બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / local-body-election-campaign-cricketer-ravindra-jadeja-s-wife-support-bjp-sister-for-congress
ADVERTISEMENT
મહત્વનું છે કે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનો પરિવાર આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ખૂબ જ ચર્ચામાં છે, પરંતુ આ વખતે સર જડ્ડુના લીધે નહિ પણ આ પરિવારની બે મહિલાઓના લીધે આ પરિવાર ચર્ચામાં છે, વાત જાણે એમ છે કે આ પરિવારની બે મુખ્ય મહિલાઓ ગુજરાતની બે મુખ્ય પાર્ટીઓ માટે અલગ અલગ જગ્યાએ પ્રચાર કરીને પોતાની પાર્ટી માટે મત માંગી રહી છે.

ADVERTISEMENT
જાડેજાના પરિવારમાંથી બે અલગ મહિલા બે અલગ પક્ષો માટે કરી રહી છે પ્રચાર
આ ચૂંટણીમાં રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા ભાજપ માટે જ્યારે કે તેના બહેન નયનાબા જાડેજા કોંગ્રેસ માટે મત માંગી રહયા છે, નોંધનીય છે કે રીવાબા ઘણા સમયથી ભાજપ સાથે જ જોડાયેલા છે અને હાલમાં તેઓ રાજકોટમાં ભાજપ માટે અને નયનાબા જામનગરમાં કોંગ્રેસના ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યા છે.
ADVERTISEMENT
2017ની ચૂંટણીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે રીવાબા જાડેજા ભાજપમાં સામેલ થઇ ગયા હતા, જો કે આ પહેલી વાર છે કે તેઓ ભાજપના પ્રચાર માટે મંચ પર પહોંચ્યા હતા, જો કે મામલે રીવાબાનું કહેવું છે કે તેઓ ભાજપની વિચારધારા સાથે જોડાયેલ છે અને આ ક્ષેત્રીય મહાસંમેલન છે, જેના લીધે તે પ્રચારમાં આવ્યા છે.

ADVERTISEMENT
નયનાબ જામનગરમાં કરી રહ્યા છે પ્રચાર
તે જ સમયે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન જામનગરમાં કોંગ્રેસ માટે ડોર ટૂ ડોર પ્રચારની કામગીરી પણ સંભાળી રહ્યા છે અને ઉમેદવારો માટે મત પણ માંગી રહયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.