બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

logo

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત

logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

VTV / ભારત / Lok Sabha Election 2024 now what Congress manifesto will be like

Lok Sabha Election 2024 / 450નો સિલેન્ડર, MSPની ગેરંટી, અગ્નિવીર યોજના બંધ કરવાનો વાયદો..., જાણો કેવું હશે કોંગ્રેસનું મેનિફેસ્ટો

Megha

Last Updated: 09:05 AM, 5 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસની મેનિફેસ્ટો કમિટીની છેલ્લી બેઠક સોમવારે સાંજે મળી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ મેનિફેસ્ટો યુવાનો, મહિલાઓ, ખેડૂતો, પછાત લોકો અને ગરીબો પર ફોકસ કરી શકે છે.

લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને તારીખો પણ જલ્દી જ જાહેર કરવામાં આવશે. એવામાં હવે કોંગ્રેસ લોકસભા ચૂંટણીને લઈને પોતાનું ઘોષણાપત્ર જાહેર કરવા જઈ રહી છે. સોમવારે સાંજે યોજાયેલી બેઠક બાદ કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે પાર્ટીનો મેનિફેસ્ટો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. હાલમાં ઉમેદવારોના નામને લઈને પાર્ટીની અંદર મંથન ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં કોંગ્રેસ લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારી શકે છે. 

VIDEO : 'મારો ભાઈ તડકામાં પિતાના જનાજા પાછળ ચાલ્યો', પ્રિયંકાએ શેર કર્યો  રાજીવ ગાંધીની અંતિમયાત્રાનો વીડિયો I RAHUL GANDHI SHARED A VIDEO OF RAJIV  GANDHI ANTIMYATRA AND ...

એ વાત તો જાણીતી જ છેકે અત્યારે દરેક રાજકીય પક્ષોએ પણ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે અને ઉમેદવારનું નામ ફાઇનલ કરવાની સાથે રણનીતિ ઘડવા માટે પણ વિચાર-મંથન ચાલી રહ્યું છે. એવામાં હવે દરેક પાર્ટીનું મેનિફેસ્ટો સૌથી મહત્વપૂર્ણ છે. દરમિયાન કોંગ્રેસની મેનિફેસ્ટો કમિટીની છેલ્લી બેઠક સોમવારે સાંજે મળી હતી. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ મેનિફેસ્ટો યુવાનો, મહિલાઓ, ખેડૂતો, પછાત લોકો અને ગરીબો પર ફોકસ કરી શકે છે.  

માનવામાં આવે છે કે પાર્ટી મેનિફેસ્ટોમાં અગ્નિવીર યોજના બંધ કરવા જેવા મુદ્દાઓ પણ સામેલ કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોંગ્રેસ AI દ્વારા મોટા પાયે પ્રચાર કરવાની તૈયારી કરી રહી છે. સાથે જ એવી શક્યતા છે કે કોંગ્રેસ પી. ચિદમ્બરમની આગેવાની હેઠળની સમિતિ દ્વારા મંગળવારે એટલે કે આજે મેનિફેસ્ટો જાહેર કરી શકે છે. 

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસની 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર,  જુઓ ક્યાંથી કોને મળી ટિકિટ | The Congress announced the names of 43  candidates in the first list ...

મેનિફેસ્ટોમાં મોટી સંખ્યામાં નોકરીઓ આપવાનું વચન આપવાની સાથે અગ્નવીર યોજના બંધ કરવાનું અને જૂની ભરતી યોજનાને ફરીથી શરૂ કરવાનું વચન પણ સામેલ થઈ શકે છે. કોંગ્રેસ પેપર લીકને રોકવા માટે કડક સજાની વાત કરી શકે છે. આ સાથે જ મહિલાઓના સશક્તિકરણ પર પણ બહાર આપી શકે છે. આ માટે તેઓ સીધા મહિલાઓના ખાતામાં વધુ પૈસા નાખવાનું વચન આપી શકે છે. 

ઉપરાંત 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનું અને બસની મુસાફરીમાં ડિસ્કાઉન્ટ આપવાનું વચન પણ આપી શકે છે. ખેડૂતોની સીધી લોન માફીને બદલે MSPની ગેરંટીનું વચન અને ખેડૂતોના સાધનો પરથી GST દૂર કરવા અથવા ઘટાડવાનું વચન આપી શકે છે. સાથે જ મોંઘવારીમાંથી મુક્તિ મેળવવા પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાની વાત પણ મેનિફેસ્ટોમાં કહી શકે છે. 

વધુ વાંચો: જેપી નડ્ડાનું રાજ્યસભામાંથી રાજીનામું, ગુજરાતમાંથી યથાવત, લોકસભા ચૂંટણી પહેલા મોટું પગલું

એ વાત જાણીતી જ છે કે 2014 અને 2019માં કોંગ્રેસનું પ્રદર્શન બહુ સારું નહોતું તેથી આ વખતે પાર્ટી મેનિફેસ્ટો દ્વારા લોકોને પાર્ટીનું વિઝન જણાવવા માંગે છે. હાલમાં કોંગ્રેસે ઉમેદવારોના નામ પણ જાહેર કર્યા નથી. જ્યારે ભાજપે 195 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ