બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / manipur terror attack rahul gandhi said modi government is unable to protect the nation

નિવેદન / મોદી સરકાર રાષ્ટ્રની સુરક્ષા કરવામાં અસમર્થ, મણિપુર આતંકી હુમલા પર રાહુલ ગાંધીનું મોટું નિવેદન

Hiralal

Last Updated: 05:01 PM, 13 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મણિપુર આતંકી હુમલા પર બોલતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે મોદી સરકાર રાષ્ટ્રની સુરક્ષા કરવામાં અસમર્થ છે.

  • મણિપુર આતંકી હુમલા પર રાહુલ ગાંધીનું નિવેદન
  • કહ્યું મોદી સરકાર રાષ્ટ્રની સુરક્ષા કરવામાં અસમર્થ
  • રાહુલે શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યું કે મોદી સરકાર રાષ્ટ્રની સુરક્ષા કરવામાં અસમર્થ છે. તેમણે કહ્યું કે મણીપુરમાં લશ્કરી કાફલા પર થયેલા આતંકી હુમલાથી ફરી એક વાર સાબિત થયું છે કે મોદી સરકાર  મોદી સરકાર રાષ્ટ્રની સુરક્ષા કરવામાં અસમર્થ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે શહીદોને મારી શ્રદ્ધાંજલિ અને તેમના પરિવારને શોક સંવેદના. દેશ તમારુ બલિદાન યાદ રાખશે. 

મણીપુરના મુખ્યમંત્રીએ હુમલાની આકરી ટીકા કરી
મણીપુરના મુખ્યમંત્રી બિરેન સિંહે પણ આ હુમલાની આકરી ટીકા કરતા જણાવ્યું કે આ કાયરતાપૂર્ક કૃત્યને છોડવામાં નહીં આવે. દોષીઓની સામે કાનૂની કાર્યવાહી કરવાની પૂરી કોશિશ કરીશું. તેમણે કહ્યું કે આ અમનાવીય અને આતંકી કૃત્ય છે. રાજ્ય દળ અને પેરામેલિટરી ફોર્સિસ આતંકવાદીઓને પકડવા માટે ઝડપી કાર્યવાહી કરી રહ્યાં છે. 

મણીપુરમાં મોટો આતંકી હુમલો, કર્નલ તેમના પરિવાર સહિત 7 શહીદ

મણીપુરના ચુરાચાંદપુર જિલ્લના સિંઘાટમાં આતંકીઓએ આસામ રાઈફલ્સ યુનિટના કાફલા પર મોટો આતંકવાદી હુમલો કર્યો હતો જેમાં સેનાના કર્નલ વિપ્લવ સિંહ તેમની પત્ની, પુત્ર સહિત 7 શહીદ થયા દેશ આખામાં ગમગીની ફેલાઈ હતી. આતંકવાદીઓએ છુપાઈને ઘાત લગાવીને હુમલો કર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ