બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Loans of thousands of crores were given on one phone of the family: PM Modi

નિવેદન / પરિવારના એક ફોન પર આપવામાં આવતી હતી હજારો કરોડની લોન: PM મોદીએ ફોન બૅન્કિંગ કૌભાંડનો ઉલ્લેખ કરી કર્યો પ્રહાર

Priyakant

Last Updated: 03:55 PM, 22 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi Statement News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળા હેઠળ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા ભરતી થયેલા 70,000થી વધુ નિમણૂંક પત્રોનું વિતરણ કર્યું

  • PM મોદીએ રોજગાર મેળામાં 70,000થી વધુ નિમણૂંક પત્રો કર્યા વિતરણ 
  • PM મોદીએ  કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા
  • પાર્ટી પર ફોન બેંકિંગ કૌભાંડનો આરોપ પણ લગાવ્યો 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળા હેઠળ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા ભરતી થયેલા 70,000થી વધુ નિમણૂંક પત્રોનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને પાર્ટી પર ફોન બેંકિંગ કૌભાંડનો આરોપ પણ લગાવ્યો.

PM મોદીએ લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન દેશ વિકાસ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે સરકારી કર્મચારી તરીકે યોગદાન આપવું એ ગૌરવની વાત છે. ભારતની જનતાએ દેશને વિકસિત બનાવવાનો સંકલ્પ લીધો છે. આવનારા 25 વર્ષ ભારત માટે નિર્ણાયક છે.

નાની બેંકોનું વિલીનીકરણ કરીને મોટી બેંકની સ્થાપના
PM મોદીએ કહ્યું કે, ફોન બેન્કિંગ કૌભાંડે બેન્કિંગ ક્ષેત્રની કમર તોડી નાખી છે. તેમણે કહ્યું કે, વર્ષ 2014માં અમે બેંકિંગ સેક્ટરને પુનર્જીવિત કરવાનું શરૂ કર્યું. અમે દેશની જાહેર ક્ષેત્રની બેંકોના સંચાલનને મજબૂત બનાવ્યું છે. નાની બેંકોને એક મોટી બેંકમાં મર્જ કરવામાં આવી હતી. સરકારે નાદારી સંહિતા લાગુ કરી હતી, જેથી ભવિષ્યમાં કોઈ પણ બેંક બંધ થાય તો તેને ઓછું નુકસાન થાય.

કોંગ્રેસ પર ફોન બેંકિંગ કૌભાંડનો આરોપ
વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોબ ફેરને સંબોધિત કરતા PM મોદીએ કહ્યું કે હાલમાં ભારતનું બેન્કિંગ સેક્ટર વિશ્વમાં સૌથી મજબૂત માનવામાં આવે છે. નવ વર્ષ પહેલા સુધી આ સ્થિતિ નહોતી. કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, અગાઉની સરકારમાં બેંકિંગ સેક્ટરમાં ભારે તબાહી થઈ હતી. તેમણે કહ્યું કે, આજે આપણે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવા સક્ષમ છીએ, પરંતુ નવ વર્ષ પહેલા સુધી 140 કરોડની વસ્તીમાં મોબાઈલ બેન્કિંગ નહોતું. 

કોંગ્રેસ પર આરોપ લગાવતા PM મોદીએ કહ્યું કે જે, લોકો પાછલી સરકારની નજીક હતા તેમને એક ફોન પર બેંકોમાંથી હજારો કરોડની લોન આપવામાં આવી હતી, જે આજ સુધી ચૂકવવામાં આવી નથી. આ ફોન બેંકિંગ કૌભાંડ અગાઉની સરકારમાં અત્યાર સુધીના સૌથી મોટા કૌભાંડોમાંનું એક હતું.

કિરેન રિજિજુએ કર્યા PM મોદીના વખાણ 
PM મોદીની પ્રશંસા કરતા કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે, જોબ ફેર 10 લાખ સરકારી નોકરીઓનું સર્જન કરવા અને લાયકાત ધરાવતા લોકોને સંબંધિત પદો પર નિયુક્ત કરવાના PM મોદીના વચનનો એક ભાગ છે. અમે તેને માત્ર નોકરી નહીં પરંતુ રાષ્ટ્રની સેવા માનીએ છીએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ