બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / 'ચૌધરી સાહેબ, હું અને મારા દેશના લોકો...' પાકિસ્તાની નેતા ફવાદ ચૌધરીના સમર્થન પર કેજરીવાલે આપ્યો જવાબ

લોકસભા ચૂંટણી 2024 / 'ચૌધરી સાહેબ, હું અને મારા દેશના લોકો...' પાકિસ્તાની નેતા ફવાદ ચૌધરીના સમર્થન પર કેજરીવાલે આપ્યો જવાબ

Priyakant

Last Updated: 01:50 PM, 25 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Arvind Kejriwal Statement News : કેજરીવાલના ફોટોના જવાબમાં તેણે X પર લખ્યું કે, શાંતિ અને સૌહાર્દ નફરત અને ઉગ્રવાદની શક્તિઓને હરાવી શકે, કેજરીવાલે કહ્યું, તમારા ટ્વીટની કોઈ જરૂર નથી. આ સમયે પાકિસ્તાનની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. તમે તમારા દેશનું ધ્યાન રાખો

Arvind Kejriwal Statement : લોકસભા ચૂંટણીને લઈ પાકિસ્તાનના પૂર્વ મંત્રીએ ફરી એકવાર ટિપ્પણી કરી છે. વાત જાણે એમ છે કે, અગાઉ રાહુલ ગાંધીના વખાણ કર્યા બાદ પાકિસ્તાનના પૂર્વ મંત્રી અને ઈમરાન ખાનની પાર્ટીના નેતા ચૌધરી ફવાદ હુસૈને ફરી એકવાર અરવિંદ કેજરીવાલને લઈ ટિપ્પણી કરી છે. ફવાદે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે. કેજરીવાલના ફોટોના જવાબમાં તેણે X પર લખ્યું કે, શાંતિ અને સૌહાર્દ નફરત અને ઉગ્રવાદની શક્તિઓને હરાવી શકે.

પાકિસ્તાનના પૂર્વ મંત્રી ચૌધરી ફવાદ હુસૈનની પોસ્ટ બાદ અરવિંદ કેજરીવાલે જવાબ આપ્યો હતો. કેજરીવાલે કહ્યુ કે, ચૌધરી સાહેબ, હું અને મારા દેશના લોકો અમારા મુદ્દાઓને સંભાળવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છીએ. તમારા ટ્વીટની કોઈ જરૂર નથી. આ સમયે પાકિસ્તાનની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. તમે તમારા દેશનું ધ્યાન રાખો. કેજરીવાલ અહીં જ ન અટક્યા. તેમણે X પર આગળ લખ્યું, ભારતમાં જે ચૂંટણી થઈ રહી છે તે અમારો આંતરિક મામલો છે. ભારત આતંકવાદના સૌથી મોટા પ્રાયોજકોની દખલગીરી સહન કરશે નહીં.

અગાઉ રાહુલ ગાંધીના કર્યા હતા વખાણ

ફવાદ ચૌધરીએ આ મહિનામાં બે વાર રાહુલ ગાંધીના વખાણ કર્યા હતા. તેમના વખાણ બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) એ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર જોરદાર નિશાન સાધ્યું. ફવાદ હુસૈન પર લખ્યું હતું રાહુલ સાહેબે તેમના છેલ્લા ભાષણમાં કહ્યું હતું કે, 30 કે 50 પરિવારો ભારતનો 70% હિસ્સો ધરાવે છે. આ સંપત્તિ પાકિસ્તાનમાં છે, જ્યાં માત્ર પાક બિઝનેસ કાઉન્સિલ નામની બિઝનેસ ક્લબ અને કેટલાક રિયલ એસ્ટેટ મેગ્નેટ પાસે પાકિસ્તાનની 75% સંપત્તિ છે. સંપત્તિનું યોગ્ય વિતરણ મૂડીવાદનો સૌથી મોટો પડકાર છે. આ પોસ્ટ પહેલા પણ ફવાદ ઘણી વખત રાહુલ ગાંધીના વખાણ કરી ચૂક્યા છે.

વધુ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરવિંદ કેજરીવાલની ચાર્લ્સ શોભરાજ સાથે કરી સરખામણી, જુઓ શું કહ્યુ

નોંધનિય છે કે, ઈમરાન ખાન સરકારમાં મંત્રી રહી ચૂકેલા ફવાદ ચૌધરી ઘણીવાર ભારત વિરોધી ભાષણો આપી ચૂક્યા છે. જ્યારે ભારતના ચંદ્રયાન 3ને સફળતા મળી ત્યારે તેના વખાણ કરવાને બદલે ફવાદે તેની મજાક ઉડાવી. જ્યારે ઈમરાન ખાન પાકિસ્તાનના વડા પ્રધાન હતા ત્યારે ફવાદે PM નરેન્દ્ર મોદી વિશે ઘણી ટિપ્પણીઓ કરી હતી જેની ટીકા પણ થઈ હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Lok Sabha Election 2024 Fawad Chaudhry Arvind Kejriwal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ