બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / Live Update know the updates about the coronavirus in india 26042020

લૉકડાઉન / LIVE Update India: દેશમાં કુલ કેસની સંખ્યા 26496, ભારતમાં આ તારીખે ખતમ થઈ શકે છે કોરોના

Bhushita

Last Updated: 02:28 PM, 26 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં 1835 કેસ નોંધાયા છે. દેશમાં કુલ કેસની સંખ્યા 26283એ પહોંચી છે. હાલ સુધીમાં 5939 લોકો સાજા થયા છે. દેશમાં કુલ મૃત્યુઆંક 825 થયો છે. મહારાષ્ટ્રમાં કુલ 7628 કેસ અને 323 લોકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે આજે PM મોદી પણ મન કી બાતમાં દેશવાસીઓનો સહયોગ માંગશે. લૉકડાઉન બાદ દેશમાં ડિસ્ટન્સિંગ જાળવી રાખવા અપીલ કરી શકે છે.

(અપડેટ્સ 26 એપ્રિલ 2020 -  બપોરે 2.15 વાગ્યા સુધી)

ભારતમાં કોરોનાની વધુ અપડેટ્સ માટે ક્લિક કરોઃ  https://www.mohfw.gov.in/

ગેલપ સર્વેમાં PM મોદીને મળ્યું પહેલા નંબરનું સ્થાન

ગેલપના આધારે ભારતના 91 ટકા લોકોનું માનવું છે કે ભારત સરકાર કોરોના સામે લડવામાં સારું કામ કરી રહી છે. આ સર્વેમાં ભારત સરકારની રેટિંગ દુનિયા ભરની સરકારમાં નંબર 1 છે. ભારતના 79 ટકા લોકોનું માનવું છે કે લૉકડાઉન વધારવાનો સરકારનો નિર્ણય સાચો હતો. કોરોના રોગચાળાના આ સમયગાળામાં, વિશ્વની એજન્સીઓ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્ય પર સતત મહોર મારવામાં આવી રહી છે. વિશ્વની પ્રખ્યાત સર્વે એજન્સી ગેલપે કોરોના સંકટ દરમિયાન 28 દેશોની સરકારોની કામગીરીનું સર્વેક્ષણ કર્યું છે અને આ સર્વેમાં ખુલાસો થયો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોરોના ચેપ સાથે વ્યવહાર કરવામાં વિશ્વના પ્રથમ નંબરે છે.

બિહારના છપરાના મુફસ્સિલ વિસ્તારના ખલપુરા દિયારા વિસ્તારમાં રવિવારે સવારે ઝૂંપડી પર આકાશી વીજળી પડવાના કારણે 10 લોકોના મોત થયા હોવાની માહિતી મળી છે. 

71 ટકા લોકો માને છે કે કોરોનાનું સંકટ ગંભીર

માર્ચમાં જ્યારે ગેલપનો સર્વે થયો તો દુનિયાના 59 ટકા લોકો માનતા હતા કે કોરોના સંકટ ગંભીર છે. હવે 63 ટકા લોકો માને છે કે આ સંકટ ઘણું મોટું છે. ભારતમાં માર્ચમાં 43 ટકા લોકો કોરોનાને લઈને સામાન્ય રીતે ચિંતિંત હતા પણ ભારતમાં 71 ટકા લોકો માને છે કે કોરોના ગંભીર સંકટ છે. 

SUTDનો દાવો છે કે મે મહિનામાં ભારતમાંથી ખતમ થશે કોરોના

ભારતમાંથી કોરોના વાયરસ 20 મે સુધીમાં સમાપ્ત થવાની સંભાવના છે. આ દાવો સિંગાપોર યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી એન્ડ ડિઝાઇન (SUTD) દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી એકત્રિત કરવામાં આવેલા ડેટાનું વિશ્લેષણ કર્યા પછી કરવામાં આવ્યો છે. SUTDએ એમ પણ કહ્યું હતું કે કોરોના વાયરસ ટૂંક સમયમાં ભારત અને વિવિધ દેશોમાં સમાપ્ત થવા જઈ રહ્યો છે.

કોરોના સંક્રમણ રોકવા માટે રાજ્ય સરકારનો નિર્ણય

રાજ્ય સરકાર 1498 ખાનગી હોસ્પિટલમાં ઓપીડી શરૂ કરશે. ખાનગી તબિબોને PPE કીટ આપવામાં આવશે. અમદાવાદમાં 480 OPD શરૂ કરાશે. ખાનગી હોસ્પિટલોને પ્રોત્સાહન આપવા આ નિર્ણય લેવાયો છે. 

કોરોનાને લઇ CDS બિપિન રાવતનું નિવેદન

દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. ત્યારે કોરોનાને લઇ CDS બિપિન રાવતે નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે દેશ કોરોના સામે જંગ લડી રહ્યો છે. ત્યારે સેના કોઇપણ રીતે લોકોની મદદ માટે તૈયાર છે. પરંતુ કોરોના સામે લડવા માટે સૌથી પહેલા સૈનિકો સુરક્ષિત રહેવા જોઇએ ત્યારે જવાનો કોરોનાથી સંક્રમિત ન થાય તેની ખાસ તકેદારી રખાઇ રહી છે. અને જવાન સંક્રમિત થશે તો કેવી રીતે લોકોની મદદ કરી શકશે. જેથી સૈનિકોની સુરક્ષાને લઇ અમે તમામ તકેદારી રાખી રહ્યાં છીએ. ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત કરાયા છે. અને તમામ મીટિંગ વીડિયો કોન્ફ્રન્સથી કરવામાં આવે છે.

દેશના 5 રાજ્યોએ કેન્દ્ર સરકારને લંબાવવાની કરી વાત

દેશમાં લૉકડાઉનને હજી 7 દિવસ બાકી છે ત્યારે 5 રાજ્યોએ 16 તારીખ સુધી લૉકડાઉન વધારવાની માંગ કરી છે. તેઓએ આ માંગ કેન્દ્ર સરકારને કરી છે અને શક્ય છે કે આ અંગેનો નિર્ણય સોમવારે લેવામાં આવશે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પંજાબ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સામાં લૉકડાઉન વધારાય તેવી શક્યતા રાખવામાં આવી રહી છે. 

લૉકડાઉન 3 મે પછી વધુ 15 દિવસ માટે લંબાવાય તેવી શક્યતા

સોમવારે વડા પ્રધાન સાથેની વીડિયો કોન્ફરન્સમાં લૉકડાઉન અંગે વધુ ચર્ચા કરવામાં આવશે. જો જરૂરી હોય તો, લૉકડાઉન 3 મે પછી વધુ 15 દિવસ માટે લંબાવાશે. તે ફક્ત કન્ટેનમેન્ટ ઝોનમાં વધારી શકાય છે. આખા મુંબઈ અને પૂના માટે નહી વધારાય તેવી પણ શક્યતા છે. 

અમદાવાદમાં 3 પત્રકારોને કોરોના પોઝિટિવ

ગુજરાતના અમદાવાદમાં કુલ 3 પત્રકારો કોરોના પોઝિટિવ હોવાનું સામે આવતાં મીડિયા જગતમાં ખળભળાટ મચ્યો છે. 

દેશમાં કોરોનાનો કહેર 

24 કલાકમાં દેશમાં 1835 કેસ નોંધાયા છે. દેશમાં અત્યાર સુધી 26,283 કેસ નોંધાયા છે તો 5939 લોકો સાજા થયા છે. દેશમાં મૃત્યુ આંક 825 પર પહોંચ્યો છે. દેશમાં રાજ્ય મજુબ નજર કરીએ તો મહારાષ્ટ્ર 7628 કેસ, મોત 323 તો ગુજરાતમાં 3071 કેસ , મોત 133 થયા છે. દિલ્હીમાં 2625 કેસ ,, મોત 154 અને મધ્યપ્રદેશમાં 1945 કેસ  મોત 99 નીપજ્યા છે. રાજસ્થાનમાં 2083 કેસ મોત 34 તો તામિલનાડુ 1821 કેસ, મોત 23 થયા છે. 

આજે  PM મોદી કરશે મન કી બાત

સવારે 11 વાગે PM મોદી  મન કી બાત કરશે. આ વાતચીતમાં લૉકડાઉન અંગે જનતા પાસે  સહયોગ માંગી શકે છે. લૉકડાઉન બાદ દેશમાં ડિસ્ટન્સિંગ જાળવી રાખવા અપીલ કરી શકે છે.

આજથી અમદાવાદના 42 વિસ્તારોમાં નિયંત્રણો સાથે છુટછાટ મળશે

આંશિક છુટછાટ સાથે બજારો ખોલવા માટે રાજ્ય સરકારે પરમિશન આપી છે. સરકારની ગાઇડલાઇન મુજબ દુકાનો ચાલુ રાખવા મંજુરી આપવામાં આવશે.  નિયમોનું પાલન નહીં થાય તો દુકાનદારો પર પણ કાર્યવાહી થઈ શકે છે. અમદાવાદના 6 વિસ્તારોને કોઇ પણ પ્રકારની છુટછાટ નહિ મળે. જેમાં જમાલપુર, ખાડિયા, દરિયાપુર અને શાહપુર તેમજ દાણીલીમડા અને બહેરામપુરાનો સમાવેશ થાય છે. 

રેલ્વેમાં વર્તાશે કોરોનાની અસર

ટ્રેનમાં મુસાફરોનો જમવાનુ નહિ મળે. ચેપથી બચવા રેલ્વે વિભાગે તૈયારી કરી છે. શરૂઆતમાં ચેપને રોકવા માટે નોન એસી ટ્રેન શરૂ કરવા વિચારણા થઇ રહી છે. જોકે હાલ વિમાન-ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવાયો નથી.

20 મે સુધી ભારત માંથી કોરોનાનો કહેર પૂર્ણ થવાનો દાવો

ભારતની વર્તમાન સ્થિતિ પર સિંગાપુર યુનિવર્સિટિનુ વિશ્લેષણ સામે આવ્યું છે. ભારતના SIR મહામારી મોડલના અભ્યાસ પર SUTDનું તારણ સામે આવ્યું છે. SUTD એ આર્ટિફિશિયલ ઈંટેલિજેંસની મદદથી રિસર્ચ  કર્યુ હતુ. અન્ય દેશો પણ કોરોના મહામારી પર કાબૂ મેળવવાની સંભાવના વ્યક્ત કરી હતી. અગાઉ કેન્દ્ર સરકારે પણ કોરોના પર નિયંત્રણ અંગે નિવેદન કર્યુ હતુ. 
16 મે સુધી લૉકડાઉન રહે તો કોરોનાનો નવો કેસ નહી આવે તેમ સરકારે જણાવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ