બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

VTV / ભારત / BJP chief JP Nadda resigns as Rajya Sabha MP from Himachal Pradesh

લોકસભા / જેપી નડ્ડાનું રાજ્યસભામાંથી રાજીનામું, ગુજરાતમાંથી યથાવત, લોકસભા ચૂંટણી પહેલા મોટું પગલું

Hiralal

Last Updated: 09:10 PM, 4 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ હિમાચલ પ્રદેશમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે રાજીનામું આપ્યું છે.

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ હિમાચલ પ્રદેશથી રાજ્યસભાના સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે કારણ કે તાજેતરમાં તેઓ ગુજરાતમાંથી રાજ્યસભા સાંસદ તરીકે બિનહરીફ ચૂંટાયાં હતા તેથી તેમણે હિમાચલના સાંસદ તરીકે રાજીનામું આપ્યું હતું તેથી હવે તેઓ ગુજરાતમાંથી સાંસદ તરીકે ચાલુ રહેશે. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડેએ નડ્ડાનું રાજીનામું સ્વીકારી લીધું છે. રાજ્યસભાના સંસદીય બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે, "હિમાચલ પ્રદેશ રાજ્યનું પ્રતિનિધિત્વ કરતી કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ (રાજ્યસભા)ના ચૂંટાયેલા સભ્ય જગત પ્રકાશ નડ્ડાએ રાજ્યસભામાં તેમની બેઠક પરથી રાજીનામું આપ્યું હતું અને તેમનું રાજીનામું 4 માર્ચે રાજ્યસભાના અધ્યક્ષ દ્વારા સ્વીકારવામાં આવ્યું છે.

ગુજરાતમાંથી રાજ્યસભા સાંસદ તરીકે ચાલુ રહેશે 
જેપી નડ્ડા રાજ્યસભાના 57 સાંસદોમાંના એક છે જેમનો કાર્યકાળ એપ્રિલમાં પૂરો થાય છે. આ પછી તેઓ ગુજરાત બેઠક પરથી રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લેશે. ગુજરાતમાંથી ભાજપના ચાર સાંસદ રાજ્યસભામાં ચૂંટાયા છે. 

ગુજરાતમાંથી 4 રાજ્યસભામા ચૂંટાયા 
ગુજરાતમાંથી ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, જસવંતસિંહ પરમાર, મયંક નાયક અને ગોવિંદભાઈ ધોળકિયા રાજ્યસભામાં ચૂંટાયા છે. 

જેપી નડ્ડા પર ઉડતી નજર 

  • ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ 
  • જે.પી.નડ્ડાનું પુરુ નામ છે જગત પ્રકાશ નડ્ડા
  • બિહારના પટનામાં 1960માં જન્મ
  • BA અને LLB સુધીનો અભ્યાસ પટનામાંથી 
  • શરૂઆતથી જ ABVPના કાર્યકર 
  • પ્રથમવાર 1993માં હિમાચલ પ્રદેશથી ધારાસભ્ય ચૂંટાયા 
  • રાજ્ય અને કેન્દ્રમાં મંત્રી તરીકેની જવાબદારી નિભાવી 
  • 1994થી 1998 સુધી વિધાનસભામાં વિપક્ષના નેતા 
  • મોદી સરકારના પહેલા કાર્યકાળમાં આરોગ્ય પ્રધાન હતા 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ