્ષિણ ગુજરાતમાં મોટો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ત્રણેય વાહનોનો આગળનો ભાગ કચ્ચર ઘાણ વળી ગયો હતો. તાપી જિલ્લાના સોનગઢના પોખરણ પાસે ST બસ કુસલગઢથી ઉકાઈ તરફ જઈ રહી હતી ત્યારે અકસ્માતનો ભોગ બની હતી.

ADVERTISEMENT
સ્થાનિકોએ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા
ત્યારે આ અકસ્માતના પગલે મોટી સંખ્યામાં સ્થાનિકો દોડી આવ્યા હતા. વાહનમાં દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરાઇ હતી. સ્થાનિકોએ ઇમરજન્સી એમ્બ્યુલન્સ 108 મારફતે ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડ્યા હતા.

ADVERTISEMENT
અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ થયો હતો
આ અકસ્માત સર્જાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી. વ્યારા અને સોનગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ટ્રાફિક હળવો પાડ્યો હતો અને સમગ્ર દુર્ઘટના અંગે તપાસ હાથ ધરી છે.

ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.