બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Know Who Is Behind The Howdy Modi Event In Houston America

Howdy Modi / કોણે લખી અદ્ભૂત , અકલ્પનીય અને અવિસ્મરણીય 'હાઉડી મોદી'ની સ્ક્રિપ્ટ

Published By: Juhi

Last Updated: 05:36 PM, 23 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વનું એનર્જી કેપિટલ કહેવાતા અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની સોફ્ટ પૉવરની છબિથી ફરી એક વખત દુનિયાને રૂબરૂ કરાવી. લગભગ 50000 ભારતીય અમેરિકન લોકોએ NRG ગ્રાઉન્ડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જોરદાર ભાષણ પછી તાલીઓ વગાળી. હાઉડી મોદી ક્રાર્યક્રમ સોશ્યલ મીડિયા પર હાલમાં ચર્ચામાં છે. આ અદ્બુત, અકલ્પનિય અને અવિસ્મરણીય ઇવેવન્ટની પાછળ જે વ્યકિતનું નામ કહેવાઇ રહ્યુ છે તે છે ભાજપના નેતા અને પાર્ટીના વિદેશી મામલાના પ્રભારી ડોક્ટર વિજય ચૌથાઇવાલા.

  • અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં PM નરેન્દ્ર મોદીએ આપ્યુ શાનદાર ભાષણ
  • લગભગ 50000 ભારતીય અમેરિકન લોકોથી ભરેલા NRG ગ્રાઉન્ડમાં પીએમ મોદીના ભાષણ પછી તાલીઓને ગડગડાટ
  • આ અદ્ઘુત ટેલેન્ટની પાછળ ભાજપના નેતા અને પાર્ટીના વિદેશી મામલાના પ્રભાવી ડોક્ટર વિજય ચૌથાઇવાલા

હાઉડી મોદી કાર્યક્રમમમાં આમ તો અમેરિકામાં રહેતા ભારતીય દ્વારા કરાવવામાં આવ્યો પણ આખા કાર્યક્રમના સૂત્રધાર ડોક્ટર વિજય ચૌથાઇવાલા રહ્યા. PM મોદીના ઘણા સુપરહિટ શોમનું આયોજન કરનારા ડોક્ટર વિજય ચૌથાઇવાલા વિદેશમાં રહેતા ભારતીયોને પાર્ટીમાં જોડવાના મિશન પર કામ કરી રહ્યા છે. આખા આયોજન દરમિયાન ડોક્ટર વિજય ચૌથાઇવાલા PM મોદીની સાથે દેખાયા. 

ડોક્ટર વિજય ચૌથાઇવાલા

હાઉડી મોદી કાર્યક્રમના આયોજનના પહેલા જ ડોક્ટર વિજય ચૌથાઇવાલાએ કહ્યુ હતુ કે, ''એતિહાસિક હોવા જઇ રહ્યુ છે. આવું પહેલી વખત નથી કે અમેરિકન રાષ્ટ્રપતિ પોતાના દેશમાં આટલી મોટી સંખ્યામાં લોકો સામે બીજા દેશના રાષ્ટ્ર અધ્યક્ષ સાથે સ્ટેજ શૅર કરી રહ્યા છે.'' ડોક્ટર વિજય ચૌથાઇવાલા એ આગળ જણાવ્યુ હતુ, ''સામાન્ય રીતે અમેરિકામાં ઘણા ઓછા લોકો આવા કાર્યક્રમમાં આવે છે પરંતુ હ્યુસ્ટનમાં આ બદલાઇ જશે.'' ડોક્ટર વિજય ચૌથાઇવાલાનું અનુમાન સાચ્ચુ સાબિત થયું કે, લગભગ 50000 ભારતીય અમેરિકન લોકો દ્વારા આ બંને દેશોના નેતાઓનું સ્વાગત કરવામાં આવ્યુ. 

વૈજ્ઞાનિક હતા ડોક્ટર વિજય ચૌથાઇવાલા

વિજય ચૌથાઇવાલ વૈજ્ઞાનિક છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા પહેલા તેઓ ટોરેન્ટ કંપનીમાં જૉબ કરતા હતા. વર્ષ 2014માં ચૌથાઇવાલા ભાજપની સાથે જોડાયા જે પછી તેમણે ફરીને નથી જોયું. હાલના સમયમાં ચૌથાઇવાલા ભાજપના વિદેશી મામલામાં પ્રભારી છે. ચૌથાઇવાલાએ આ સફળ આયોજન એવા સમયે કરાવ્યુ જ્યારે ગત દિવસોમાં હ્યુસ્ટનમાં આવેલા ચક્રવતી વાવાઝોડાથી નુકસાન થયુ હતુ. ચૌથાઈવાલાની સાથે 1000થી વધુ સ્વયંસેવકો હાઉડી મોદીને સફળ બનાવવા માટે રાત-દિવસ એક કર્યા હતા.

 ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને  અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

હાઉડી મોદી ઇવેન્ટના સફળ બનાવવા વધુ એક શખ્સની ભૂમિકા મહત્વપૂર્ણ છે. તેઓ છે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર. ભારતીય વિદેશ સેવાના અધિકારી રહેલા જયશંકર અને તેમની ટીમે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આ કાર્યક્રમમાં આવવા માટે રાજી કર્યા. જ્યારે આ કાર્યક્રમની રુપરેખા બની ત્યારે ટ્રમ્પના આવવા પર કોઈ નિશ્ચિતતા નહોતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Donald Trump Howdy Modi PM Narendra Modi Vijay Chauthaiwale world Howdy Modi

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ