બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

logo

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત

logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

VTV / mahadev betting app case bhupesh baghel took 508 crore

મહાદેવ સટ્ટાબાજી એપ કેસ / CM અને તેમના દીકરાને મેં 500 કરોડ રૂપિયા આપ્યા....: ચૂંટણી પહેલા સટોડીયાએ ગંભીર આરોપ લગાવતા રાજકારણમાં હડકંપ

Priyakant

Last Updated: 10:17 AM, 6 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mahadev Betting App Case Latest News: મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પર ગંભીર આરોપો, મુખ્યમંત્રીને 508 કરોડ રૂપિયા આપ્યા હતા

  • મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં મોટા સમાચાર
  • છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પર ગંભીર આરોપો
  • આરોપીએ કહ્યું, CM અને તેમના દીકરાને મેં 500 કરોડ રૂપિયા આપ્યા

Mahadev Betting App Case : મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે 22 ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ અને વેબસાઈટને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. આ સટ્ટાબાજીના પ્લેટફોર્મમાં મહાદેવ એપ પણ સામેલ છે. મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પર ગંભીર આરોપો લાગ્યા છે. 

અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આ કેસમાં ભૂપેશ બઘેલનું નામ આપ્યું હતું. આ તરફ હવે આ કેસના મુખ્ય આરોપીએ એક વીડિયો જાહેર કર્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, તેણે છત્તીસગઢના મુખ્યમંત્રીને 508 કરોડ રૂપિયા આપ્યા હતા. દાવા મુજબ આ સોદામાં મુખ્યમંત્રીના રાજકીય સલાહકાર વિનોદ વર્મા પણ સામેલ હતા.

શું કહ્યું મુખ્ય આરોપીએ ? 
અહેવાલ મુજબ મહાદેવ સટ્ટાબાજી એપ કેસના મુખ્ય આરોપીઓમાંના એક શુભમ સોનીએ એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં આરોપીએ દાવો કર્યો છે કે, વિનોદ વર્મા તેની પાસેથી રક્ષણ માટે દર મહિને 10 લાખ રૂપિયા લેતા હતા. આરોપીએ એમ પણ કહ્યું છે કે, વિનોદ વર્માએ તેને રાયપુરમાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સાથે મુલાકાત કરાવી હતી. આરોપીએ વીડિયોમાં વધુમાં કહ્યું કે, જ્યારે મારી સીએમ સાહેબ (ભૂપેશ બઘેલ) સાથે મુલાકાત થઈ, ત્યારે તેમણે મને દુબઈ જઈને મારું કામ વિસ્તારવાનું કહ્યું.

સટ્ટાબાજીની એપનો માલિક છે શુભમ સોની
આરોપી શુભમ સોનીએ કહ્યું કે, તે આ સટ્ટાબાજીની એપનો માલિક છે. તેના દાવા મુજબ મુખ્યમંત્રી બઘેલને મળ્યા બાદ તેમણે અન્ય ઘણા લોકો સાથે પણ મુલાકાત કરી હતી. તે બોલ્યો કે, થોડા દિવસો સુધી બધું બરાબર ચાલ્યું પરંતુ પછી સમસ્યાઓ શરૂ થઈ. અમારા લોકો અંદર થવા લાગ્યા. હું ચિંતિત થઈ ગયો અને વર્મા જી (વિનોદ વર્મા) ને ફોન કર્યો. તેણે કહ્યું, ભિલાઈ આવો, અમે તમારી મુલાકાત ગોઠવીશું. હું ભયથી ભિલાઈ પહોંચ્યો. 

508 કરોડ રૂપિયા ચૂકવવાનું કહેવામાં આવ્યું 
વીડિયોમાં આરોપીએ દાવો કર્યો છે કે, તે ભિલાઈમાં તત્કાલીન પોલીસ અધિક્ષક પ્રશાંત અગ્રવાલને મળ્યો હતો. જ્યાં અગ્રવાલે ફરીથી મુખ્યમંત્રી બઘેલ સાથે વાત કરી હતી. આ પછી આરોપીને 508 કરોડ રૂપિયા ચૂકવવાનું કહેવામાં આવ્યું. આરોપીઓના જણાવ્યા મુજબ, મેં બઘેલ સાહેબ, બિટ્ટુ ભૈયા (ભુપેશ બઘેલના પુત્ર) અને તેમના લોકોને 508 કરોડ રૂપિયા આપ્યા છે. એ પછી પણ મારું કામ પૂરું થતું નથી. શુભમ સોનીએ ભારત સરકાર પાસે મદદ માંગી છે અને કહ્યું છે કે, તે ભારત આવવા માંગે છે અને સરકારને તમામ પ્રકારના પુરાવા આપવા તૈયાર છે. તેણે કીધુ, મેં તેમને પૈસા આપ્યા છે, મારી પાસે દરેક બાબતના પુરાવા છે. મારે પણ ભારત જવું છે, અહીંથી પાછા ફરવું છે. મને અહીંથી ભારત જતાં ડર લાગે છે.

મહાદેવ એપ બ્લોક કરવામાં આવશે
આ પહેલા EDએ આ કેસમાં છત્તીસગઢ સીએમ ઓફિસ સાથે જોડાયેલા અધિકારીઓના નામ લીધા હતા. જે બાદ સીએમ ભૂપેશ બઘેલનું નામ આ મામલે સીધું લેવામાં આવ્યું હતું. તપાસ એજન્સીએ દાવો કર્યો હતો કે એપના પ્રમોટર્સ તરફથી સીએમ બઘેલને નિયમિત ચૂકવણી કરવામાં આવી હતી, જેની કુલ રકમ 508 કરોડ રૂપિયા છે. આ દાવો અસીમ દાસ નામના વ્યક્તિના નિવેદનના આધારે કરવામાં આવ્યો છે, જેને ED દ્વારા પકડવામાં આવ્યો છે.

EDની કાર્યવાહી બાદ હવે IT મંત્રાલયે પણ ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ સિન્ડિકેટ સામે કાર્યવાહી હાથ ધરી છે. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, મહાદેવ એપ સહિત 22 ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ અને વેબસાઇટ્સને બ્લોક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું છે કે EDની વિનંતી પર બ્લોકિંગ ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે, છત્તીસગઢ સરકારે આવી કોઈ વિનંતી કરી નથી. તાજેતરમાં જ છત્તીસગઢમાં એક ચૂંટણી રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ મામલે ભૂપેશ બઘેલને ઘેર્યા હતા. જો કે, મુખ્યમંત્રી બઘેલે EDના આ આરોપોને નકારી કાઢ્યા છે અને ભાજપ પર ચૂંટણી જીતવા માટે એજન્સીઓની મદદ લેવાનો આરોપ લગાવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ