બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / યુરિક એસિડનું સ્તર વધતા શરીરના આ ભાગોમાં થાય છે તીવ્ર દુખાવો, ભૂલથી પણ અવગણશો નહીં
Last Updated: 11:07 PM, 5 May 2025
યુરિક એસિડ એ લોહીમાં જોવા મળતો એક અવશેષ પદાર્થ છે. યુરિક એસિડ વધવાના અનેક કારણો છે. તેમાં મુખ્ય છે હાઈ પ્યુરિનયુક્ત ખોરાક જેમ કે લાલ માંસ, બીન્સ અને દરિયાઈ ખોરાક. તેના ઉપરાંત, કોઈ મેટાબોલિઝમ અથવા કિડની સાથે જોડાયેલી બીમારી હોવા પર પણ આ સમસ્યા ઊભી થઈ શકે છે.
ADVERTISEMENT
સામાન્ય રીતે કિડની આ એસિડને બહાર કાઢી દે છે, પરંતુ જ્યારે આ યુરિક એસિડ શરીરમાં જમાં થવાનું શરૂ કરે છે, ત્યારે તેનું પ્રમાણ વધી જાય છે. યુરિક એસિડ વધવાથી સાંધા સિવાય શરીરના અન્ય ભાગોમાં પણ દુખાવો થાય છે. તો આવો જાણીએ કે યુરિક એસિડ વધવાથી કયા અંગોમાં દુખાવો થાય છે?
સાંધામાં દુખાવો
ADVERTISEMENT
જ્યારે શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધે છે, ત્યારે તે ક્રિસ્ટલ્સના રૂપમાં હાડકાંમાં જમાં થવાનું શરૂ કરે છે. આ ક્રિસ્ટલ્સ સાંધામાં ભેગા થાય છે અને તીવ્ર દુખાવાનું કારણ બને છે. આવા દુખાવાને ક્યારેય અવગણવો નહીં.
સાંધાની આસપાસ લાલાશ
ADVERTISEMENT
યુરિક એસિડ વધવાથી સાંધાની આસપાસ લાલાશ દેખાવા લાગે છે. જો તમારી કોણી, ઘૂંટણ કે અન્ય સાંધાની આસપાસ લાલાશ દેખાય છે, તો એ યુરિક એસિડ વધવાનું સંકેત હોઈ શકે છે.
ADVERTISEMENT
ઘૂંટણમાં દુખાવો
યુરિક એસિડ વધવાથી ઘૂંટણમાં પણ ખુબજ દુખાવો થઈ શકે છે. તે સાંધામાં જમાં થવાના કારણે અવરોધ પેદા કરે છે અને ખેંચાવ આવે છે. આથી ઘૂંટણમાં તીવ્ર દુખાવાની સમસ્યા ઉભી થાય છે.
ADVERTISEMENT
ગળામાં દુખાવો
યુરિક એસિડ વધવાથી ગળામાં પણ દુખાવો થઈ શકે છે. જો તમને લાગે કે ગળાની આસપાસ એક પ્રકારની અડચણ છે અથવા વારંવાર દુખાવો થાય છે, તો એ યુરિક એસિડનું પ્રમાણ વધવાનું કારણ હોઈ શકે છે.
ADVERTISEMENT
કમરમાં દુખાવો
યુરિક એસિડ વધવાનો એક મોટો સંકેત કમર દુખાવા રૂપે પણ દેખાય છે. તે કમરના સાંધામાં જમાં થવાથી અકાર્યક્ષમતા પેદા કરે છે અને સૂઈને ઉઠવામાં કે આરામ કરવાને લીધે તીવ્ર કમર દુખાવો અનુભવાય છે.
વધુ વાંચો: શું ડાયાબિટીસ આવ્યા તમારી સેક્સની ઈચ્છા ઘટાડી શકે?, આવું ન ઈચ્છતા હોય તો રાખો આ સાવચેતી
ઉપરોક્ત લક્ષણો દેખાય તો તેને હળવામાં લેવાને બદલે તાત્કાલિક ડોકરની સલાહ લો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.