બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ભારત / Live in partner in Uttarakhand dumped girlfriend in my jungle

ક્રાઇમ / ઉત્તરાખંડમાં લિવ ઇન પાર્ટનરે ગર્લફ્રેન્ડને મારી જંગલમાં ફેંકી દીધી, અંતે 3 મહિના થયો ચોંકાવનારો પર્દાફાશ

Priyakant

Last Updated: 09:33 AM, 1 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Uttarakhand Crime Latest News: લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી એક યુવતીની તેના બોયફ્રેન્ડ દ્વારા નિર્દયતાથી હત્યા, મધરાત્રે ઝઘડા બાદ યુવતીનું મર્ડર કરી લાશને સૂટકેસમાં મૂકી જંગલમાં ફેંકી દીધી

Uttarakhand Crime News :  ઉત્તરાખંડથી એક ચોંકાવનારી અને ચેતવણીરૂપ ઘટના સામે આવી છે. તમને બધાને શ્રદ્ધા વોકર મર્ડર કેસતો યાદ જ હશે. આવી જ એક ઘટના ઉત્તરાખંડમાં બની છે. વાત જાણે એમ છે કે, લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી એક યુવતીની તેના બોયફ્રેન્ડ દ્વારા નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ તરફ હત્યા કર્યા બાદ યુવકે લાશને સૂટકેસમાં રાખી અને તેને જંગલમાં ફેંકી દીધી. પોલીસે જણાવ્યું કે, આરોપી પ્રેમીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ આ હત્યા ત્રણ મહિના પહેલા એટલે કે ડિસેમ્બર 2023માં કરી હતી.

આ કેસની વિગત એવી છે કે, ગત 29 જાન્યુઆરી 2024 ના રોજ શાહરૂલ નામની મહિલાએ હરિદ્વારના પટેલ નગરના પોલીસ સ્ટેશનમાં તેની પુત્રીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેમની 24 વર્ષની પુત્રી શાહનૂર છેલ્લા ઘણા દિવસોથી ગુમ છે. તે દેહરાદૂનમાં જ સંસ્કૃતિ લોક કોલોની ISBT પાસે ભાડાના રૂમમાં રહેતી હતી. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. ઘણા દિવસો સુધી યુવતીનો કોઈ પત્તો લાગ્યો ન હતો.

જંગલમાંથી મળી સૂટકેસ અને થયો ઘટસ્ફોટ 
આ તરફ પોલીસ તપાસ દરમિયાન પોલીસને દેહરાદૂનના અશારોરી જંગલમાંથી એક સૂટકેસ મળી જેમાંથી દુર્ગંધ આવતી હતી. જ્યારે પોલીસે સૂટકેસ ખોલી તો અંદર એક સડી ગયેલી લાશ મળી. મૃતદેહની ઓળખ કરવી મુશ્કેલ હતી. જ્યારે પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું ત્યારે જાણવા મળ્યું કે, આ મૃતદેહ કોઈ અન્ય વ્યક્તિનો નથી પરંતુ તે જ યુવતીનો છે જેની ગુમ થવા અંગે હરિદ્વારના પટેલ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

અંતે ઝડપાઇ ગયો આરોપી યુવક 
દહેરાદૂન અને હરિદ્વાર પોલીસે મળીને ફરી આ કેસની વધુ તપાસ હાથ ધરી છે. આ હત્યા 23 વર્ષના રાશિદે કરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે રશીદની શોધખોળ ચાલુ રાખી હતી. પછી એક દિવસ તેને માહિતી મળી કે, રાશિદ સંસ્કૃતિ લોક કોલોનીમાં તેના રૂમમાં આવ્યો છે. પોલીસે તરત જ તેની ધરપકડ કરી હતી. જ્યારે પૂછપરછ શરૂ થઈ ત્યારે રાશિદ ટૂંક સમયમાં ભાંગી પડ્યો. તેણે પોતાનો ગુનો કબૂલી લીધો. ત્યારબાદ આરોપીએ આખી વાત કહેવાનું શરૂ કર્યું.

લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા યુવક-યુવતી 
રશીદે પોલીસને જણાવ્યું કે, તે બાગોવાલીમાં મોટરસાઇકલ રિપેરિંગનું કામ કરતો હતો. વર્ષ 2017-18માં તેની ઓળખ શાહનૂર સાથે મોબાઈલ ફોન દ્વારા થઈ હતી. ત્યારથી બંને સતત એકબીજાના સંપર્કમાં હતા. સપ્ટેમ્બર 2023માં તે શાહનૂરને મળવા દેહરાદૂન આવ્યો હતો અને ત્યારબાદ બંનેએ સંસ્કૃતિ લોક કોલોની ISBT પાસે એક રૂમ ભાડે લીધો હતો અને સાથે રહેવા લાગ્યા હતા.

મધરાત્રે થયો ઝઘડો અને યુવતીને પતાવી દીધી 
મૃતક યુવતી શાહનૂરે આરોપી રશીદને કહ્યું હતું કે તે બ્યુટી પાર્લરમાં કામ કરે છે. પરંતુ જ્યારે સરનામું પૂછવામાં આવતું ત્યારે તે હંમેશા તેને ટાળતી. શાહનૂર ઘણીવાર મોડી રાત્રે અને ક્યારેક બીજા દિવસે સવારે રૂમમાં આવતી હતી. જેના કારણે રાશિદને લાગ્યું કે શાહનૂર કોઈની સાથે સંબંધ ધરાવે છે. તેથી જ તે મોડી આવે છે. 27 ડિસેમ્બરે પણ જ્યારે તે સવારે બે વાગ્યે રૂમમાં આવી ત્યારે આ બાબતે તેમની વચ્ચે ઝઘડો થયો હતો. લડાઈ દરમિયાન શાહનૂરે તેને થપ્પડ મારી હતી. જેના કારણે રાશિદે ગુસ્સામાં આવીને શાહનૂરનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી.

વધુ વાંચો: શું વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવા પર લાગશે પ્રતિબંધ? મુસ્લિમ પક્ષની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

ATMથી પૈસા ઉપાડ્યા અને સૂટકેસ ખરીદી લાશને સગેવગે કરી 
આ તરફ યુવતીની હત્યા બાદ બીજા દિવસે તે શાહનૂરનું સ્કૂટર લઈને પટેલ નગર લાલપુલ તરફ ગયો હતો. ત્યાં તેણે શાહનૂરના એટીએમ કાર્ડમાંથી 17 હજાર રૂપિયા પણ ઉપાડી લીધા હતા. આ પૈસાથી તેણે લાલ રંગની એક મોટી સૂટકેસ ખરીદી અને યુવતીની લાશ સૂટકેસમાં મૂકી અને તેને જંગલમાં ફેંકી દીધી. આ પછી પકડાઈ જવાના ડરથી તે શાહનૂરનું સ્કૂટર તેના ગામ બાગોવાલી મુઝફ્ફરનગર લઈ ગયો અને ત્યાંથી પાણીપતમાં તેની બહેનના ઘરે ગયો. જ્યારે તે 30 માર્ચે દેહરાદૂન રૂમમાંથી પોતાનો સામાન લેવા આવ્યો ત્યારે પોલીસે તેની ધરપકડ કરી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ