બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Kutch women leader social media post viral get trolled
ADVERTISEMENT
મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાની બીજી લહેરે રાજ્યમાં મોકાણ મચાવી દીધી છે, ઘણા જિલ્લાઓમાં ટેસ્ટિંગની ફરિયાદો આવે છે, તો છેલ્લે ઘણી હોસ્પિટલોમાં બેડ ખૂટી જવાની, દર્દીઓને દવાઓ ન મળવાની, આઈસીયુ બેડ, ઑક્સીજનના સિલિન્ડર, ઑક્સીજન બેડ, વેન્ટિલેટરની ખામીને કારણે આગ લાગવી જેવા કારણોને કારણે વગર વાંકે ગુજરાતના નિર્દોષ પ્રજાજનોએ હદ વગરની હાલાકી ભોગવવી પડી રહી છે, સાથે જ આ શ્રેણીમાં ઘણાના મૃત્યુ પણ નિપજ્યાં છે. ઘણા સ્મશાનોમાં લાશોની પણ લાઈનો લાગી રહી છે, ત્યારે કચ્છ જિલ્લાના ભાજપના મહિલા આગેવાન અને જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારાએ એક એવી સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી, કે જે વાંચીને સામાન્ય પ્રજાની પીડા વધી જાય.

ADVERTISEMENT
મહિલા આગેવાન થયા ટ્રોલ
ADVERTISEMENT
વાત જાણે એમ છે કે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારાએ આજે સોશિયલ મીડિયામાં અમુક ફોટા પોસ્ટ કર્યા હતા, જેમાં અમુક લોકો અમુક મૃતદેહોની અંત્યેષ્ટિ કરી રહેલા નજરે ચડે છે, આ સુખપરના સ્મશાનની જગ્યા છે, જ્યાં આ ગતિવિધિ થઈ રહી હતી, અહીં અમુક સંઘ પરિવારના સ્વયંસેવકો કોરોના દર્દીઓના મૃતદેહોના અગ્નિસંસ્કારમાં મદદ કરી રહેલા દેખાય છે, પારુલબેન કારાએ આ જગ્યાની મુલાકાત લીધી હતી અને પોસ્ટમાં પોતાના ફોટાની સાથે લખ્યું કે, સંઘપરિવારના સ્વયંસેવકો અને સેવિકાઓ દ્વારા લોકોના અગ્નિસંસ્કારની આ કપરી કામગીરી મે જાતે નિહાળી, અને મે પણ એક મૃતદેહને અગ્નિસંસ્કાર કરીને ધન્યતા અનુભવી.
અમે દર્દ અનુભવી રહ્યા છીએ
ADVERTISEMENT
આ પોસ્ટ લખ્યા બાદ જેવી સોશિયલ મીડિયા પર ચડી કે લોકોએ રીએક્ટ કરવાનું શરૂ કર્યું હતું, હાલમાં કોરોનાની મહામારીથી લોકોના જીવન કેટલી હદ સુધી ડહોળાઈ ગયા છે, ઘણા લોકોએ પોતાના સગાવહાલાં કે મિત્રોને કોરોનાના કારણે ગુમાવી દીધા છે, આ વાતની પીડાનો અંદાજો એ વાતે લગાવી શકાય કે એક યુઝરે આ પોસ્ટ પર કોમેન્ટ કરીને કહ્યું હતું કે બેન તમે તો ધન્યતા અનુભવી પણ અમે લાચારી અને દર્દ અનુભવી રહ્યા છીએ.
શું સાવ જ સંવેદનશીલતા ગુમાવી દીધી છે આપણાં જનસેવકોએ ?
ADVERTISEMENT
ગુજરાતમાં રાજકીય પક્ષોના ચૂંટણી પ્રચાર, રાજકીય મેળાવડાઓ , તાયફા વગેરેમાં જ વ્યસ્ત રહેતા આપણાં કહેવાતા જનસેવકોના વહીવટી તંત્રને તો કોરોનાની અક્ષમ કામગીરી મુદ્દે ખુદ ગુજરાત હાઇકોર્ટ પણ કડક શબ્દોમાં ટપારી ચૂકી છે, સ્વત:સંજ્ઞાન લઈને જવાબ આપવા માટે બાધ્ય કરી ચૂકી છે, તેમ છતાંય સ્થિતિમાં સુધાર તો પછીની વાત છે પણ આ પ્રજાના મૃતદેહોને અંત્યેષ્ટિ આપીને ધન્યતા અનુભવતા લોકો એનું માનસ બદલે એ પણ પ્રજા માટે બહુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.