બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / man's private part was filled with air by compressor

ઉજ્જૈન / આવી મજાક ન હોય! પ્રાઇવેટ પાર્ટમાં યુવકે કમ્પ્રેસરથી હવા ભરી દીધી, પેટના આંતરડા ફાટી ગયા

Khevna

Last Updated: 01:34 PM, 3 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કુરકુરે ફેક્ટરીમાં કામ કરવાવાળા યુવકે પોતાના સાથીના ગુપ્તાંગમાં કમ્પ્રેસરથી હવા ભરી દીધી. જાણો વિગતવાર

  • ઉજ્જૈનની છે આ ઘટના 
  • શું છે મામલો? 
  • જાણો અંતે શું થયું

કુરકુરે ફેક્ટરીમાં કામ કરવાવાળા યુવકે પોતાના સાથીના ગુપ્તાંગમાં કમ્પ્રેસરથી હવા ભરી દીધી, જેથી યુવકના પેટના આંતરડા ફાટી ગયા. જીવ બચાવવા માટે ઓપરેશન કરાવવું પડ્યું. 

ઉજ્જૈનની ઘટના 
મધ્યપ્રદેશનાં ઉજ્જૈનમાં હેરાન કરવાવાળી  ઘટના સામે આવી છે. એક યુવકે પોતાની સાથે કામ કરવાવાળા એક યુવકનાં ગુપ્તાંગમાં કમ્પ્રેસરથી  હવા ભરી હતી. જેથી યુવકના આતરડા ફાટી  ગયા. જીવ બચાવવા માટે ડોકટરોએ ઓપરેશન કરવું પડ્યું. પોલીસે આ મામલામાં પ્રાણઘાતક હુમલાનો કેસ દાખલ કર્યો છે. ઘટનાનાં કારણોની જાણ થઇ નથી. પોલીસ તપાસ કરી રહી છે કે આ બધું મજાકમાં થયું કે પછી વાત કઈ બીજી જ છે.

શું છે મામલો? 
આ ઘટના ઉજ્જૈન જીલ્લાનાં આગર રોડ  સ્થિત ગ્રામ બાંદકામાં કુરકુરે ફેક્ટરીની છે. અહી ઉજ્જૈનીયા નિવાસી કમલ સિંહ રાજપૂત તથા પાં બિહાર નિવાસી ભરત ચૌહાણ સાથે કામ કરે છે. 16 ફેબ્રુઆરીના રોજ સાંજે બંને કામ કરી રહ્યા હતા. આ દરમિયાન ભરતે કમલ સિંહનાં  ગુપ્તાંગમાં કમ્પ્રેસરથી હવા ભરી હતી. 

જાણો આગળ શું બન્યું
હવા ભરતા સમયે કઈ ન થયું, પરંતુ થોડા સમય બાદ કમલ સિંહની તબિયત બગડી. તેને દવાખાનામાં ભરતી કરાવાયો. ડોકટરે તપાસ કરી તો જાણ થઇ કે આતરડા ફાટી ગયા છે. ત્યાર બાદ ઓપરેશન કરવામાં આવ્યું. આ મામલામાં ફેક્ટરી પ્રબંધન તરફથી જણાવવામાં આવ્યું કે કુરકુરેને લાંબા સમય સુધી પાઉચમાં સુરક્ષિત રાખવા માટે ગેસ ભરવામાં આવે છે. કમ્પ્રેસરનો ઉપયોગ આ માટે થાય છે. બંને કર્મચારી ત્રણ દિવસ સુદ્ધી ફેક્ટરી ન પહોંચ્યા તો આ ઘટનાની જાણ થઇ. દરેક સેક્શનમાં સીસીટીવી કેમેરા લાગેલ છે, પરંતુ તેમાં 10 દિવસ નું જ રેકોર્ડિંગ સેવ થાય છે. આ કારણે આ ફૂટેજ ન મળી શકી. પોલીસ તપાસ કરી રહી છે. આરોપીને કોર્ટે જેલ મોકલ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ