બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Kuranga Farmers women locals started movement rspl ghadi company dwarka

હેરાનગતિ / કુરંગા ઘડી કંપની સામે આંદોલનનો બીજો દિવસઃ વકીલે કહ્યું- GPCB કંઇ કરતી નથી, સરપંચે કહ્યું- ન્યાય મળે ત્યાં સુધી ભૂખ હડતાળ

Hiren

Last Updated: 07:33 PM, 26 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દ્વારકાના કુરંગા સ્થિત RSPL ઘડી કંપની સામે આંદોલનનો આજે બીજો દિવસ છે, ત્યારે આજે ખેડૂતો અને સ્થાનિકોએ રામધૂન બોલાવી વિરોધ કર્યો છે. ત્યારે જુઓ ગ્રામજનોની શું છે માગ અને પીડા...

  • દ્વારકા સ્થિત ઘડી કંપની સામે આંદોલન
  • ઉપવાસ આંદોલનનો આજે બીજો દિવસ
  • ખેડૂતો, શ્રમિકો, મહિલાઓ જોડાઈ

દ્વારકામાં RSPL ઘડી કંપની વિરૂદ્ધ સ્થાનિકો લાંબા સમયથી ખેડૂતો, શ્રમિકો, મહિલાઓ અને સ્થાનિકો આંદોલન કરી રહ્યા છે. કંપની ઉપર તેમના વર્કરોના શોષણ, પ્રદૂષણ સહિતના અનેક આરોપ લાગી રહ્યા છે. જેમાં કંપનીની આસપાસના ખેડૂતોને ખેતરમાં અવર-જવરનો રસ્તો પણ નહીં આપવાનો આક્ષેપ ખેડૂતો લગાવી રહ્યા છે. જેથી સ્થાનિકો રોજગારી, પ્રદૂષણ સહિતના મુદ્દે સ્થાનિકો આંદોલન ચલાવી રહ્યા છે. સરકારી તંત્ર અને કંપનીને સદબુદ્વિ આપે તેવા સૂત્રોચ્ચાર સાથે સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે. આ આંદોલનમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ છે. ગઇકાલે પ્રદર્શન દરમિયાન મહિલાઓએ હૈયા ફાટ રુદન કરી પોતાની હૈયાવરાળ પણ ઠાલવી હતી.

શુ છે આરોપ ?

  • RSPL ઘડ઼ી કંપની પર સ્થાનિકો, ખેડૂતો, શ્રમિકોનુ કરે છે શોષણ
  • ખેડૂતોના ખેતરમાં છોડે છે પ્રદૂષિત પાણી
  • ખેડૂતો ખેતરમાં અવર-જવરનો રસ્તો પણ કરી દેવાયો બંધ
  • શ્રમિકોનુ વેતન મામલે કરે છે શોષણ
  • સ્થાનિકોને રોજગાર આપવામાં આવતો નથી

4 વર્ષથી અમે પત્ર લખીએ છીએ, હાઈકોર્ટે ઓર્ડર આપ્યા છતા કંપનીને અસર નથી થતીઃ સરપંચ
કુરંગા ગ્રામ પંચાયતના સરપંચ બાલુભા કેરે VTV સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઘડી કંપનીનો અસહ્ય ત્રાસ છે, માલિકીની જમીનમાં પાણી છોડીને જમીન ખરાબ કરી નાખી છે, ખેતી પણ નથી થતી, ખેતર જવાના રસ્તા પર પણ કંપાઉન્ડ કરી દીધું છે, અમારે ખેતર જવું તો જવું ક્યાંથી. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારુ આંદોલન ચાલુ રહેશે. 4 વર્ષથી અમે પત્ર લખીએ છીએ. કોઇ ધ્યાન નથી આપતું, અમને પણ નથી ખબર પડતી કે કેમ કોઇ ધ્યાન નથી આપતું. હાઈકોર્ટ સુધી કેસ ચાલુ છે. હાઈકોર્ટે પણ ઓર્ડર કર્યા છે. અમે પણ સરકારને રજૂઆત કરી રહ્યા છીએ. અમે તમામ જગ્યાએ રજૂઆત કરી છે. હવે અમે ભૂખ હડતાળ પર બેઠા છીએ. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ઉપવાસ શરૂ રાખીશું. 

2017થી 2022 સુધી અનેક રજૂઆતો કરી, પણ કોઈ કાર્યવાહી નથી થઈઃ એડવોકેટ
એડવોકેટ ગિરીશ ગોજીયાએ જણાવ્યું કે, 4 વર્ષથી હું ખેડૂતો વતી ઘડી કંપની દ્વારા અત્યાચાર થઇ રહ્યા છે, તેમાં વકીલ તરીકે કામ કરી રહ્યો છું. વર્ષ 2017થી 2022 સુધી પત્ર લખ્યા અને અનેક રજૂઆત કરી છે. કંપનીને નોટીસો પણ પાઠવી છે, પરંતુ નોટીસો સંદર્ભે કોઇ કાર્યવાહી થઇ નથી. જીપીસીબી દ્વારા પણ કોઇ કાર્યવાહી હાથ ધરાઈ નથી. ખેડૂતોની જમીનમાં જવા માટે રસ્તા આપવા પડે, તેમ છતા કંપની દ્વારા દાદાગીરી કરીને અડચણ ઉભી કરવામાં આવે છે.

રસ્તો ન આપો તો ખેડૂતોને હેલિકોપ્ટર લઇ દોઃ એડવોકેટ
કાયદાકીય કાર્યવાહી અંગે વકિલે જણાવ્યું હતું કે, હાઈકોર્ટમાં પિટીશન ચાલુ છું. પ્રદૂષણ અંગે અમે હાઈકોર્ટમાં પિટીશનની કાર્યવાહી શરૂ કરી રહ્યા છીએ. વધુમાં તેમણે કહ્યું કે, આ લોકશાહી દેશમાં પોતાની સંપત્તિનું રક્ષણ કરવું તમામનો અધિકાર છે. કોર્ટે અમારી વાત સાંભળી પણ હતી. કોર્ટના ઑર્ડરમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ખેડૂતોની જમીન ખરાબ થઇ છે. પરંતુ કોઇપણ પ્રકારે જીપીસીબી દ્વારા કાર્યવાહી કરી નથી. કોર્ટમાં એવી રજૂઆત કરી કે તો હેલિકોપ્ટર લઇ દો ખેડૂતોને, રસ્તા હશે તો જ ખેડૂતો પોતાની જમીનમાં જઇ શકશે. 

એક પણ ફોરમ બાકી નથી કે જ્યાં આ મુદ્દો મેં ન ઉઠાવ્યો હોયઃ વિક્રમ માડમ
ખેડૂતોને હેરાનગતિ અંગે ધારાસભ્ય વિક્રમ માડમે કહ્યું કે, મે ધારાસભ્ય તરીકે તમામ પ્રયાસ કર્યા છે. હું સંકલ મિટીંગમાં મુદ્દો ઉઠાવ્યો, વિધાનસભા બજેટમાં જણાવ્યું, ધારાસભ્ય પ્રશ્નોતરીમાં પ્રશ્ન પૂછ્યા, આંદોલન કર્યા, રેલી કરી હવે એકેય રસ્તો બાકી નથી રહેતો. છાપેલો અને ચિલાચાલુ જવાબ મળે છે અને સરકારની મીઠી નજર છે. તમામની મિલીભગતને લઇને કંપનીનો વાળ વાંકો કરી શકતા નથી. ગામના લોકો અનેક મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. 

અમારી કેપેસિટી નથી કે અમે આખુ વર્ષ આંદોલન કરી શકીએઃ વિક્રમ માડમ
વિક્રમ માડમે કહ્યું કે, દિલ્હીમાં ખેડૂતોએ એક વર્ષ સુધી ધરણા કર્યા. અમારી કેપેસિટી નથી કે અમે આખુ વર્ષ આંદોલન કરી શકીએ. રોજે રોજ આંદોલન કરીએ તો પણ સરકારને અસર નહીં થાય. ફરિયાદો બાદ અધિકારીઓ પગલા લેતા નથી. આ સરકાર કોઇનું સાંભળતી નથી. ભ્રષ્ટ અધિકારીઓ પોતાના ખિસ્સા ભરી લે છે. બધા મુદ્દા ઉઠાવી લીધા છે છતા ખેડૂતો માટે જે લડાઇ હશે તે લડીશું. 

GPCB કેમ કાર્યવાહી નથી કરતું ?
અનેક વખત GPCBને ફરિયાદ કરવામાં આવી છે, તેમ છતા કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે અનેક સવાલ થઇ રહ્યા છે કે, ખેડૂતોની અનેક વખત રજૂઆત છતા કંપની સામે પગલા લેવાતા ? અનેક વખત રજૂઆત છતા GPCB કેમ પણ પ્રકારની કાર્યવાહી નથી કરતું ? કંપનીની દાદાગીરી સામે તંત્ર શા માટે મૌન છે ? પ્રદૂષિત પાણીને ખેતરોમાં કેમ છોડવામાં આવી રહ્યું છે ? શું અધિકારીઓ અને કંપની વચ્ચે સાંઠગાંઠ છે ?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ