જો કોઈને બાળકોના યૌન શૌષણની ખબર હોય અને તે સંબંધિત સત્તાવાળા કે પોલીસને ખબર ન કરે તો તે પણ પોક્સો હેઠળ દોષી સાબિત થઈ શકે છે.
સગીર યૌન શૌષણ કેસમાં કર્ણાટક હાઈકોર્ટનો વધુ એક મહત્વનો આદેશ
પોક્સો એક્ટ હેઠળ બાળકોને ન્યાય મળે તેવું સુનિશ્ચિત કર્યું
યૌન શોષણની માહિતી ન આપનાર પણ દોષી
જો તમને એવી ખબર હોય કે કોઈ બાળક કે સગીરા પર યૌન હુમલો થયો છે કે તેનું યૌન શોષણ થયું છે અને જો તમે તેની ફરિયાદ ન કરો તો તમે પણ દોષી સાબિત થઈ શકો છો અને તેને માટે સજા પણ થઈ શકે છે તેવો કર્ણાટક હાઈકોર્ટનો એક ચુકાદો છે. કર્ણાટકમાં એક ગાયનેકોલોજિસ્ટે સગીર પર યૌન શોષણની ઘટનાની જાણ કરવામાં નિષ્ફળતા બદલ પોક્સો એક્ટની કલમ 21 હેઠળ તેની સામે નોંધાયેલા કેસને રદ કરવાની માગ કરી હતી. જોકે હાઈકોર્ટે તેમની આ માગ ફગાવી દઈને તેમની સામે પોક્સોની કલમ યથાવત રાખી છે.
યૌન શૌષણની જાણ ન કરનારને પણ થઈ શકે 6 મહિનાની સજા
પોક્સો એક્ટની કલમ 19માં દરેક વ્યક્તિને વિશેષ જુવેનાઈલ પોલીસ યુનિટ અથવા સ્થાનિક પોલીસને યૌન શોષણની જાણ કરવી પડતી હોય છે અને જો ખબર હોવા છતાં પણ જાણ ન કરી તો પોક્સો એક્ટની કલમ 21 હેઠળ છ મહિનાની કેદની સજાને પાત્ર છે. આ કેસમાં લેડી ગાયનેક ડોક્ટરે સગીર પીડિતાનો ગર્ભપાત કરી નાખ્યો હતો અને તેમ છતાં પણ તેણે આ વાતની જાણ પોલીસને કરી નહોતી.
સિંગલ જજની બેંચે શું કહ્યું
જસ્ટિસ એમ.નાગપ્રસન્નાની સિંગલ જજની બેંચે કહ્યું કે "અરજદારે 35 વર્ષની પ્રેક્ટિસ સાથે સ્ત્રીરોગચિકિત્સક હોવાનો દાવો કર્યો છે. તે ખૂબ જ અશક્ય છે કે અરજદારને દર્દીને જોઈને ખબર ન પડે કે પીડિતા 12 વર્ષ અને 11 મહિનાની હતી અને તે ગર્ભવતી હોવાથી તેની સાથે જાતીય સંબંધો બાંધ્યા હતા.
કોર્ટે કેમ આવું કહ્યું
યૌન શૌષણની ખબર હોય અને અને તેની જાણ ન કરનારને દોષી અને સજાની વાત કોર્ટે એટલા માટે કરી કે આવું ન કરવાથી બાળકો પરના યૌન શૌષણના ગુનેગારો છટકી જતા હોય છે અને તેમને તેમના કરેલા પાપની સજા મળતી નથી.