બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Mahashivratri 2023: How were the 12 Jyotirlinga named? Where are they situated what are their specialties, know

હર હર મહાદેવ / કઈ રીતે રાખવામાં આવ્યા 12 જ્યોતિર્લિંગના નામ? આ વિશેષતાઓ તમે પણ નહીં જાણતા હોવ, ઘરે બેઠા કરો દર્શન

Megha

Last Updated: 11:35 AM, 18 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિર્લિંગના દર્શન કરવાથી ભક્તોના તમામ પાપો નાશ પામે છે. ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. સમગ્ર વિશ્વમાં કુલ 12 જ્યોતિર્લિંગ છે. 12 જ્યોતિર્લિંગ નીચે મુજબ છે.

  • ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગનું પોતાનું મહત્વ છે
  • જ્યોતિર્લિંગને ભગવાન શિવની શક્તિનું પ્રતીક માનવામાં આવે છે
  • સમગ્ર વિશ્વમાં કુલ 12 જ્યોતિર્લિંગ છે જાણો કયા.. 

આવતી કાલે દેશભરમાં મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવશે. આ દરમિયાન દરેક ભક્ત ભોલેનાથ ભગવાન શિવને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવાનો પ્રયાસ કરે છે. જો કે દેશભરમાં ભગવાન શિવના ઘણા પ્રખ્યાત મંદિરો છે પણ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગનું પોતાનું મહત્વ છે. 

જ્યોતિર્લિંગનો અર્થ 
પુરાણો અને અન્ય હિંદુ ધાર્મિક ગ્રંથોમાં જ્યોતિર્લિંગને ભગવાન શિવની શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. જ્યોતિર્લિંગ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે 'પ્રકાશનું પ્રતીક'. આ જ્યોતિર્લિંગમાં બે શબ્દો છે. પ્રથમ જ્યોતિ અને બીજું લિંગ. લિંગ શબ્દનો અર્થ છે કદ. આ આકાર એટલા માટે છે કારણ કે જે અવ્યક્ત છે તે પોતે જ પ્રગટ થવા લાગે છે. બીજા શબ્દમાં, એવું કહી શકાય કે જ્યારે બ્રહ્માંડની ઉત્પત્તિ શરૂ થઈ, ત્યારે તેણે જે પ્રથમ આકાર લીધો તે એલિપ્સ હતો. સંપૂર્ણ લંબગોળને લિંગ કહેવામાં આવે છે. પુરાણ અને ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ 12 સ્થાનો પર જે શિવલિંગ છે, ભગવાન શિવ સ્વયં જ્યોતિના રૂપમાં તેમની ઉપર બિરાજમાન છે. આ જ કારણ છે કે તેમને જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે.

હિંદુ ધર્મમાં જ્યોતિર્લિંગનું ખૂબ જ વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતાઓમાં કહેવાય છે કે જ્યોતિર્લિંગના દર્શન કરવાથી ભક્તોના તમામ પાપો નાશ પામે છે. ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે. સમગ્ર વિશ્વમાં કુલ 12 જ્યોતિર્લિંગ છે. 12 જ્યોતિર્લિંગ નીચે મુજબ છે.

1- સોમનાથ જ્યોતિર્લિંગ : 
ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલુ સોમનાથ જ્યોતિર્લિંગને આ પૃથ્વી પરનું પહેલુ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. શિવપુરાણ અનુસાર જ્યારે પ્રજાપતિ દક્ષે ચંદ્રને ક્ષય રોગનો શ્રાપ આપ્યો હતો ત્યારે આ સ્થાન પર ભગવાન શિવની પૂજા અને તપસ્યા કરવાથી ચંદ્રને શ્રાપમાંથી મુક્તિ મળી હતી. એવું માનવામાં આવે છે કે ચંદ્રદેવે પોતે આ જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી. ચંદ્રને સોમ પણ કહેવામાં આવે છે, તેથી તેને સોમનાથ જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે. તેનો ઉલ્લેખ ઋગ્વેદમાં મળે છે. તેને અત્યાર સુધીમાં 17 વાર નષ્ટ કરવામાં આવ્યું છે અને તેનું પુનઃનિર્માણ કરાયું.

2- મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ :
મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આ આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદીના તટ પર શ્રીશેલ નામના પર્વત પર સ્થિત છે. આ મંદિરનું મહત્વ ભગવાન શિવના કૈલાશ પર્વત સમાન કહેવાયું છે. કહેવાય છે કે આ જ્યોતિર્લિંગના દર્શન કરવાથી જ વ્યક્તિને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને દૈહિક દૈવિક તથા ભૌતિક તાપ નષ્ટ થઈ જાય છે. સાથે જ આ જ્યોતિર્લિંગના દર્શન કરવાથી જ બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે.

3- મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ:
મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીના કિનારે આવેલું છે.  મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ વિશેષતા છે કે તે એકમાત્ર દક્ષિણમુખી જ્યોતિર્લિંગ છે. ત્યાંની ભસ્મારતી વિશ્વભરમાં પ્રસિદ્ઘ છે. લોકોનું માનવું છે કે તે જ ઉજ્જૈનની રક્ષા કરી રહ્યા છે. 

4- ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ:
ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મધ્ય પ્રદેશના માલવા ક્ષેત્રમાં આવેલું છે અને નર્મદા નદીના કિનારે એક પર્વત પર આવેલું છે. કહેવાય છે કે તેના દર્શનથી પુરુષાર્થ ચતુષ્ટયની પ્રાપ્તિ થાય છે. આ જ્યોતિર્લિંગ ઓંકાર અર્થાત ઓમના આકારમાં છે આ કારણે તેણે ઓમકારેશ્વરના નામથી ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તીર્થયાત્રીઓ તમામ તીર્થસ્થાનોમાંથી પાણી લાવીને ઓમકારેશ્વરમાં ચઢાવે છે, તો જ તેમની તમામ યાત્રાઓ પૂર્ણ માનવામાં આવે છે.

5- કેદારનાથ જ્યોતિર્લિંગ:
આ જ્યોતિર્લિંગ હિમાલયના કેદારનાથ નામના પહાડ પર સ્થિત છે. અહીં અલકનંદા તથા મંદાકિની નદીઓના તટ પર સ્થિત છે. બાબા કેદારનાથનું મંદિર બદ્રિનાથના માર્ગમાં સ્થિત છે. કેદારનાથનું વર્ણન સ્કન્દ પુરાણ અને શિવ પુરાણમાં મળે છે. એવી માન્યતા છે કે કેદારનાથના દર્શન કર્યા વિના બદ્રીનાથની યાત્રા અધૂરી છે. 

6- ભીમાશંકર જ્યોતિર્લિંગ:
ભીમાશંકર જ્યોતિર્લિંગ  મહારાષ્ટ્રમાં પૂણેથી લગભગ 100 કિમી દૂર ડાકિનીમાં આવેલું છે જે સહ્યાદ્રિ નામના પર્વત પર સ્થિત છે. ભીમાશંકર જ્યોતિર્લિંગને મોટેશ્વર મહાદેવ નામથી પણ ઓળખવામાં આવે છે. આ મંદિરની માન્યતા છે કે જો ભક્ત શ્રદ્ધાથી આ મંદિરના રોજ સવારે સૂર્ય નિકળવા બાદ દર્શન કરે છે તો તેના સાત જન્મોના પાપ દૂર થઈ જાય છે. અહીં સ્થિત શિવલિંગ ખૂબ જ ઘટ્ટ છે, તેથી તેને મોટેશ્વર મહાદેવ પણ કહેવામાં આવે છે.

7- વિશ્વનાથ જ્યોતિર્લિંગ:
વારાણસી શહેર જેને ધર્મ નગરી કાશી તરીકે ઓળખવામાં આવે છે, તે ગંગા નદીના કિનારે આવેલું છે, બાબા વિશ્વનાથનું મંદિર જે વિશ્વનાથ જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે.  આ શિવલિંગ કાશીમાં સ્થિત છે. કહેવાય છે કે હિમાલયને છોડીને ભગવાન શિવે અહીં સ્થાયી નિવાસ બનાવ્યો હતો. એવું કહેવાય છે કે પ્રલય કાળનું પણ આ નગર પર કોઈ અસર નહોતી થઈ. આ માટે બધા ધર્મ સ્થળોમાં કાશીનું વધારે મહત્વ કહેવાય છે.

8- ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ:
ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં નાસિકથી 30 કિમી પશ્ચિમમાં આવેલું છે. ગોદાવરી નદીના કિનારે આવેલું આ મંદિર કાળા પથ્થરોથી બનેલું છે. આ જ્યોતિર્લિંગની સૌથી નજીક બ્રહ્માગિરિ નામનો પર્વત છે.  શિવપુરાણમાં વર્ણન છે કે ગૌતમ ઋષિ અને ગોદાવરીની પ્રાર્થના પર ભગવાન શિવે આ સ્થાન પર નિવાસ કરવાનું નક્કી કર્યું અને ત્ર્યંબકેશ્વર નામથી પ્રસિદ્ધ થયા.

9- બૈજનાથ જ્યોતિર્લિંગ:
ઝારખંડના સંથાલ પરગનાના દુમકા નામના જનપદમાં આ શિવલિંગ સ્થિત છે. કહેવાય છે કે રાવણના તપના બળથી શિવલિંગને લંકા લઇ જઇ રહ્યો હતો પરંતુ રસ્તામાં વિચ્છેદ આવી જવાના કારણે શરત અનુસાર શિવજી અહીંયા સ્થાપિત થઇ ગયા.

10- રામેશ્વર જ્યોતિર્લિંગ:
આ જ્યોતિર્લિંગ તમિલનાડુ રાજ્યના રામનાથ પુરં નામના સ્થાનમાં સ્થિત છે. કહેવાય છે કે લંકા પર આક્રમણ કરતા પહેલા ભગવાન રામે શિવલિંગની સ્થાપના કરી હતી. ભગવાન રામ દ્વારા સ્થાપિત હોવાના કારણે આ જ્યોતિર્લિંગને ભગવાન રામનું નામ રામેશ્વરમ આપવામાં આવ્યું છે.

11- નાગેશ્વર જ્યોતિર્લિંગ:
ગુજરાતમાં દ્વારકાપુરીથી 17 માઈલ દુર આ જ્યોતિર્લિંગ આવેલું છે. ધાર્મિક પુરાણોમાં ભગવાન શિવને સાપના દેવતા અને નાગેશ્વર એટલે સાપના દેવતા તરીકે વર્ણવવામાં આવ્યા છે. કહેવાય છે કે ભગવાનની ઈચ્છાઅનુસાર જ આ જ્યોતિર્લિંગનું નામકરણ કરવામાં આવ્યું છે. માન્યતા અનુસાર જે પણ વ્યક્તિ પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે અહીંયા દર્શન માટે આવે છે તેની બધી જ શુભકામનાઓ પૂરી થાય છે.

12- ઘૃષ્ણેશ્વર કે ઘુષ્મેશ્વર જ્યોતિર્લિંગ:
મહારાષ્ટ્ર રાજ્યમાં દૌલતાબાદથી 12 કિમી દૂર બેરૂલ ગામમાં આ જ્યોતિર્લિંગની સ્થાપના કરાઈ હતી. તેને ધૃસણેશ્વરના નામથી પણ ઓળખાય છે. દૂર-દૂરથી લોકો અહીંયા દર્શન માટે આવે છે અને આત્મિક શાંતિ પ્રાપ્ત કરે છે. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાં આ છેલ્લું જ્યોતિર્લિંગ છે. આ જ્યોતિર્લિંગને ઘુષ્મેશ્વર તરીકે પણ ઓળખવામાં આવે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

12 jyotirlingas 12 જ્યોતિર્લિંગ Mahashivratri 2023 મહાશિવરાત્રિ મહાશિવરાત્રિ 2023 Mahashivratri 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ