બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / LK Advani appeared with the PM for a long time

રાજકારણ / વર્ષો બાદ એક મંચ પર સાથે જોવા મળ્યા PM મોદી અને ભાજપના પીઢ નેતા, રાજકારણમાં ચર્ચા શરૂ

Ronak

Last Updated: 03:07 PM, 20 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી લાંબા સમયે આજે વડાપ્રધાન મોદી સાથે જોવા મળ્યા. સોમનાથ મંદિરમાં વિકાસના PM મોદીએ વિકાસના કામો શરૂ કરાવ્યા ત્યારે તેઓ વીડિયો કોન્ફરન્સમાં તેમની સાથે દેખાયા હતા.

  • લાબાં સમયે લાલકૃષ્ણ અડવાણી PM સાથે દેખાયા 
  • વીડિયો કોન્ફરન્સમાં PM અને અડવાણી સાથે દેખાયા 
  • સોમનાથ મંદિરના ટ્રસ્ટી છે લાલકૃષ્ણ અડવાણી 

વડાપ્રધાન મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા સોમનાથ મંદિરના પ્રોજેક્ટોની શરૂઆત કરી. આ કાર્યક્રમમાં દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી પણ લાંબા સમયે નજરે પડ્યા હતા. વીડિયો કોન્ફરન્સ દ્વારા તેઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. સોમનાથ મંદિર સાથે લાલકૃષ્ણ અડવાણની ઘણી યાદો જોડાયેલી છે. જેથી આજે તેઓ લાંબા સમય બાદ વીડિયો કોન્ફરન્સમાં વડાપ્રધાન સાથે જોવા મળ્યા હતા. 

લાલકૃષ્ણ અડવાણી પણ સોમનાથના ટ્રસ્ટી 

સોમનાથ મંદિર ટ્રસ્ટમાં કુલ 8 સભ્યો છે. જે પૈકી એક લાલકૃષ્ણ અડવાણી પણ છે. 25 નવેમ્બર 1990ના રોજ લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથી તેમની રથયાત્રા શરૂ કરી હતી. જે યાત્રાના બધી જવાબદારી તે સમયે વડાપ્રધાન મોદીએ લીધી હતી.આપને જણાવી દઈએ કે 23 એપ્રીલ 1999 રોજ લાલકૃષ્ણ અડવાણી ઉપ પ્રધાનમંત્રી બન્યા હતા. અને ત્યારથીજ તેઓ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. 

તાલિબાનને સંદેશ

PM મોદીએ નામ લીધા વિના કહ્યું કે જે તોડનારી શક્તિઓ છે, જે આતંકનાં બળે પોતાનું સામ્રાજ્ય ઊભું કરનારી વિચારધારા છે, તે કોઈ પણ કાળમાં થોડા સમય માટે ભલે હાવી થઈ જાય પરંતુ તેનું અસ્તિત્વ ક્યારેય સ્થાયી ન હોઇ શકે, તે વધારે દિવસ સુધી માનવતાને દબાવીને રાખી શકે નહીં. નાશ કરનાર દળો, આતંકના આધારે સામ્રાજ્ય ઉભું કરતી વિચારસરણી અમુક સમયગાળામાં અમુક સમય માટે પ્રભુત્વ ધરાવી શકે છે, પરંતુ, તેનું અસ્તિત્વ ક્યારેય કાયમી હોતું નથી, તે માનવતાને લાંબા સમય સુધી દબાવી શકતું નથી: ભારત અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી હિલચાલ પર સતત નજર રાખી રહ્યું છે અને હાલમાં રાહ અને જોવાની સ્થિતિમાં છે. દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ મહત્વનું નિવેદન આવ્યું છે, સોમનાથ મંદિર સંબંધિત કાર્યક્રમમાં આંતકવાદ પર તેમને મોટી વાત કહી છે. 

સોમનાથ મંદિરને કેટલીય વાર તોડવામાં આવ્યું : PM મોદી 

PM મોદીએ કહ્યું કે આ મંદિરને સદીઓનાં ઈતિહાસમાં કેટલીય વાર તોડવામાં આવ્યું, અહિયાં મૂર્તિઓને ખંડિત કરી દેવામાં આવી, અસ્તિત્વનો નાશ કરી દેવાના પ્રયત્ન કરવામાં આવ્યા. પરંતુ જેટલીવાર આ મંદિરને પાડવામાં આવ્યું, તેટલી જ વાર મંદિર ઊભું થઈ ગયું. 

ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ભારતની હરણફાળ

પર્યટન દ્વારા, દેશ માત્ર સામાન્ય માણસને જોડી રહ્યો નથી, પણ પોતાની પ્રગતિ પણ કરી રહ્યો છે. આના પરિણામે, જ્યાં 2013 માં ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સમાં દેશ 65 મા ક્રમે હતો, તે 2019 માં ઘટીને 34 મા સ્થાને આવી ગયો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ