બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / mangalwar hanuman ji vrat puja ke niyam shubh ashubh samay rahu kaal disha shool

ધર્મ / મુશ્કેલીઓથી મેળવવો છે છુટકારો! તો આજે જ કરો બજરંગબલીની પૂજા, જાણો રાહુકાળ, દિનકાળ, શુભ સમય

Manisha Jogi

Last Updated: 08:11 AM, 25 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બજરંગબલીની પૂજા કરતા સમયે તમામ નિયમોનું પાલન કરવામાં આવે તો જ પૂજા સફળ થાય છે. માનવામાં આવે છે કે, હનુમાનજીની પૂજા કરવાથી તમામ દુખ અને સમસ્યા દૂર થાય છે.

  • આજે વૈશાખ માસની શુક્લ પક્ષની પાંચમ.
  • તમામ દુખ અને સમસ્યા થશે દૂર.
  • સુંદરકાંડ, હનુમાન ચાલીસાના પાઠ કરો.

આજે વૈશાખ માસની શુક્લ પક્ષની પાંચમ છે. આજના દિવસે ભક્તો ભક્તિભાવથી બજરંગબલીની પૂજા અને વ્રત કરે છે. માનવામાં આવે છે કે, હનુમાનજીની પૂજા કરવાથી તમામ દુખ અને સમસ્યા દૂર થાય છે. હનુમાન દાદાને સંકટ મોચક માનવામાં આવે છે. 

બજરંગબલીની પૂજા કરતા સમયે તમામ નિયમોનું પાલન કરવામાં આવે તો જ પૂજા સફળ થાય છે. પહેલી વાર મંગળવારનું વ્રત કરી રહ્યા છો, તો તમે સતત 21 મંગળવાર સુધી વ્રત કરવાનો સંકલ્પ કરી શકો છો, જેથી તમામ મનોકામના પૂર્ણ થશે. સવારે ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ કપડા પહેરી લો. પૂજા સ્થળે સફાઈ કર્યા પછી હનુમાનજી, રામજી અને માતા સીતાની મૂર્તિ અથવા ફોટો મુકો. હવે વ્રત કરવાનો સંકલ્પ લો. સૌથી પહેલા દીવો, અગરબત્તી, ધૂપ કરો અને લાલ સિંદૂર અર્પણ કરો. લાલ કપડા, લાલ ફુલ અને લાલ ફળ ચઢાવો. સુંદરકાંડ, હનુમાન ચાલીસાના પાઠ કરો અને આરતી કરો. 

ભગવાન હનુમાનને ગોળ અને ચણાનો ભોગ અર્પણ કરો. મંગળવારે પૂજા કરવાથી વ્રત કરવાથી સાહસ અને બળમાં વૃદ્ધિ થાય છે. જે જાતકોની કુંડળીમાં મંગળ ગ્રહ નબળો છો, તે તમામ લોકોએ આજે હનુમાન ચાલીસાના પાઠ જરૂરથી કરવા જોઈએ. આ પ્રકારે કરવાથી કોઈપણ બાબતે ભય રહેતો નથી અને નકારાત્મક અસર રહેતી નથી. મંગળ દોષ દૂર કરવા માટે જરૂરિયાતમંદ વ્યક્તિઓને લાલ રંગની વસ્તુઓનું દાન કરો. આ પ્રકારે કરવાથી જીવનમાં સુખ અને શાંતિ રહેશે. પરિવાર પર બજરંગબલીના આશીર્વાદ રહેશે. 

25 એપ્રિલ 2023નું પંચાંગ
તિથિ- વૈશાખ શુક્લ પાંચમ
કરણ- બાલવ
નક્ષત્ર- આર્દ્રા
યોગ- અતિગંડ
પક્ષ- શુક્લ
વાર- મંગળવાર
દિશાશૂલ- ઉત્તર

સૂર્યોદય, સૂર્યાસ્ત, ચંદ્રોદય અને ચંદ્રાસ્તનો સમય
સૂર્યોદય– 06:11:00 AM
સૂર્યાસ્ત– 07:04:00 PM
ચંદ્રોદય– 09:22:59
ચંદ્રાસ્ત– 24:07:00
ચંદ્ર રાશિ– મિથુન

હિન્દૂ માસ અને વર્ષ
શક સંવત– 1945 શુભકૃત
વિક્રમ  સંવત– 2080
દિવસ કાળ – 13:06:13
માસ અમાંત – વૈશાખ
માસ પૂર્ણિમાંત– વૈશાખ
શુભ સમય– 11:53:10 થી 12:45:34 સુધી

અશુભ મુહૂર્ત
દુષ્ટ મુહૂર્ત– 08:23:30 થી 09:15:55 સુધી
કુલિક– 13:37:59 થી 14:30:24 સુધી
કંટક– 06:38:40 થી 07:31:05 સુધી
રાહુ કાળ– 15:50 થી 17:27 સુધી
કાલવેલા/ અર્દ્ધયામ– 08:23:30 થી 09:15:55 સુધી
યમઘંટ– 10:08:20 થી 11:00:45 સુધી
યમગંડ– 09:02:49 થી 10:41:05 સુધી
ગુલિક કાળ– 12:37 થી 14:14 સુધી

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ