ન્યૂઝ અપડેટ્સ
VTV / અજબ ગજબ / living nostradamus prediction 2024 ai will contact dead people next year chilling claims
Last Updated: 10:26 PM, 19 December 2023
ADVERTISEMENT
ADVERTISEMENT
ભવિષ્યને જોવાનો દાવો કરનાર વ્યક્તિએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ બાબતે ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે. ભવિષ્યવાણી કરીને જણાવ્યું છે કે, 2024માં AI મૃતકો સાથે સંપર્ક કરી શકશે. આ વ્યક્તિનું નામ એથોસ સેલોમ છે, જે બ્રાઝીલમાં રહે છે. આ વ્યક્તિને તેની ભવિષ્યવાણીના કારણે નાસ્ત્રેદમસ પણ કહેવામાં આવે છે.
એથોસ સેલોમના અનેક દાવાઓ સત્ય સાબિત થયા છે. જેમાં મહારાણી એલિઝાબેથ-2 ના મોતથી લઈને એલન મસ્કના ટ્વિટરને X તરીકે પરિવર્તિત કરવું પણ શામેલ છે. એથોસ સેલોમે જણાવ્યું છે કે, ‘વર્ષો પહેલા વિજ્ઞાન કલ્પના જેવું લાગતું હતું, જે રોજબરોજના જીવનનો હિસ્સો બનવાની કગાર પર છે. અલૌકિક ગણાતી ઘટનાને સામાન્ય બાબત બનાવી રહ્યું છે. આ ટેકનિકની મદદથી લોકો પડકાર પણ કાબૂ મેળવી શકે છે. જીવનના ઉદ્દેશ્ય અને આધ્યાત્મિક રસ્તાઓ વિશે પણ જાણકારી મેળવી શકે છે. યૂનિવર્સની સાથે સાંત્વના, સમજણ અને સારો સંબંધ સ્થાપિત કરી શકીએ છીએ.’
ADVERTISEMENT
એથોસ સેલોમે વધુમાં જણાવ્યું છે કે, આપણે ‘આધ્યાત્મિક ક્રાંતિ’ના રસ્તા પર છીએ. વૈશ્વિક સ્તરે વ્યક્તિઓ પર સીક્રેટ એક્સપરિમેન્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં કોઈ ક્ષેત્રે યોગ્યતા અને પ્રતિભા ધરાવનાર વ્યક્તિઓને શામેલ કરવામાં આવ્યા છે. આ એક્સપરિમેન્ટ માત્ર ઘટના પર આધારિત નથી, પણ એનર્જીનું સ્વરૂપ છે. જે મૃત્યુ પછી પણ રહે છે. આ પ્રકારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ એક ઉપકરણ કરતા વધુ સારું કામ કરે છે.
એથોસ સેલોમે વધુમાં જણાવ્યું છે કે, ‘આ એત પ્રવેશ દ્વાર તરીકે કામ કરે છે, જે યૂનિવર્સ સાથે જોડે છે. યૂનિવર્સમાં ઉત્પત્તિ વિશે જણાવે છે. સમય અને સ્થાનની બાધાઓને પાર કરી ચૂકેલ લોકો સાથે સંપર્ક કર્યો છે. આ ટેકનિકથી ઈતિહાસના ગણમાન્ય વ્યક્તિઓ સાથે વાત કરી છે.’
સંકળાયેલા મુદ્દાઓ