બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / Lumpy virus spread in 20 districts of Gujarat

કહેર / ગુજરાતના પશુપાલકોમાં ફફડાટ ! 20 જિલ્લામાં લમ્પી વાયરસે કર્યો પગપેસારો,આ જિલ્લામાં સ્થિતિ ચિંતાજનક

Khyati

Last Updated: 03:30 PM, 1 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં લમ્પી વાયરસનો વધી રહ્યો છે કહેર, ગુજરાતના 20 જિલ્લા લમ્પી વાયરસની ચપેટમાં, પશુપાલકોમાં ચિંતાનો માહોલ

  • ગુજરાતના 20 જિલ્લામાં પશુઓમાં લમ્પી વાયરસ ફેલાયો
  • રાજ્યમાં 54 હજાર 161 પશુઓ અસરગ્રસ્ત
  • અત્યાર સુધીમાં કુલ 1431 પશુઓના વાયરસના કારણે મૃત્યુ

ગુજરાતમાં ધીરે ધીરે લમ્પી વાયરસ પગપેસારો કરી રહ્યો છે. અત્યાર સુધી માત્ર 14 જિલ્લામાં આ વાયરસ ફેલાયો હતો જે હવે વધીને 20 જિલ્લા સુધી પહોંચ્યો છે.   લમ્પી વાયરસનો કહેર વધતા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે.રાજ્યમાં  54 હજાર 161 પશુઓ અસરગ્રસ્ત થયા છે. લમ્પી વાયરસને કારણે 1 હજાર 431 પશુઓના મૃત્યુ થયા છે..લમ્પી વાયરસને રોકવા માટે રાજ્યમાં કુલ 8 લાખ 17 હજાર પશુઓનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે.  લમ્પી વાયરસનો સૌથી વધુ કહેર કચ્છ જિલ્લામાં જોવા મળ્યો છે..કચ્છ જિલ્લામાં 37 હજાર 414 પશુઓ અસરગ્રસ્ત થયા છે.  તો બીજી તરફ તંત્ર દ્વારા પશુઓેમાં રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. 

બોટાદમાં લમ્પી વાયરસ

બોટાદ જિલ્લાના 497 પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળ્યા. જિલ્લાના 66 ગામડાઓમાં લમ્પીના કેસ નોંધાયા અને રાણપુરમાં એક પશુનું મૃત્યુ પણ થયું છે. જો કે, આ લમ્પીની દહેશત વચ્ચે 21 હજાર 865 પશુનું રસીકરણ પણ કરાયું છે. હાલ જિલ્લામાં પશુપાલન વિભાગની 10 ટીમો કાર્યરત થઇ ગઇ છે.

રાજકોટમાં તો પશુઓની હેરફેર અને પશુમેળા પર પ્રતિબંધ લગાવાયો છે

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસે કહેર વર્તાવ્યો છે. રાજકોટમાં લમ્પીના કારણે અનેક પશુના મૃત્યુ થયા છે, ત્યારે રાજકોટને નિયંત્રિત જાહેર કરી રોગને ફેલાતો અટકાવવા પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં અન્ય રાજ્યો અને જિલ્લાઓમાંથી પશુઓની હેરફેર પર પ્રતિબંધ, તથા પશુઓના વેપાર, પશુમેળા અને પશુ પ્રદર્શન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સાથે ચેપી રોગવાળા પશુઓને જાહેરમાં ખુલ્લા મુકવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પોલીસ કમિશનરના આ જાહેરનામાનો 21 ઓગસ્ટ સુધી અમલ કરવાનો રહેશે.

લમ્પી વાયરસે ઉતર ગુજરાતને પણ ભરડામાં લીધું છે

બીજી બાજુ લમ્પી વાયરસે ઉતર ગુજરાતને પણ ભરડામાં લીધું છે. ઉત્તર ગુજરાતના પશુપાલકો પણ લમ્પી વાયરસને લઈને ચિંતામાં છે. જો લમ્પી વાયરસ ઉત્તર ગુજરાતમાં પ્રસર્યો તો હજારો પરિવારોની રોજી રોટી જોખમમાં મુકાશે. એમાંય ખાસ કરીને બનાસકાંઠાને લંમ્પી વાયરસે ભરડામાં લીધું છે અને જેને લઈને સૌથી મોટા પશુપાલન જિલ્લામાં પશુપાલકો ચિંતામાં છે.

તમને જણાવી દઇએ કે, બનાસકાંઠા જિલ્લામાં 4 લાખ જેટલાં લોકો પશુપાલન સાથે સંકળાયેલા છે. જિલ્લામાં પશુપાલકો પાસે 28 લાખ જેટલા પશુઓ છે જેમાં 13 લાખ જેટલી ગાય અને 15 લાખ જેટલી ભેંસો છે. જો કે જિલ્લામાં વાયરસનું પ્રમાણ ગાયોમાં ફેલાયું છે. બનાસકાંઠામાં અત્યાર સુધી 1200 પશુઓને રોગની અસર થઈ છે અને 65 જેટલા પશુ મોતને ભેટ્યા છે. જિલ્લામાં વાવ, ભાભર, સુઈગામ, કાંકરેજ, થરાદ, લાખણી, ડીસા, ધાનેરા અને દિયોદર સહિતના 9 તાલુકાઓમાં 200 જેટલા ગામોમાં લમ્પી વાયરસની અસર જોવા મળી છે જેની ચિંતા કરી અને પશુપાલન વિભાગ તેમજ બનાસ ડેરીની ડૉક્ટરોની ટીમો કામે લાગી છે. રોગચાળાને નાથવા રાત-દિવસ 11 ઈમરજન્સી વાહનો કાર્યરત છે.

જાણો લમ્પી વાયરસ શું છે?

લમ્પી વાયરસમાં પશુઓમાં જોવા મળે છે.
લમ્પી સ્કીન ડિસીઝ વાયરસ જન્ય રોગ છે.
મચ્છર,માખી ઇતરડી કે રોગિષ્ઠ પશુ સાથેના સીધા સંપર્કથી ફેલાવો થાય છે.
દુષિત ખોરાક કે પાણીથી પણ ફેલાય છે લમ્પી વાયરસ.
વાયરસ દાખલ થયાના એક અઠવાડિયાની અંદર રોગના ચિન્હો જોવા મળે છે.
પશુને તાવ આવે, પશુ ખાવાનું ઓછું કરે અથવા તો સંપૂર્ણ બંધ કરી દે છે.
ચામડી પર ફોડલા જેવા ગઠ્ઠા થાય છે.
પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા પર અસર થાય છે.
રોગચાળો ફેલાવવાનો દર માત્ર 10થી 20 ટકા છે.
પશુઓનો મૃત્યુ દર ખૂબ જ ઓછો 1થી 2 ટકા છે.
આ રોગ પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતો નથી.

લમ્પી વાયરસથી પશુઓને બચાવવા શું કરવું જોઇએ?

બીમાર પશુઓને સ્વસ્થ પશુઓથી તાત્કાલિક અલગ કરવા જોઇએ.
પશુઓની રહેઠાણની જગ્યા સ્વચ્છ રાખવી જોઇએ.
પશુઓના રહેઠાણને માખી,મચ્છર અને ઇતરડીનો ઉપદ્રવ અટકાવવો જોઇએ.
લમ્પી રોગ તંદુરસ્ત પશુઓમાં ન આવે એટલા માટે તંદુરસ્ત પશુઓમાં રસીકરણ કરવું.
પશુપાલકે ટોલ ફ્રી નંબર 1962 પર સંપર્ક કરવો જોઇએ.
રોગગ્રસ્ત વિસ્તારથી પશુઓનું સ્થળાંતર બંધ કરવું.
પશુઓના ખોરાક,પાણી અને માવજત અલગથી કરવી.
પશુઓ રોગપ્રતિકારક શક્તિને લીધે 2થી 3 અઠવાડિયા સુધીમાં સ્વસ્થ થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ