બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / keep these things in mind for personal loan credit score income

તમારા કામનું / Personal Loan લેતાં પહેલા જરૂર જાણી લેવી જોઈએ આ વાત, નહીંતર થઈ શકે છે ભારે નુકસાન

Manisha Jogi

Last Updated: 03:01 PM, 11 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના સમયમાં લોકોને પૈસાની વારંવાર જરૂર પડતી હોય છે. પર્સનલ લોન માટે અરજી કરતા પહેલા કેટલીક ખાસ બાબતો પર ધ્યાન આપવું જોઈએ.

  • લોકોને પૈસાની વારંવાર જરૂર પડે છે
  • સૌથી પહેલા પર્સનલ લોન લેવાનું વિચારતા હોય છે
  • આ લોન માટે અરજી કરતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખવું

આજના સમયમાં લોકોને પૈસાની વારંવાર જરૂર પડતી હોય છે. લોકો પાસે એટલું ફંડ હોતું નતી કે, તેનાથી તેઓ તેમના ખર્ચા પૂરી કરી શકે, જેથી લોકોએ લોન લેવાની જરૂર ઊભી થતી હોય છે. આ કારણોસર લોકો સૌથી પહેલા પર્સનલ લોન લેવાનું વિચારતા હોય છે. પર્સનલ લોન માટે અરજી કરતા પહેલા કેટલીક ખાસ બાબતો પર ધ્યાન આપવું જોઈએ. 

પર્સનલ લોન લેતા પહેલા આ બાબત પર ધ્યાન આપવું જરૂરી
ક્રેડિટ સ્કોર

ક્રેડિટ સ્કોર સારો હોય તો જ લોન મળે છે. અગાઉની લોનની સમયસર ચૂકવણી કરવામાં આવી હોય તો ક્રેડિટ સ્કોર સારો રહે છે. ક્રેડિટ સ્કોર 300થી 900 વચ્ચે હોવો જોઈએ. સામાન્ય રીતે ક્રેડિટ સ્કોર 700થી વધુ હોય તો તેને સારો સ્કોર માનવામાં આવે છે. ક્રેડિટ સ્કોર ખરાબ હોય તો લોન મળવામાં મુશ્કેલી આવી શકે છે. 

સ્થિર આવક
બેન્ક લોન આપતા પહેલા તમારી આવક પર ખાસ ધ્યાન આપે છે. તમારી આવક સ્થિર છે કે અસ્થિર તે સૌથી પહેલા જોવામાં આવે છે. આ કારણોસર નોકરી છોડવી ના જોઈએ. સ્થિર આવક કેવી રીતે મળે છે, તે સુનિશ્ચિત કરવું જોઈએ. આવક અસ્થિર હોય તો બેન્ક લોન આપવાની ના પણ પાડી શકે છે. 

ખર્ચાઓ
લોન આપતા પહેલા બેન્ક તમારા ખર્ચા અને આવક વિશે જાણે છે. મહિને ખર્ચો કર્યા પછી તમારી કેટલી આવક બાકી રહેશે, તે જોવામાં આવે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને તમારી પર્સનલ લોન અપ્રૂવ કરવામાં આવે છે. 

વ્યાજદર
તમામ બેન્ક તરફથી આપવામાં આવતી પર્સનલ લોન પર અલગ અલગ વ્યાજદર ઓફર કરે છે. આ કારણોસર માત્ર એક બેન્કના વ્યાજદર ચેક ના કરવા. અલગ અલગ બેન્કમાં વ્યાજદર ચેક કરવા અને તેનું વિશ્લેશણ કરવું. 

વધુ વાંચો: કર્મચારીઓ માટે એક બાદ એક ગુડ ન્યૂઝ! DA Hike જ નહીં HRAમાં પણ થશે વધારો

(Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.)

સંકળાયેલા મુદ્દાઓ

Credit Score Personal Loan credit score for loan main point for personal loan personal loan credit score ક્રેડિટ સ્કોર પર્સનલ લોન Personal Loan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ