બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / બિઝનેસ / lemon price hike rs 200 per kg in rajkot

મોંઘવારીનો માર / લીંબૂએ નહીં પણ તેના ભાવે દાંત ખાટા કરી નાખ્યા, 1 નંગના 10 રૂપિયા, કિલોના 200 રૂપિયા

Pravin

Last Updated: 03:13 PM, 2 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમાં એક લીંબૂની કિંમત 10 રૂપિયા થઈ ગઈ છે. તો આ બાજૂ રાજકોટમાં લીંબૂના ભાવ 200 રૂપિયે પ્રતિ કિલો થઈ ગયા છે.

  • મોંઘવારીએ માજા મુકી
  • લીંબૂના ભાવમાં તોતિંગ વધારો
  • કિલોના થયા 200 રૂપિયા

મોંઘવારીના મારથી લીંબૂ પણ બચી શક્યા નથી. દિલ્હીમાં એક લીંબૂની કિંમત 10 રૂપિયા થઈ ગઈ છે. તો આ બાજૂ રાજકોટમાં લીંબૂના ભાવ 200 રૂપિયે પ્રતિ કિલો થઈ ગયા છે. ગુજરાતમાં છેલ્લા થોડા દિવસ પહેલા લીંબૂ 50થી 60 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા હતા. જ્યારે દિલ્હીમાં થોડા અઠવાડીયા પહેલા 10 રૂપિયાના 3 લીંબૂ વેચાઈ રહ્યા હતા. 

રાજકોટમાં એક ગ્રાહકે જણાવ્યું હતું કે, લીંબૂની કિંમત 200 રૂપિયાને આંબી ગઈ છે. પહેલા તેનો ભાવ લગભગ 50થી 60 રૂપિયા કિલો હતો. કિમતોમાં આ વધારો આપણા રસોઈના બજેટને પ્રભાવિત કરી શકે છે. ન જાણે ક્યારે આ ભાવ ઓછા થઈ જાય.

બે અઠવાડીયા પહેલા પણ વધ્યા હતા ભાવ

ગુજરાતમાં લગભગ બે અઠવાડીયા પહેલા પણ લીંબૂના ભાવ 80 રૂપિયાથી વધીને 200 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા હતા. તો વળી મરચા, આદૂ, કોબિજ, લસણ વગેરેના ભાવ પણ વધી ગયા છે. લીલા ધાણાના ભાવ ફેબ્રુઆરીમાં 60 રૂપિયા પ્રતિ કિલો હતા, જે વધીને 100 રૂપિયા થઈ ગયા હતા. આ ઉપરાંત લીલા મરચા 60 રૂપિયા પ્રતિકિલોથી વધીને 160 રૂપિયા થઈ ગયા હતા. તો વળી કોબિજના ભાવ 40 રૂપિયાથી વધીને 80 રૂપિયા થઈ ગયા હતા.

કમોસમી વરસાદે ચિંતા વધારી

કૃષિ વૈજ્ઞાનિકોનું માનવુ છે કે, આમ તો ગરમીમાં લીંબૂના ભાવ વધી જતાં હોય છે. પણ આટલા મોંઘા વેચાવા પાછળ સૌથી મોટુ કારણ હવામાન છે. કમોસમી વરસાદ અને હવામાનમાં ફેરફારના કારણે લીંબૂનો પાક પ્રભાવિત થયો. જેના કારણે ઉત્પાગન પ્રભાવિત થઈ ગયું. હવે ગરમીમાં લીંબૂની માગ વધવાના કારણે સોર્ટેજના કારણે તેના ભાવ વધી રહ્યા છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ